Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 5:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને યહોવાએ સુલેમાનને વચન આપ્યું હતું, તે પ્રમાણે તેણે તેને જ્ઞાન આપ્યું. અને હીરામ તથા સુલેમાનની વચ્ચે સલાહસંપ હતો. અને તે બંન્‍નેએ અરસપરસ કરાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 પ્રભુએ પોતાનું વચન પાળ્યું અને શલોમોનને જ્ઞાન આપ્યું. હીરામ અને શલોમોન વચ્ચે સલાહસંપ હતો અને તેમણે પરસ્પર મૈત્રીનો કરાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 યહોવાહે સુલેમાનને વચન પ્રમાણે જ્ઞાન આપ્યું હતું. હીરામ તથા સુલેમાનની વચ્ચે સંપ હતો અને તેઓ બન્નેએ અરસપરસ કરાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 અને યહોવાએ સુલેમાંનને વચન આપ્યું હતું, તે મુજબ તેણે તેને જ્ઞાન આપી; અને હીરામ તથા સુલેમાંનની વચ્ચે સુલેહ-શાંતિના કરાર કર્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 5:12
12 Iomraidhean Croise  

એમ તેઓએ બેર-શેબામાં કરાર કર્યો; ત્યારે અબીમેલેખ ને તેનો સેનાપતિ ફીકોલ ઊઠીને પલસ્તીઓના દેશમાં પાછા ગયા.


“મારી તથા તારી વચ્ચે ને મારા પિતાની તથા તારા પિતાની વચ્ચે કરાર થયેલો છે. જો, મેં તારે માટે રૂપાને સોનાની ભેટ મોકલી છે. ચાલ, ઇઝરાયલના રાજા બાશા સાથેનો તારો સંપ તોડ કે, તે મારી પાસેથી જતો રહે.”


તે માટે, જો, મેં તારા કહેવા પ્રમાણે કર્યું છે; જો, મેં તને જ્ઞાની તથા બુદ્ધિવંત હ્રદય આપ્યું છે, એવું કે તારી અગાઉ તારા જેવો કોઈ થયો નથી, ને તારા જેવો કોઈ થશે પણ નહિ.


ઈશ્વરે સુલેમાનને ઘણું જ્ઞાન, સમજશક્તિ તથા સમુદ્રકાંઠાની રેતીના પટસમું વિશાળ મન આપ્યાં હતાં.


સુલેમાન રાજાએ સર્વ ઇઝરાયલમાંથી વેઠ કરનારું લશ્કર ઊભું કર્યું. તે લશ્કર ત્રીસ હજાર માણસનું હતું.


તે માટે મેં તને ડહાપણ તથા વિવેકબુદ્ધિ બક્ષ્યાં છે. વળી હું તેન એટલું બધું ધન, સંપત્તિ તથા માન આપીશ કે જેટલું તારી અગાઉ થઈ ગયેલા કોઈ રાજાઓને ન હતું, ને તારી પાછળના કોઈને મળશે પણ નહિ.”


જો યહોવા ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે; જો યહોવા નગરનું રક્ષણ ન કરે, તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે.


ઇઝરાયલના રાજા દાઉદના પુત્ર સુલેમાનનાં નીતિવચનો:


વળી સભાશિક્ષક સમજણો હતો, તેથી તે લોકોને જ્ઞાન શીખવ્યા કરતો; હા, તે વિચાર કરીને ઘણાં નીતિવચનો શોધી કાઢતો, અને તેમને નિયમસર ગોઠવતો.


યહોવા કહે છે: “તૂરના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ, કેમ કે તેઓએ ભાઈબંધીનો કરાર યાદ ન રાખતાં આખી પ્રજા અદોમને સોંપી દીધી.


તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે, એટલે તેને તે આપવામાં આવશે.


Lean sinn:

Sanasan


Sanasan