Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 22:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને કનાનાના દીકરા સિદકિયાએ પોતાને માટે લોઢાનાં શિંગ બનાવીને કહ્યું, “યહોવા આમ કહે છે, ‘અરામીઓનો નાશ થતાં સુધી તું આ વડે તેમને હડસેલી કાઢશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તેઓમાંથી કનાનાના પુત્ર સિંદકિયાએ લોઢાના શિંગ બનાવી આહાબને કહ્યું, “પ્રભુ આમ કહે છે: ‘આના વડે તમે અરામીઓ સાથે લડીને તેમને ખતમ કરી નાખશો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 કેનાહના દીકરા સિદકિયાએ પોતાને માટે લોખંડના શિંગડાં બનાવીને કહ્યું, “યહોવાહ આમ કહે છે, ‘અરામીઓનો નાશ થતાં સુધી તું આ વડે તેઓને નસાડી મૂકશે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 આ બધાં પ્રબોધકોમાં એક પ્રબોધક સિદકિયા હતો, જે કનાઅનાહનો પુત્ર હતો. તેણે લોખંડના શિંગડા બનાવીને જાહેર કર્યું, “યહોવા કહે છે કે ‘આ લોખંડના શિંગડાઓ વાપરીને તમે અરામીઓને ઘાયલ કરશો અને અંતે તેમનો નાશ થશે.’”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 22:11
20 Iomraidhean Croise  

અને સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો, “રામોદ-ગિલ્યાદ પર ચઢાઇ કરીને ફતેહ મેળવ; કેમ કે યહોવા રામોદ-ગિલ્યાદને રાજાના હાથમાં સોંપશે.”


ત્યારે કનાનાના દીકરા સિદકિયાએ પાસે આવીને મિખાયાને ગાલ પર [તમાચો] મારીને કહ્યું, “યહોવાનો આત્મા તારી સાથે બોલવા માટે મારી પાસેથી કયે માર્ગે થઈને ગયો?”


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જે પ્રબોધકો તમને પ્રબોધ કરે છે તેઓનાં વચનો સાંભળશો નહિ; તેઓ તમને વ્યર્થ વાતો શીખવે છે. તેઓ યહોવાના મુખનું નહિ, પણ પોતાના હ્રદયમાં કલ્પેલું સંદર્શન પ્રગટ કરે છે.


જેઓ મને તુચ્છ ગણે છે તેઓને તેઓ કહેતા ફરે છે, ‘યહોવા બોલ્યા છે કે, તમને શાંતિ થશે.’ અને જોએ પોતાના હ્રદયના દુરાગ્રહ પ્રમાણે ચાલે છે તે સર્વને તેઓ કહે છે, ‘તમારા પર વિપત્તિ આવશે નહિ.’


‘મને સ્વપ્ન આવ્યું છે, મને સ્વપ્ન આવ્યુમ છે, ’ એવો જે પ્રબોધકો મારે નામે ખોટો પ્રબોધ કરે છે, તેઓએ જે કહ્યું તે મેં સાંભળ્યું છે.


યહોવા કહે છે કે, જુઓ, જે પ્રબોધકો, ‘આ તેમનું બોલવું છે, ’ એમ પોતાની જ જીભ વાપરીને બોલે છે તેઓની વિરુદ્ધ હું છું.


“યહોવા મને કહે છે કે, તું તારે પોતાને માટે બંધનો તથા ઝૂંસરીઓ તૈયાર કરીને તારી પોતાની ગરદન પર મૂક;


“કોલાયાનો પુત્ર આહાબ તથા મોસાયાનો પુત્ર સિદકિયા મારે નામે તમને ખોટું ભવિષ્ય કહે છે, તેથી તેઓ વિષે હું સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહું છું, જુઓ, હું તેઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપીશ. અને તે તમારા દેખતાં તેઓને મારી નાખશે;


મેં તે મેંઢાને પશ્ચિમ તરફ, ઉત્તર તરફ તથા દક્ષિણ તરફ માથાં મારતો જોયો. અને કોઈ પણ જાનવર તેની આગળ ટકી શકતું નહોતું, ને તેના હાથમાંથી છોડાવી શકે એવું કોઈ પણ નહોતું; તે પોતાની મરજી પ્રમાણે કરતો હતો, ને બડાઈ મારતો હતો.


તેના નેતાઓ લાંચ લઈને ઇનસાફ કરે છે ને તેના યાજકો પગાર લઈને બોધ કરે છે, ને તેના પ્રબોધકો પૈસા લઈને જોષ જુએ છે. એમ છતાં પણ તેઓ યહોવા પર આધાર રાખે છે, ને કહે છે, “શું યહોવા આપણી સાથે નથી? આપણા પર કોઈ પણ આપત્તિ આવશે નહિ.”


તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરબંધ લીધો, અને [તેનાથી] પોતાના હાથ પગ બાંધીને કહ્યું, “પવિત્ર આત્મા કહે છે કે, જે માણસનો આ કમરબંધ છે તેને યરુશાલેમમાંના યહૂદીઓ આવી રીતે બાંધીને વિદેશીઓના હાથમાં સોંપશે.”


તેનો પ્રથમ જન્મેલો ગૌરવવાન બળદના જેવો છે, તેનાં શિંગડાં રાની બળદનાં શિંગડાં જેવાં છે; તેઓ વડે પૃથ્વીની સીમા સુધીના સર્વ લોકોને તે માથાં મારશે, તેના જેવા એફ્રાઈમના દશ હજારો, અને મનાશ્શાના હજારો છે.”


જેમ જાન્‍નેસ તથા જામ્બ્રેસ મૂસાની સામા થયા, તેમ એવા માણસો પણ સત્યની સામા થાય છે. તેઓ ભ્રષ્ટ મતિના, વિશ્વાસથી પતિત થયેલા માણસો છે.


Lean sinn:

Sanasan


Sanasan