Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 22:43 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 તે પોતાના પિતા આસાના પૂરેપૂરા માર્ગે‍ ચાલ્યો, તેમાંથી આડો કે અવળો ન જતાં તેણે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે જ કર્યું. તો પણ ઉચ્ચસ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહિ. હજુ લોકો ઉચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતા ને ધૂપ બાળતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

43 પોતાના પિતા આસાની જેમ તેણે પ્રભુની દૃષ્ટિમાં જે યોગ્ય હતું તે કર્યું; પણ ભક્તિનાં વિધર્મી ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવ્યો નહોતો અને લોકોએ ત્યાં બલિદાનો ચઢાવવાનું અને ધૂપ બાળવાનું ચાલું રાખ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 તે તેના પિતા આસાને પગલે ચાલ્યો અને તેમાંથી ચલિત ન થતાં તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે જ કર્યું. જોકે, ઉચ્ચસ્થાનો કાઢી નાખવામાં આવ્યાં નહોતાં. લોકો હજી તેમાં યજ્ઞ કરતા અને ધૂપ બાળતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 તે તેના પિતા આસાને પગલે ચાલ્યો અને તેના માંગેર્થી ચલિત થયો નહિ. તેણે યહોવાને જે સારું લાગ્યું તે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 22:43
25 Iomraidhean Croise  

કેમ કે તેઓએ દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડ નીચે પોતાને માટે ઉચ્ચસ્થાનો, સ્તંભો તથા અશેરીમ બનાવ્યાં.


જેમ તેના પિતૃ દાઉદે કર્યું હતું તેમ આસાએ યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું.


પણ ઉચ્ચસ્થાનો દૂર કરવામાં આવ્યા નહિ, તોપણ આસાના સર્વ દિવસોભર તેનું હ્રદય યહોવા પ્રત્યે સંપૂર્ણ હતું.


કેમ કે દાઉદે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું હતું, ને ઊરિયા હિત્તીની બાબત સિવાય જે કંઈ આજ્ઞા યહોવાએ તેને તેના આયુષ્યના સર્વ દિવસોમાં આપી તેમાંથી તે આડોઅવળો ફર્યો ન હતો.


યહોશાફાટ રાજ કરવા લાગ્યો, ત્યારે તે પાંત્રીસ વર્ષની વયનો હતો. તેણે પચીસ વર્ષ યરુશાલેમમાં રાજ કર્યું. તેની માનું નામ અઝુબા હતું, તે શિલ્હીની દીકરી હતી.


એટલું જ કે લોકો ઉચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતાં, કેમ કે તે દિવસો સુધી યહોવાના નામને અર્થે મંદિર બાંધવામાં આવ્યું નહોતું.


તોપણ ઉચ્ચસ્થાનો કાઢી નાખવામાં આવ્યાં નહિ; લોકો હજી ઉચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતા હતા તથા ધૂપ બાળતા હતા.


જો તમે મને કહેશો કે, ‘અમે અમારા ઈશ્વર યહોવા પર ભરોસો રાખીએ છીએ.’ તો શું, તે એ જ દેવ નથી કે જેનાં ઉચ્ચસ્થાનો તથા જેની વેદીઓ હિઝકિયાએ કાઢી નાખ્યા છે, ને યહૂદિયાને તથા યરુશાલમને ફરમાવ્યું છે કે, ‘તમારે યરુશાલેમમાં આ જ વેદી આગળ ધર્મક્રિયાઓ કરવી?’


આસાએ પોતાના ઈશ્વર યહોવાને વિનંતી કરી, “હે યહોવા, બળવાનની વિરુદ્ધ નિર્બળને સહાય કરનાર, તમારા સવાય બીજો કોઈ નથી. હે યહોવા, અમારા ઈશ્વર, અમને સહાય કરો. અમે તમારા પર ભરોસો રાખીએ છીએ, તમારે નામે અમે આ મોટા સૈન્યની સામે આવ્યા છીએ. હે યહોવા, તમે અમારા ઈશ્વર છો; તમારી વિરુદ્ધ માણસ ફાવી જાય નહિ.”


પણ ઇઝરાયલમાંથી ઉચ્ચસ્થાનો કાઢી નાંખવાં નહિ. તોપણ તેની હયાતી સુધી આસાનું અંત:કરણ [યહોવા પ્રત્યે] સંપૂર્ણ હતું.


જ્યારે આસાએ પ્રબોધક ઓદેદના સંદેશાના એ શબ્દો સાંભળ્યાં ત્યારે તેણે હિંમ્મત રાખીને યહૂદિયા તથા બિન્યામીનનાં આખા દેશમાંથી તથા જે નગરો તેણે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં જીતી લીધાં હતાં તેઓમાંથી તેણે ધિક્કારપાત્ર મૂર્તિઓ કાઢી નાખી. તેણે યહોવાના મંદિરના ચોક આગળની યહોવાની વેદી સમરાવી.


હું કંઈ અધમ વસ્તુ મારી દષ્ટિમાં રાખીશ નહિ; પાછા હઠનારાના કામથી હું કંટાળું છું; [તેમની કંઈ અસર] મને થશે નહિ.


જેઓ પોતાને આડેઅવળે માર્ગે વળે છે, તેઓને યહોવા દુષ્ટોની સાથે લઈ જશે. ઇઝરાયલ ઉપર શાંતિ થાઓ.


જે માણસ યહોવા પર ભરોસો રાખે છે, અને અહંકારીને તથા સત્ય માર્ગથી ફરી જનાર જૂઠાને ગણકારતો નથી, તેને ધન્ય છે.


જે માર્ગ મેં તેઓને ફરમાવ્યો હતો તેમાંથી તેઓ વહેલા ભટકી ગયા છે. તેઓએ પોતાને માટે ઢાળેલું વાછરડું બનાવ્યું છે, ને તેની પૂજા કરી છે, ને તેને અર્પણ ચઢાવ્યું છે, ને કહ્યું છે, ‘હે ઇઝરાયલ, તને મિસર દેશમાંથી કાઢી લાવનાર દેવ તે આ છે.’”


ડાહ્યો દીકરો પોતાના પિતાની શિખામણ [માને છે] ; પણ તિરસ્કાર કરનાર માણસ ઠપકાને કાન દેતો નથી.


જમણે કે ડાબે હાથે મરડાઈને જતો નહિ; દુષ્ટતાથી તારો પગ દૂર કર.


Lean sinn:

Sanasan


Sanasan