Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 3:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 માટે તમારા લોકનો ન્યાય કરવા માટે મને તમારા સેવકને ડહાપણભર્યું હ્રદય આપો કે, જેથી ખરાખોટાનો ભેદ હું પારખી શકું. કેમ કે આ તમારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તેથી તમારા લોક પર ન્યાયપૂર્વક રાજ કરવાને અને ભલુંભૂંડું પારખવાને મને જ્ઞાની હૃદય આપો. નહિ તો, હું કેવી રીતે તમારી આ મહાન પ્રજા પર ન્યાયપૂર્વક રાજ કરી શકું?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 માટે તમારા લોકોનો ન્યાય કરવા મને તમારા સેવકને વિવેક અને બુદ્વિવાળું હૃદય આપો, કે જેથી સાચા અને ખોટાનો તફાવત હું પારખી શકું. કેમ કે આ તમારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેથી, મને વિવેકબુદ્વિવાળું હૃદય આપો; જેથી કરીને હું ન્યાયપૂર્વક તમાંરા લોકો પર રાજ કરી શકું અને તેમને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજાવી શકું, નહિ તો તમાંરા મહાન લોકો પર કોણ રાજ કરી શકશે?”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 3:9
36 Iomraidhean Croise  

વળી મને થયું કે, કૃપા કરીને મારા મુરબ્બી રાજાનું વચન દિલાસારૂપ થશે, કેમ કે મારા મુરબ્બી રાજા સારાનરસાની પારખ કરવામાં ઈશ્વરના દૂત જેવા છે. અને તમારા ઈશ્વર યહોવા તમારી સાથે રહો.”


ઈશ્વરે સુલેમાનના હ્રદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા આખી પૃથ્વી [પરના લોકો] સુલેમાનની હજૂરમાં આવતા.


સુલેમાને આવી વીનંતી કરી, તેથી યહોવા પ્રસન્‍ન થયા.


રજાએ જે ન્યાય કર્યો હતો, તે વિષે સર્વ ઇઝરાયલે સાંભળ્યું, ત્યારે તેઓને રાજાનો ભય લાગ્યો, કેમ કે તેઓએ જોયું કે ન્યાય કરવા તેનામાં ઈશ્વરનું જ્ઞાન છે.


યહોવાએ તને ઇઝરાયલીઓ ઉપર અધિકારી ઠરાવ્યો છે, માટે તે તને વિવેકબુદ્ધિ તથા ડહાપણ આપો કે, તું તારા ઈશ્વર યહોવાના નિયમ પ્રમાણે ચાલે.


મારા પુત્ર સુલેમાનને એવું અંત:કરણ આપો કે તે તમારી આજ્ઞાઓ, તમારા નિયમો તથા તમારા વિધિઓ પાળે તથા આ બધાં કામ કરે અને જે મહેલને માટે મેં તૈયારી કરી છે તે તે બાંધે.”


આ લોકોને લગતી સર્વ બાબતોની વ્યવસ્થા હું કરી શકું, માટે મને ડહાપણ તથા વિવેકબુદ્ધિ આપો; કેમ કે તમારી આ મહાન પ્રજાનો ન્યાય કોણ કરી શકે?”


તમારાં સાક્ષ્યો સદાકાળ ન્યાયયુક્ત છે; મને સમજણ આપો, એટલે હું જીવતો રહીશ. કોફ


મને સમજણ આપો, એટલે હું તમારો નિયમ પાળીશ. હા, મારા ખરા હ્રદયથી તેને માનીશ.


તમારા હાથોએ મને ઘડ્યો તથા બનાવ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવાને માટે મને સમજણ આપો.


પોતાનો માર્ગ સમજવામાં ડાહ્યા માણસનું જ્ઞાન છે; પણ મૂર્ખની મૂર્ખાઈ તેનું કપટ છે.


સોના કરતાં જ્ઞાન મેળવવું એ કેટલું ઉત્તમ છે! અને રૂપા કરતાં બુદ્ધિ પસંદ કરવા યોગ્ય છે.


સાંભળતો કાન અને દેખતી આંખ, બન્‍નેને યહોવાએ બનાવ્યાં છે.


બુદ્ધિ વારસા જેવી ઉત્તમ છે; સૂર્ય જોનારાઓને તે વધારે ઉત્તમ છે.


દશ અમલદારો નગરમાં હોય તેના કરતાં જ્ઞાની માણસને બુદ્ધિ વધારે શક્તિમાન બનાવે છે.


ત્યારે મેં કહ્યું, “ઓ પ્રભુ યહોવા! મેન તો બોલતા આવડતું નથી; કારણ કે હું [હજી] બાળક છું.”


શું તું તારે પોતાને માટે મહત્તા શોધે છે? શોધીશ નહિ; કેમ કે યહોવા કહે છે કે, હું માણસમાત્ર પર વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જ્યાં જશે, ત્યાં ત્યાં હું તારો જીવ લૂંટ તરીકે તને આપીશ.”


તે સમયોને તથા ઋતુઓને બદલી નાખે છે. તે રાજાઓને પદભ્રષ્ટ કરે છે, ને રાજાઓને ગાદીએ બેસાડે છે. તે જ્ઞાનીઓને જ્ઞાન તથા બુદ્ધિમાનોને અક્કલ આપે છે;


પસ્તાવાને માટે હું પાણીએ તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સમર્થ છે, ને હું તેમનાં ચંપલ ઊંચકવા યોગ્ય નથી, તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે.


પણ યોહાને તેમને વારતાં કહ્યું, “તમારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તમે મારી પાસે આવો છો?”


હું મારી જાતે કંઈ કરી શકતો નથી; જે પ્રમાણે હું સાંભળું છું, તે પ્રમાણે ન્યાય ઠરાવું છું. અને મારો ન્યાય અદલ છે, કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવા ચાહું છું.


પાછલાને અમે મોતની મૃત્યુકારક વાસરૂપ, ને આગલાને જીવનની જીવનદાયક વાસરૂપ છીએ. તો એ કર્યાને માટે કોણ યોગ્ય છે?


કોઈ પણ બાબત [નો નિર્ણય] અમારા પોતાનાથી થાય એવા અમે યોગ્ય નથી. અમારી યોગ્યતા ઈશ્વર તરફથી છે.


એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઇચ્છા શી છે તે સમજો.


જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો, અને એમ તમે ખ્રિસ્તના દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ.


પણ જેઓ પુખ્ત ઉંમરના છે, એટલે જેઓની ઈંદ્રિયો ખરુંખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને માટે ભારે ખોરાક છે.


તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે, એટલે તેને તે આપવામાં આવશે.


પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારાં ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભરહિત છે.


Lean sinn:

Sanasan


Sanasan