Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 22:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 મિખાયાએ કહ્યું, “જીવતા યહોવાના સમ કે યહોવા મને જે કહેશે, તે જ હું બોલીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 પણ મિખાયાએ જવાબ આપ્યો, “જીવતા પ્રભુના સોગંદ ખાઉં છું કે તે મને જે કહેજે તે જ હું કહીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 મિખાયાએ જવાબ આપ્યો, “જીવતા યહોવાહના સમ કે મને તો યહોવાહ જે કહેશે, તે જ હું બોલીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પરંતુ મીખાયાએ કહ્યું, “યહોવાના સમ હું તો યહોવા કહેશે તે જ પ્રમાંણે કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 22:14
19 Iomraidhean Croise  

ગિલ્યાદમાં આવી વસેલાઓમાંના તિશ્બી એલિયાએ આહાબને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા જેમની સમક્ષ હું ઊભો રહું છું, તેમના જીવના સમ કે હવેના વરસોમાં ઝાકળ તથા વરસાદ ફક્ત મારા કહેવા પ્રમાણે જ પડશે.”


તમારા ઇશ્વર યહોવાના જીવના સમ કે, એવી કોઈ પ્રજા કે રાજ્ય નથી કે, જ્યાં તમારી શોધ કરવા મારા ધણીએ માણસ મોકલ્યા ન હોય, અને જ્યારે તેઓએ કહ્યુ. ‘તે અહીં નથી, ’ ત્યારે તમે તેઓને નથી મળ્યા, એ બાબતના સમ તેણે તે રાજ્ય તથા પ્રજાને ખવડાવ્યા.


એલિયાએ કહ્યું, “સૈન્યોના યહોવા કે જેમની સમક્ષ હું ઊભો રહું છું, તેમના સમ કે, હું નક્કી આજે તેને મળીશ.”


જે સંદેશવાહક મિખાયાને તેડવા ગયો હતો, તેણે મિખાયાને કહ્યું, “હવે પ્રબોધકોની વાણી સર્વાનુમતે રાજાને માટે સારું ભવિષ્ય કહે છે; તો કૃપા કરીને તમારું વચન પણ તેઓમાંના એકના વચન જેવું હોય, ને તમે પણ હિતવચન ઊચ્ચારજો.”


જે પ્રબોધકને સ્વપ્ન આવ્યું હોય, તે ભલે સ્વપ્ન પ્રગટ કરે; અને જેની પાસે મારું વચન આવ્યું હોય, તે મારું વચન સત્યતાથી બોલે. ઘઉંની આગળ પરાળ શી વિસાતમાં છે?” એવું યહોવા કહે છે.


પછી યર્મિયા પ્રબોધકે યરુશાલેમમાં યહૂદિયાના રાજા સિદકિયાને આ સર્વ વચન કહી સંભળાવ્યાં,


ત્યારે યર્મિયા પ્રબોધકે તેઓને કહ્યું, “મેં તમારું સાંભળ્યું છે. જુઓ, હું તમારા કહ્યા પ્રમાણે તમારા ઈશ્વર યહોવાની પ્રાર્થના કરીશ. અને યહોવા તમને જે કંઈ ઉત્તર આપશે, તેની હું તમને ખબર આપીશ; હું કંઈ પણ તમારાથી છાનું રાખીશ નહિ.”


અને બાલામે બાલાકના સેવકોને ઉત્તર આપ્યો, “જો બાલાક પોતાનું ઘર ભરીને સોનુંરૂપું મને આપે તોપણ યહોવા મારા ઈશ્વરની વાણીનું ઉલ્લંઘન કરીને હું તેથી વધતુંઓછું કરી શકતો નથી.


અને બલામે બાલાકને કહ્યું, “જો, હું તારી પાસે આવ્યો છું. શું હવે ગમે તે બોલવઅની મને કંઈ સત્તા છે? જે વાત ઈશ્વર મારા મુખમાં મૂકે, તે જ હું બોલીશ.”


અને બલામે તેઓને કહ્યું, “આજની રાત અહીં ઉતારો કરો, ને યહોવા મને કહેશે તેવી હું તમને ખબર આપીશ.” અને મોઆબના આગેવાનો બલામની સાથે રહ્યા.


જો બાલાક પોતાનું ઘર ભરીને સોનુંરૂપું મને આપે, તોપણ મારી પોતાની મરજી પ્રમાણે ભલું કે ભૂંડું કરવાને હું યહોવાની આજ્ઞા નું ઉલ્લંઘન કરી શકતો નથી. યહોવા જે બોલે તે જ હું બોલીશ?


કેમ કે ઘણાની જેમ અમે ઈશ્વરની વાતમાં ભેળ કરતા નથી, પણ શુદ્ધ અંત:કરણથી તથા ઈશ્વરના [અધિકારથી] તથા ઈશ્વરની સમક્ષ [બોલતા હોઈએ] તેમ અમે ખ્રિસ્તમાં બોલીએ છીએ.


પણ શરમભરેલી ગુપ્ત વાતોનો ઇનકાર કરીને અમે કાવતરાં કરતા નથી, અને ઈશ્વરની વાત [પ્રગટ કરવા] માં ઠગાઈ કરતા નથી. પણ સત્ય પ્રગટ કર્યાથી ઈશ્વરની આગળ અમે પોતાના વિષે સર્વ માણસોનાં અંત:કરણમાં ખાતરી કરી આપીએ છીએ.


તો હમણાં હું માણસોની કૃપા મેળવી લેવાને યત્ન કરું છું કે ઈશ્વરની? અથવા શું હું માણસોને રાજી કરવા ચાહું છું? જો હજી સુધી હું માણસોને રાજી કરતો હોઉં, તો હું ખ્રિસ્તનો સેવક નથી.


Lean sinn:

Sanasan


Sanasan