Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 3:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 સુલેમાને કહ્યું, “તમારા સેવક, મારા પિતા દાઉદ જે પ્રમાણે તમારી આગળ સત્યતાથી, નેકીથી તથા તમારી સાથે પ્રામાણિક હ્રદયથી ચાલ્યા, તે પ્રમાણે તમે તેમના પર મહેરબાની પણ મોટી કરી. અને તમે તેમના પર આ મોટી મહેરબાની રાખી છે એટલે જેમ આજે છે તેમ, તેમના રાજ્યાસન પર બેસવા તમે તેમને દીકરો આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 શલોમોને જવાબ આપ્યો, “તમે તમારા સેવક, મારા પિતા દાવિદ પ્રત્યે હમેશાં પ્રેમ રાખ્યો હતો, અને તે તમારી સાથેના સંબંધોમાં સદાચારી, વફાદાર અને પ્રામાણિક હતા. તેમની જગ્યાએ આજે રાજ કરવા માટે પુત્ર આપીને તમે તેમના પ્રત્યે અવિરત અને પુષ્કળ પ્રેમ રાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેથી સુલેમાને કહ્યું, “તમારા સેવક, મારા પિતા દાઉદ જે પ્રમાણે તમારી આગળ સત્યતાથી, ન્યાયીપણાથી તથા તમારી સાથે પ્રામાણિક હૃદયથી ચાલ્યા, તે પ્રમાણે તમે તેમના પર મોટી કૃપા પણ કરી. તમે તેમના પર આ મોટી કૃપા કરી છે એટલે જેમ આજે છે તેમ, તેમના રાજ્યાસન પર બેસવા તમે તેમને દીકરો આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ત્યારે સુલેમાંને જવાબ આપ્યો, “હે યહોવા, તમે માંરા પિતા દાઉદ પ્રત્યે પુષ્કળ પ્રેમ દર્શાવ્યો છે. કારણ કે તમાંરી સાથેના સંબંધમાં તે પ્રામાંણિક, સત્ય અને વિશ્વાસુ હતા, અને તમાંરી આજ્ઞાઓને આધીન હતા. વળી તમે તેને એક પુત્ર આપીને નાઆજે તેની જગ્યાએ રાજા બનાવ્યો છે તેના પ્રત્યેનો તમાંરો પ્રેમ બતાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 3:6
24 Iomraidhean Croise  

અને તેમણે મને કહ્યું, ‘યહોવા જેની સંમુખ હું ચાલું છું તે પોતાના દૂતને તારી સાથે મોકલશે, ને તારો માર્ગ સફળ કરશે; અને મારા કુટુંબીઓમાંથી, તથા મારા પિતાના ઘરમાંથી મારા દિકરાને માટે તું પત્ની લાવજે.


મારા ન્યાયીપણા પ્રમાણે યહોવાએ મને પ્રતિફળ આપ્યું; મારા હાથની શુદ્ધતા પ્રમાણે તેમણે મને બદલો આપ્યો છે.


એ માટે યહોવાએ મારા ન્યાયીપણા પ્રમાણે, તથા તેમની દષ્ટિમાં મારી શુદ્ધતા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું છે.


“જઈને મારા સેવક દાઉદને કહે, ‘યહોવા એમ કહે છે, કે શું તું મારે રહેવા માટે ઘર બાંધશે?


વળી રાજાએ એમ કહ્યું, “ઇઝરાયલના ઇશ્વર યહોવા જેમણે આજે મારા જોતાં મારા રજ્યાસન પર બેસનાર માણસ મને આપ્યો છે, તેમને ધન્ય હોજો!’”


કેમ કે દાઉદે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું હતું, ને ઊરિયા હિત્તીની બાબત સિવાય જે કંઈ આજ્ઞા યહોવાએ તેને તેના આયુષ્યના સર્વ દિવસોમાં આપી તેમાંથી તે આડોઅવળો ફર્યો ન હતો.


જેથી યહોવાએ મારી બાબતમાં પોતાનું જે વચન આપ્યું હતું તે તે ફળીભૂત કરે, એટલે કે જો તારા વંશજો પોતાના માર્ગ વિષે સંભાળ રાખીને પોતાના પૂરા હ્રદયથી ને પોતાના પૂરા જીવથી સત્યતામાં મારી સમક્ષ ચાલશે, તો તેણે કહ્યું કે, ઇઝરાયલના રાજ્યાસન પર [બેસનાર] માણસની ખોટ તને પડશે નહિ.


અને તારો પિતા દાઉદ ચાલ્યો, તેમ તું મારા વિધિઓ તથા મારી આજ્ઞાઓ પાળીને મારા માર્ગોમાં ચાલશે, તો હું તારું આવરદા વધારીશ.”


વળી તારો પિતા દાઉદ જેમ ચાલ્યો તેમ, મેં તને આપેલી સર્વ આજ્ઞાઓ પ્રમાણે કરવાને જો તું મારી આગળ શુદ્ધ હ્રદયથી ને પ્રામાણિકપણે ચાલશે, ને મારા વિધિઓ તથા મારા નિયમો પાળશે,


હે યહોવા, હું તમારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હ્રદયથી તમારી આગળ ચાલ્યો છું, ને તમારી ર્દષ્ટિમાં જે સારું છે તે કર્યું છે, તેનું હમણાં તમે સ્મરણ કરો.”પછી હિઝકિયા બહુ રડ્યો.


સુલેમાને ઈશ્વરને કહ્યું, ”મારા પિતા દાઉદ ઉપર તમે મોટી કૃપા કરીને તેમની જગાએ મને રાજા ઠરાવ્યો છે.


હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કેમ કે યહોવા તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે.


આ તમારા સેવક સાથે ઉદારતાથી વર્તો, જેથી હું જીવતો રહીને તમારું વચન પાળું.


યહોવાની આગળ હું ગાયન કરીશ, કેમ કે તે મારા પર કૃપાવાન થયા છે.


જે સાધુશીલતા પાળે છે, અને ન્યાયથી વર્તે છે, અને જે પોતાના હ્રદયમાં સત્ય બોલે છે, તે.


મારો સેવક મૂસા એવો નથી. તે મારા આખા ઘરમાં વિશ્વાસુ છે.


એમ તમે સર્વ પ્રકારે ધનવાન થઈને પૂરી ઉદારતા બતાવો કે, જેથી અમારી મારફતે ઈશ્વરની સ્તુતિ થાય.


ભાઈઓ પહેલાં તમારી પાસે આવે, અને જે દાન આપવાનું તમે પ્રથમ વચન આપ્યું હતું તે અગાઉથી ઉઘરાવી રાખે, એવી તેઓને વિનંતી કરવાની અગત્ય મને જણાઈ કે, જબરદસ્તીથી નહિ પણ ઉદારતાથી તે [ઉઘરાણું] તૈયાર રાખવામાં આવે.


Lean sinn:

Sanasan


Sanasan