Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 5:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 માટે હવે મારે માટે લબાનોન પરથી એરેજવૃક્ષો કપાવવાની આજ્ઞા આપો. મારા ચાકરો તમારા ચાકરોની સાથે રહેશે. અને તમે જે પ્રમાણે કહેશો તે પ્રમાણે હું તમને તમારા ચાકરોનું વેતન આપીશ; કેમ કે તમે જાણો છો કે, અમારામાં સિદોનીઓના જેવા‍ ચતુર લાકડાં કાપનાર માણસ કોઈ નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેથી મારે માટે લબાનોનમાંથી ગંધતરુ કાપવાને માણસો મોકલો. મારા માણસો તેમની સાથે કામ કરશે અને તમે નક્કી કરો તે પ્રમાણે હું તમારા માણસોનું વેતન ચૂકવીશ. તમે જાણો છો કે મારા માણસોને તમારા સિદોની માણસોના જેવી વૃક્ષ કાપવાની આવડત નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેથી હવે મારા માટે લબાનોન પરથી દેવદાર વૃક્ષો કપાવવાની આજ્ઞા આપો. અને મારા સેવકો તમારા સેવકોની સાથે રહેશે અને તમે જે પ્રમાણે કહેશો તે મુજબ હું તમારા સેવકોને વેતન ચૂકવી આપીશ. કારણ કે તમે જાણો છો કે અમારામાં સિદોનીઓના જેવા લાકડાં કાપનારો કોઈ હોશિયાર માણસો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેથી હવે લબાનોનમાં તમાંરા સેવકોને માંરા માંટે દેવદાર વૃક્ષ કાપવા હુકમ કરો, માંરા સેવકો તમાંરા સેવકોની સાથે રહેશે; અને તમે જે પ્રમાંણે કહેશો તે મુજબ હું તમાંરા સેવકોને વેતન ચૂકવી આપીશ; કારણ કે તમે જાણો છો કે, કોઇ પણ ઇસ્રાએલી સિદોનીઓની જેમ કેવી રીતે વૃક્ષો કાપવા તે જાણતો નથી!”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 5:6
20 Iomraidhean Croise  

અને કનાનને પહેલો દીકરો સિદોન થયો, ને પછી હેથ.


સુલેમાને રથો તથા સવારોનો [પુષ્કળ] જમાવ કર્યો. તેની પાસે એક હજાર ચારસો રથ તથા બાર હજાર ઘોડેસવારો હતા. તેણે તેઓને રથોનાં નગરોમાં તથા યરુશાલેમમાં રાજાની પાસે રાખ્યા.


હીરામે સુલેમાનની એ વાત સાંભળી ત્યારે એમ થયું કે તે ઘણો હરખાયો. તેણે કહ્યું, “આજે યહોવાને ધન્ય હો જો કે તેમણે આ મહાન પ્રજા પર [રાજ કરવા] દાઉદને જ્ઞાની દીકરો આપ્યો છે.”


મંદિરના પાછલા ભાગમાં તેણે ભોંયતળિયાથી તે પીઢો સુધી, એરેજવૃક્ષનાં પાટિયાંની વીસ હાથ ભીંત બનાવી, એટલે તેણે ઈશ્વરવાણી સ્થાનને માટે એટલે પરમપવિત્રસ્થાનને માટે, અંદરની બાજુએ તે બનાવી.


પરમપવિત્રસ્થાન અંદરની બાજુએ વીસ હાથ લાંબું, તથા વીસ હાથ પહોળું તથા વીસ હાથ ઊંચું હતું. તેણે તે ચોખ્ખા સોનાથી મઢ્યું. તેણે વેદીને એરેજકાષ્ટથી મઢી લીધી.


સુલેમાનના ભંડારનાં સર્વ નગરો, તેના રથોને માટે નગરો, તેના સવારોને માટે નગરો તથા પોતાના શોખને માટે યરુશાલેમમાં તથા લબાનોનમાં તથા પોતાના અધિકાર નીચેનાં સર્વ દેશમાં જે જે બાંધકામ કરવાની સુલેમાનને ઈચ્છા થઈ, તે બાંધ્યાં.


અને હીરામે પોતાના ચાકરોને એટલે જેઓ સમયના ભોમિયા હતા એવા વહાણવટીઓને વહાણો પર સુલેમાનના ચાકરોની સાથે મોકલ્યા.


વળી અસંખ્ય એરેજવૃક્ષો એકઠાં કર્યા; કેમ કે સિદોનીઓ તથા તૂરીઓ દાઉદની પાસે પુષ્કળ એરેજવૃક્ષો લાવ્યા.


સુલેમાને રથો તથા સવારો એકત્ર કર્યા. તેની પાસે એક હજાર ચારસો રથો તથા બાર હજાર સવારો હતા, તેઓને તેણે રથો [રાખવાના] નગરોમાં તથા યરુશાલેમમાં પોતાની પાસે રાખ્યા.


હું તમારા ચાકરોને, એટલે લાકડાં કાપનાર કરાઈઓને, વીસ હજાર માપ ઝૂડેલા ઘઉં, વીસ હજાર માપ જવ, વીસ હજાર બાથ (એટલે એક લાખ એંશી હજાર ગેલન) દ્રાક્ષારસ તથા વીસ હજાર બાથ તેલ આપીશ.”


વળી લબાનોનમાંથી એરેજવૃક્ષો, દેવદારો તથા સુખડ અહીં મોકલી આપો; કેમ કે હું જાણું છું કે તમારા ચાકરો લબાનોનમાં લાકડાં કાપવામાં કુશળ છે.


તેઓએ સલાટોને તથા સુતારોને પૈસા આપ્યા. વળી તેઓએ સિદોનીઓને તથા તૂરીઓને સીધુંસામાન તથા તેલ આપ્યાં, એ માટે કે ઇરાનના રાજા કોરેશની પરવાનગી પ્રમાણે લબાનોનથી સમુદ્રવાટે યાફા સુધી તેઓ એરેજકાષ્ટ લાવે.


યહોવાનો સાદ દેવદારોને ભાંગી નાખે છે; હા, યહોવા લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે.


મેં તેઓને કહ્યું, ‘જો તમને યોગ્ય લાગતું હોય તો મને મારો પગાર આપો. અને જો ન લાગતું હોય, તો રહેવા દો.’” ત્યારે તેઓએ મારા પગારના ત્રીસ રૂપિયા તોળી આપ્યા.


ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. બધાં માણસોની નજરમાં જે શોભે છે, તે [કરવાને] કાળજી રાખો,


આપણામાંના દરેકને ખ્રિસ્તના [કૃપા] દાનના પરિમાણ પ્રમાણે કૃપા આપવામાં આવેલી છે.


ફક્ત એટલું જ કે તે પોતાના માટે ઘોડાનો જથો વધારવાની મતલબથી લોકોને તે મિસરમાં પાછા ન મોકલે; કેમ કે યહોવાએ તમને કહ્યું છે કે, તમારે હવે પછી કદી એ રસ્તે પાછા જવું નહિ.


છેવટે, ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે; જો કોઈ સદગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.


Lean sinn:

Sanasan


Sanasan