Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 3:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તે માટે, જો, મેં તારા કહેવા પ્રમાણે કર્યું છે; જો, મેં તને જ્ઞાની તથા બુદ્ધિવંત હ્રદય આપ્યું છે, એવું કે તારી અગાઉ તારા જેવો કોઈ થયો નથી, ને તારા જેવો કોઈ થશે પણ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તે માટે મેં તારી ઇચ્છા પ્રમાણે કર્યું છે. મેં તને જ્ઞાની તથા વિવેકબુદ્ધિવાળું હૃદય આપ્યું છે. હવે કૌશલ્ય અને બુદ્ધિમતામાં તારી અગાઉ તારા જેવો કોઈ થયો નથી અને હવે પછી તારા જેવો કોઈ થશે પણ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 અને એટલે જ જો, હું તારી માંગણી પૂરી કરું છું. હું તને એવું ડહાપણ અને સમજ શકિતવાળું હૃદય આપું છું કે, તારા પહેલાં તારા જેવો કોઈ થયો નથી અને તારા પછી કોઈ થવાનો નથી.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 3:12
25 Iomraidhean Croise  

માટે તારા ડહાપણ પ્રમાણે વર્તજે, ને તેનું પળિયાંવાળું માથું તું શાંતિએ કબરમાં ઊતરવા ન દેતો.


પણ હવે તું તેને નિર્દોષ ગણીશ નહિ, કેમ કે તું બુદ્ધિમાન છે. તારે તેને શું કરવું તે તને માલૂમ પડશે, તેનું પળિયાંવાળું માથું તું લોહીલુહાણ સ્થિતિમાં કબરમાં ઉતારજે.”


રજાએ જે ન્યાય કર્યો હતો, તે વિષે સર્વ ઇઝરાયલે સાંભળ્યું, ત્યારે તેઓને રાજાનો ભય લાગ્યો, કેમ કે તેઓએ જોયું કે ન્યાય કરવા તેનામાં ઈશ્વરનું જ્ઞાન છે.


અને યહોવાએ સુલેમાનને વચન આપ્યું હતું, તે પ્રમાણે તેણે તેને જ્ઞાન આપ્યું. અને હીરામ તથા સુલેમાનની વચ્ચે સલાહસંપ હતો. અને તે બંન્‍નેએ અરસપરસ કરાર કર્યો.


મારા ચાકરો તે લબાનોન પરથી સમુદ્રકાંઠે ઉતારી લાવશે, અને જે સ્થળ તમે મુકરર કરશો ત્યાં તે સમુદ્ર માર્ગે લઈ જવા માટે હું તેમના તરાપા બંધાવીશ, ને ત્યાં [લાવીને] તે છોડી નંખાવીશ, પછી તમે તે ત્યાંથી લઈ જજો, અને તમે મારા ઘરનાંને ખોરાકી પૂરી પાડજો, એટલે મારી ઇચ્છા પૂરી થશે.”


યહોવાએ સુલેમાનને સર્વ ઇઝરાયલની ર્દષ્ટિમાં બહુ જ મોટો કર્યો, ને તેની અગાઉના કોઈ પણ ઇઝરાયલના રાજાને ન હતો એવો રાજ્યવૈભવ યહોવાએ તેને આપ્યો.


વળી હિરામે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા જમણે આકાશ તથા પૃથ્વી બનાવ્યા તેમને ધન્ય હો કે તેમણે દાઉદ રાજાને જ્ઞાની ને વિવેકબુદ્ધિ તથા સમજણથી ભરપુર એવો દીકરો આપ્યો છે કે, જે યહોવાને માટે મંદિર, તથા પોતાના રાજ્યને માટે મહેલ બાંધે.


ઇઝરાયલના રાજા સુલેમાનને શું એ બાબતો વિષે પાપ નહોતું કર્યું? જો કે ઘણા રાષ્ટ્રોમાં તેના જેવો રાજા કોઈ ન હતો, તે પોતાના ઈશ્વરનો વહાલો હતો, અને ઈશ્વરે તેને સર્વ ઇઝરાયલીઓ ઉપર રાજા ઠરાવ્યો હતો; તેમ છતાં તેની પરદેશી સ્ત્રીઓએ તેની પાસે પાપ કરાવ્યું.


યહોવા, તમે નમ્રની અભિલાષા માન્ય કરી છે; તમે તેઓનાં હ્રદયોને તૈયાર કરશો, તમે કાન ધરશો;


કેમ કે યહોવા જ્ઞાન આપે છે; તેમના મુખમાંથી ડહાપણ તથા બુદ્ધિ [નીકળે છે] ;


પૃથ્વી ઉપર જે કાર્યો બને છે તે સર્વની જ્ઞાનથી શોધ કરવાને તથા તેમનું રહસ્ય સમજવાને મેં મારું મન લગાડયું. એ કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે.


મેં મારા મન સાથે એવી વાત કરી, “જેઓ મારી અગાઉ યરુશાલેમમાં થઈ ગયા તે સર્વ કરતાં મેં અધિક જ્ઞાન મેળવ્યું છે; મારા મનને જ્ઞાનનો તથા વિદ્યાનો ઘણો અનુભવ થયેલો છે.”


તેઓ હાંક મારે ત્યારે પહેલાં હું તેઓને ઉત્તર આપીશ; અને તેઓ હજી તો બોલતા હશે, એટલામાં હું તેઓનું સાંભળીશ.


હવે આ ચાર છોકરાઓને તો પરમેશ્વરે સર્વ વિદ્યામાં તથા જ્ઞાનમાં કૌશલ્ય અને ચાતુર્ય આપ્યાં. વળી દાનિયેલ સર્વ સંદર્શનો તથા સ્વપ્નોનો મર્મ સમજતો હતો.


દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠીને એને અપરાધી ઠરાવશે, કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી. પણ જુઓ, સુલેમાન કરતાં અહીં એક મોટો છે.


કેમ કે હું તમને એવું મોં તથા એવી બુદ્ધિ આપીશ કે, તમારો કોઈ પણ વિરોધી પ્રત્યુત્તર આપી શકશે નહિ, અને સામો પણ થઈ શકશે નહિ.


અને નૂનનો દીકરો યહોશુઆ નથી ભરપૂર હતો, કેમ કે તેના પર મૂસાએ પોતાનો હાથ મૂક્યો હતો. અને ઇઝરાયલી લોકોએ તેનું કહેવું માન્યું, ને જેમ યહોવાએ મૂસાને આ આપી હતી તેમ તેઓએ કર્યું.


તેમનામાં તો જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ સંગ્રહ ગુપ્ત રહેલો છે.


Lean sinn:

Sanasan


Sanasan