Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 22:39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 હવે આહાબનાં બાકીનાં કૃત્યો, તથા તેણે જે જે કર્યું, તેણે જે હાથીદાતનું ઘર બાંધ્યું, તથા તેણે જે જે નગરો બાંધ્યાં, તે સર્વ ઇઝરાયલના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

39 આહાબનાં બાકીનાં કાર્યો તેણે પોતાનો મહેલ હાથીદાંતથી સજાવ્યો તે તથા તેણે બાંધેલાં નગરો એ બધું ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 આહાબનાં બાકીનાં કાર્યો, તેણે જે સર્વ કર્યું, તથા તેણે બંધાવેલા હાથીદાંતનો મહેલ તેમ જ તેણે જે જે નગરો બાંધ્યા તે સર્વ ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલા નથી શું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 આહાબના શાસનના બીજા બનાવોની અને તેનાં કાર્યોની, તેણે બંધાવેલાં હાથીદાંતનાં મહેલની અને તેણે કિલ્લેબંધી કરાવેલા નગરો, તે સર્વ ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ નામક ગ્રથમાં લખાયેલું છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 22:39
16 Iomraidhean Croise  

તે ઉપરાંત રાજાએ હાથીદાંતનું એક મોટું સિહાસન બનાવ્યું, અને તેના પર ચોખ્ખુ સોનું મઢ્યું.


કેમ કે રાજાનો તાર્શીશ વહાણનો એક કાફલો હીરામના કાફલા સાથે સમુદ્ર પર ફરતો હતો. દર ત્રણ વર્ષે એક વાર તાર્શીશનો કાફલો સોનું, રુપું, હાથીદાંત, વાનરો તથા મોર લઈને આવતો હતો.


યરોબામના બાકીના કૃત્યો, એટલે તેણે કેવી રીતે યુદ્ધ કર્યું, તથા કેવી રીતે રાજ ચલાવ્યું, એ જુઓ, ઇઝરયલનાં રાજાઓના કાળવૃતાંતનાં પુસ્તકમાં લખેલાં છે.


આસાનાં બાકીના સર્વ કૃત્યો, તેના સર્વ પરાક્રમો, તથા તેણે જે કર્યું સર્વ, તથા તેણે જે નગરો બાંધ્યાં, તે યહૂદિયાના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું? પણ તેની વૃદ્ધાવસ્થામાં તેના પગમાં દરદ થયું.


હવે નાદાબનાં બાકીનાં કૃત્યો તથા તેણે જે કંઈ કર્યું તે સર્વ ઇઝરાયલના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શુ?


હવે ઝિમ્રીનાં બાકીનાં કૃત્યો, તથા તેણે કરેલો રાજદ્રોહ, તે ઇઝરાયલના રાજાઓના કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?


હવે ઓમ્રીનાં કરેલાં બાકીનાં કૃત્યો, તથા તેણે જે પરાક્રમ બતાવ્યું તે સર્વ ઇઝરાયલના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?


હવે બાશાના બાકીના કૃત્યો, તથા તેણે જે કંઈ કર્યું તે તથા તેનું પરાક્રમ, એ સર્વ ઇઝરાયલના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?


અને આહાબ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો, અને તેના દીકરા અહાઝ્યાએ તેને સ્થાને રાજ કર્યું.


હવે અહાઝ્યાએ કરેલાં બાકીનાં કૃત્યો ઇઝરાયલના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?


હવે શાલ્લૂમનાં બાકીના કૃત્યો, તથા તેણે જે બંડ કર્યું તે, જુઓ, ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં છે.


તમારાં બધાં વસ્ત્ર બોળ, અગર [તથા] તજની [સુગંધથી મહેકે છે] ; હાથીદાંતના મહેલોમાં તારનાં વાજિંત્રો તમને આનંદ પમાડે છે.


દેદાનના માણસો તારી સાથે વેપાર કરતા હતા. ઘણા ટાપુઓ તારા હાથ નીચે વેપાર કરતા હતા. તેઓ હાથીદાંત તથા અબનૂસનાં નજરાણાં તારે માટે લાવતા.


તેઓએ તારાં હલેસાં બાશાનના એલોનકાષ્ટનાં બનવ્યાં છે; તેઓએ તારી તૂતક કિત્તિમ બેટોથી લાવવામાં આવેલા સરળ કાષ્ટની તથા હાથીદાંતજડિત બનાવી છે.


હું શિયાળાના મહેલો તથા ઉનાળાના મહેલો, બન્નેનો નાશ કરીશ. અને હાથીદાંતના મહેલો નાશ પામશે, ને ઘણાં ઘરો પાયમાલ થશે, “એવું યહોવા કહે છે.


તમે હાથીદાંતના પલંગો પર સૂઓ છો, ને પોતાનાં બિછાનામાં લાંબા થઈને આળોટો છો, અને ટોળામાંથી હલવાનો, ને કોડમાંથી વાછરડાને લાવી ખાઓ છો.


Lean sinn:

Sanasan


Sanasan