Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 3:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને ઈશ્વરે તેને કહ્યું, “તેં એવું વરદાન માગ્યું છે, ને પોતાને માટે દીર્ધાયુષ્ય માગ્યું નથી. વળી તેં પોતાને માટે દ્રવ્ય માગ્યું નથી, તેમ તારા શત્રુઓના જીવ માગ્યા નથી. પણ ન્યાય કરવા માટે પોતાને માટે બુદ્ધિ માગી છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11-12 તેથી તેમણે તેને કહ્યું, “પોતાને માટે દીર્ઘાયુષ્ય, સમૃદ્ધિ અથવા તારા શત્રુઓના જાન નહિ માગતાં તેં ન્યાયપૂર્વક રાજ કરવા જ્ઞાન માગ્યું હોઈ તારી માગણી હું પૂરી કરીશ. અગાઉ થઈ ગયેલા અથવા હવે પછી થનાર કોઈ માણસ પાસે ન હોય એવાં જ્ઞાન અને સમજણ હું તને આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેથી ઈશ્વરે તેને કહ્યું, “તેં યોગ્ય માગણી કરી છે અને પોતાના માટે લાબું આયુષ્ય માગ્યું નથી. વળી તેં પોતાને માટે સંપત્તિ અથવા તારા દુશ્મનોના જીવ માગ્યા નથી, પણ ન્યાય કરવા માટે બુદ્ધિ માગી છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 અને તેણે સુલેમાંનને કહ્યું, “તેં આ માંગણી કરી છે અને પોતાના માંટે લાબું આયુષ્ય કે સંપત્તિ કે તારા દુશ્મનોનાં મોત પણ માંગ્યાઁ નથી, પરંતુ ન્યાય પૂર્વક લોકો પર રાજય કરવા માંટે ડહાપણ માંગ્યું છે,

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 3:11
10 Iomraidhean Croise  

સુલેમાને આવી વીનંતી કરી, તેથી યહોવા પ્રસન્‍ન થયા.


રજાએ જે ન્યાય કર્યો હતો, તે વિષે સર્વ ઇઝરાયલે સાંભળ્યું, ત્યારે તેઓને રાજાનો ભય લાગ્યો, કેમ કે તેઓએ જોયું કે ન્યાય કરવા તેનામાં ઈશ્વરનું જ્ઞાન છે.


માટે તમારા લોકનો ન્યાય કરવા માટે મને તમારા સેવકને ડહાપણભર્યું હ્રદય આપો કે, જેથી ખરાખોટાનો ભેદ હું પારખી શકું. કેમ કે આ તમારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે?”


ઈશ્વરે સુલેમાનને કહ્યું, “તારા અંત:કરણમાં આ હતું, તેં ધન, સંપત્તિ કે ગૌરવ કે તારો દ્વેષ કરનારાઓના જીવ માગ્યા નહિ; પરંતુ મારા જે લોક ઉપર મેં તને રાજા ઠરાવ્યો છે, તેઓનો ન્યાય તું કરી શકે માટે તેં પોતાને માટે ડહાપણ તથા વિવેકબુદ્ધિ માગ્યાં છે.


કોણ અમારી આબાદાની કરી બતાવશે? એવું પૂછનાર ઘણા છે. હે યહોવા, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો.


માથે પળિયાં એ મહિમાનો મુગટ છે. તે નેકીના માર્ગમાં માલૂમ પડશે.


શું તું તારે પોતાને માટે મહત્તા શોધે છે? શોધીશ નહિ; કેમ કે યહોવા કહે છે કે, હું માણસમાત્ર પર વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જ્યાં જશે, ત્યાં ત્યાં હું તારો જીવ લૂંટ તરીકે તને આપીશ.”


તે પ્રમાણે [પવિત્ર] આત્મા પણ આપણી નિર્બળતામાં [આપણને] સહાય આપે છે; કેમ કે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિ:સાસાથી આપણે માટે મધ્યસ્થતા કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan