Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 5:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હીરામે સુલેમાનની એ વાત સાંભળી ત્યારે એમ થયું કે તે ઘણો હરખાયો. તેણે કહ્યું, “આજે યહોવાને ધન્ય હો જો કે તેમણે આ મહાન પ્રજા પર [રાજ કરવા] દાઉદને જ્ઞાની દીકરો આપ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 શલોમોનનો સંદેશો મળતા હીરામ ખૂબ ખુશ થઈને બોલ્યો, “આ મહાન પ્રજા પર રાજ્ય કરવાને પ્રભુએ દાવિદને આવો જ્ઞાની પુત્ર આપ્યો છે તે માટે તેમની સ્તુતિ થાઓ!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જયારે હીરામે સુલેમાનની વાતો સાંભળી, ત્યારે ઘણો આનંદિત થઈને બોલ્યો, “આજે યહોવાહની સ્તુતિ થાઓ કે તેમણે આ મહાન પ્રજા પર રાજ કરવા દાઉદને જ્ઞાની દીકરો આપ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 જયારે હીરામે સુલેમાંનનો સંદેશો સાંભળ્યો ત્યારે તે ખૂબ પ્રસન્ન થયો; તેણે કહ્યું, “યહોવાની સ્તુતિ થજો! કારણકે તેમણે દાઉદને આ મહાન પ્રજા પર રાજ્ય કરવા એક શાણો પુત્ર આપ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 5:7
17 Iomraidhean Croise  

અને એસાવે પોતાની નજર ઊંચી કરીને સ્‍ત્રીઓ તથા છોકરાંને જોયાં; અને પૂછયું, “આ તારી સાથે કોણ છે?” અને તેણે કહ્યું, “ઈશ્વરે કૃપા કરીને તારા દાસને છોકરાં આપ્યાં છે તે.”


વળી રાજાએ એમ કહ્યું, “ઇઝરાયલના ઇશ્વર યહોવા જેમણે આજે મારા જોતાં મારા રજ્યાસન પર બેસનાર માણસ મને આપ્યો છે, તેમને ધન્ય હોજો!’”


ધન્ય હોજો તમારા ઈશ્વર યહોવાને કે જેમણે તમારા પર પ્રસન્ન થઈને તમને ઇઝરાયલના રાજ્યાસન પર બેસાડ્યા; કેમ કે યહોવાએ ઇઝરાયલ પરના પોતાના સતત પ્રેમને લીધે તમને ન્યાય તથા ઈનસાફ કરવા માટે રાજા ઠરાવ્યા.”


માટે તમારા લોકનો ન્યાય કરવા માટે મને તમારા સેવકને ડહાપણભર્યું હ્રદય આપો કે, જેથી ખરાખોટાનો ભેદ હું પારખી શકું. કેમ કે આ તમારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે?”


સર્વ ઇઝરાયલ પર સુલેમાનના બાર કારભારી હતા, તેઓ રાજા તથા તેના કુટુંબનો ખોરાક પૂરો પાડતા હતા.દરેકને માથે વર્ષમાં એકેક માસની ખરચી પૂરી પાડવાની હતી.


માટે હવે મારે માટે લબાનોન પરથી એરેજવૃક્ષો કપાવવાની આજ્ઞા આપો. મારા ચાકરો તમારા ચાકરોની સાથે રહેશે. અને તમે જે પ્રમાણે કહેશો તે પ્રમાણે હું તમને તમારા ચાકરોનું વેતન આપીશ; કેમ કે તમે જાણો છો કે, અમારામાં સિદોનીઓના જેવા‍ ચતુર લાકડાં કાપનાર માણસ કોઈ નથી.”


હીરામે સુલેમાનની પાસે માણસ મોકલીને કહાવ્યું. “જે [સંદેશો] તમે મારા પર મોકલ્યો‌ છે તે મેં સાંભળ્યો છે. એરેજવૃક્ષનાં લાકડાંની બાબતમાં તથા દેવદારનાં લાકડાંની બાબતમાં હું તમારી બધી ઇચ્છા પ્રમાણે કરીશ.


જો હું તારું સ્મરણ ન કરું, અથવા જો મારા મુખ્ય આનંદ કરતાં યરુશાલેમને શ્રેષ્ઠ માનતો ન હોઉં, તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય.


જ્ઞાની દીકરો પોતાના પિતાને હર્ષ ઉપજાવે છે; પણ મૂર્ખ દીકરો પોતાની માને ભારરૂપ છે.


ડાહ્યો દીકરો પોતાના પિતાની શિખામણ [માને છે] ; પણ તિરસ્કાર કરનાર માણસ ઠપકાને કાન દેતો નથી.


ડાહ્યો દીકરો પોતાના પિતાને સુખી કરે છે; પણ મૂર્ખ માણસ પોતાની માને તુચ્છ ગણે છે.


નેકીવાન [દીકરા] નો પિતા ઘણો હરખાશે; અને જે શાણો છોકરો હશે તે તેના જન્મ આપનારને આનંદ આપશે. q1


જુઓ, હું તથા યહોવાએ જે છોકરા મને આપ્યા છે તેઓ પણ, સિયોન પર્વતમાં વસનાર સૈન્યોના [ઈશ્વર] યહોવાની પાસેથી [મળેલા] ઇઝરાયલમાં ચિહ્નો તથા અદભુત કૃત્યોને અર્થે છીએ.


કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, ” એ નામ આપવામાં આવશે.


Lean sinn:

Sanasan


Sanasan