Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 3:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 રજાએ જે ન્યાય કર્યો હતો, તે વિષે સર્વ ઇઝરાયલે સાંભળ્યું, ત્યારે તેઓને રાજાનો ભય લાગ્યો, કેમ કે તેઓએ જોયું કે ન્યાય કરવા તેનામાં ઈશ્વરનું જ્ઞાન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 શલોમોનના ચુકાદાની જાણ થતાં ઇઝરાયલીઓના મનમાં તેના પ્રત્યે ઊંડું સન્માન પેદા થયું. કારણ, તેમને ખબર પડી કે તકરારોનો યથાર્થ નિકાલ કરવા ઈશ્વરે તેને જ્ઞાન આપ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 રાજાએ જે ન્યાય કર્યો હતો, તે વિષે જયારે સર્વ ઇઝરાયલે સાંભળ્યું, ત્યારે તેઓને રાજાનો ભય લાગ્યો, કેમ કે તેઓએ જોયું કે ન્યાય કરવા તેનામાં ઈશ્વરનું જ્ઞાન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 રાજાએ જે અદલ ઇન્સાફ કર્યો તેની જાણ સમગ્ર ઇસ્રાએલમાં થઈ ગઈ, ત્યારે તેમના રાજયના લોકોના મનમાં રાજા માંટે આદરભાવ જાગ્યો. તેઓ સમજી ગયા કે, એ ન્યાય કરવા માંટે દિવ્ય જ્ઞાન ધરાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 3:28
25 Iomraidhean Croise  

ધન્ય હોજો તમારા ઈશ્વર યહોવાને કે જેમણે તમારા પર પ્રસન્ન થઈને તમને ઇઝરાયલના રાજ્યાસન પર બેસાડ્યા; કેમ કે યહોવાએ ઇઝરાયલ પરના પોતાના સતત પ્રેમને લીધે તમને ન્યાય તથા ઈનસાફ કરવા માટે રાજા ઠરાવ્યા.”


ત્યારે રાજાએ ઉત્તર આપ્યો, પેલી સ્ત્રીને જીવતો છોકરો આપો, એને મારી તો ન જ નાખો. તે જ એની મા છે.”


સુલેમાન રાજા સર્વ ઈઝરાયલ પર રાજા હતો.


સર્વ સરદારો તથા પરાક્રમી પુરુષો, તેમ જ દાઉદ રાજાના બીજા સર્વ પુત્રો પણ સુલેમાન રાજાને આધીન થયા.


તું એઝરા, તારા ઈશ્વરનું જે જ્ઞાન તને પ્રાપ્ત થયેલું છે તે પ્રમાણે અમલદારો તથા ન્યાયાધીશો ઠરાવજે કે, નદી પારના જે લોક તારા ઈશ્વરના નિયમો જાણનારા છે, તે સર્વનો ન્યાય તેઓ કરે; અને જે કોઈ તે નિયમોથી અજાણ હોય તેને તારે શીખવવું.


તે ન્યાયીપણાથી તમારા લોકોનો ન્યાય, અને નિષ્પક્ષપાતથી તમારા દીનોનો ઇનસાફ કરશે.


તે લોકોમાંના દીનોનો ન્યાય કરશે, તે દરિદ્રીઓના દીકરાઓને તારશે, અને જુલમગારને છૂંદી નાખશે.


અને યહોવાએ મિસરીઓ વિરુદ્ધ કરેલું એ અદભૂત કૃત્ય ઇઝરાયલે જોયું, ત્યારે તે લોકો યહોવાથી બીધા; અને યહોવા પર તથા તેમના સેવક મૂસા પર તેમનો વિશ્વાસ બેઠો.


રાજાના હોઠોમાં ઈશ્વરવાણી છે; તેનું મુખ ખોટો ઇનસાફ કરશે નહિ.


મારા દીકરા, યહોવાનું તથા રાજાનું ભય રાખ અને ડગમગતા મનના માણસના કામમાં હાથ ન નાખ;


કોઈ બાબત ગુપ્ત રાખવી એમાં ઈશ્વરનો મહિમા છે; પણ કોઈ વાતનો પત્તો ખોળી કાઢવો એમાં રાજાનું ગૌરવ છે.


મારા વડે રાજાઓ રાજ કરે છે, અને હાકેમો ન્યાય ચૂકવે છે.


દશ અમલદારો નગરમાં હોય તેના કરતાં જ્ઞાની માણસને બુદ્ધિ વધારે શક્તિમાન બનાવે છે.


અને જે ન્યાય કરવા બેસે છે તેને માટે ન્યાયનો આત્મા [થશે] , ને હલ્લો કરનારને દરવાજામાંથી પાછા હઠાડનારના પરાક્રમરૂપ થશે.


હવે આ ચાર છોકરાઓને તો પરમેશ્વરે સર્વ વિદ્યામાં તથા જ્ઞાનમાં કૌશલ્ય અને ચાતુર્ય આપ્યાં. વળી દાનિયેલ સર્વ સંદર્શનો તથા સ્વપ્નોનો મર્મ સમજતો હતો.


તે સમયોને તથા ઋતુઓને બદલી નાખે છે. તે રાજાઓને પદભ્રષ્ટ કરે છે, ને રાજાઓને ગાદીએ બેસાડે છે. તે જ્ઞાનીઓને જ્ઞાન તથા બુદ્ધિમાનોને અક્કલ આપે છે;


રાજાએ દાનિયેલને ઉત્તર આપ્યો, “તું આ મર્મ ખોલી શક્યો છે તે ઉપરથી ખરેખર તમારો ઈશ્વર તે દેવોનો ઈશ્વર, રાજાઓનો પ્રભુ તથા મર્મદર્શક છે.”


તમારા રાજ્યમાં એક માણસ છે, જેનામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે; તમારા પિતાની કારકિર્દીમાં તેનામાં બુદ્ધિ, સમજણ તથા દૈવી જ્ઞાન માલૂમ પડ્યા હતા; તમારા પિતા નબૂખાદનેસ્સાર રાજાએ, હા, તમારા પિતાએ તેને જાદુગરોનો, મંત્રવિદ્યા જાણનારાઓનો, ખાલદીઓનો તથા જોષીઓનો અધિપતિ ઠરાવ્યો હતો;


પરંતુ જેઓને તેડવામાં આવ્યા, પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓને તો ખ્રિસ્ત એ જ ઈશ્વરનું સામર્થ્ય તથા ઈશ્વરનું જ્ઞાન છે.


પણ ઈશ્વર [ની કૃપા] થી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તે તો ઈશ્વર તરફથી આપણે માટે ન, ન્યાયીપણું, પવિત્રીકરણ તથા ઉદ્ધાર થયા છે.


તેઓનાં હ્રદયો દિલાસો પામે, ને ઈશ્વરનો મર્મ જે ખ્રિસ્ત છે તેમને જાણવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રેમમાં જોડાયેલાં રહે.


તેમનામાં તો જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ સંગ્રહ ગુપ્ત રહેલો છે.


તે દિવસે યહોવાએ યહોશુઆને સર્વ ઇઝરાયલની નજર આગળ મોટો મનાવ્યો. અને તેઓ જેમ મૂસાની તેમ તેના આયુષ્યના સર્વ દિવસભર તેની બીક રાખતા હતા.


પછી શમુએલે યહોવાને વિનંતી કરી, અને તે દિવસે યહોવએ ગર્જના તથા વરસાદ મોકલ્યાં. એથી સર્વ લોકો યહોવાથી તથા શમુએલથી બીધા.


Lean sinn:

Sanasan


Sanasan