Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 21:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પણ તેની પત્ની ઇઝબેલે તેની પાસે આવીને તેને કહ્યું, “તમારો આત્મા આટલો બધો ઉદાસ કેમ છે કે, તમે રોટલી પણ ખાતા નથી?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેની પત્ની ઇઝબેલે તેની પાસે જઈને તેને પૂછયું, “તમે કેમ નિરાશ થઈ ગયા છો? કેમ ખાતા નથી?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેની પત્ની ઇઝબેલે તેની પાસે આવીને કહ્યું, “તું આટલો બધો ઉદાસ કેમ થયો છે? તેં ખાવાની પણ ના પાડી?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેની પત્ની ઇઝેબેલે તેની પાસે આવીને કહ્યું, “તમે આટલા બધા ઉદાસ કેમ છો? અને તમે ખાવાની ના કેમ પાડો છો?”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 21:5
10 Iomraidhean Croise  

અને તે વૃક્ષનું ફળ ખાવાને માટે સારું, ને જોવામાં સુંદર, ને જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ એવું એ વૃક્ષ છે, તે જોઈને સ્‍ત્રીએ ફળ તોડીને ખાધું; અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું, ને તેણે ખાધું.


તેણે આમ્નોનને કહ્યું, “હે રાજપુત્ર, તું રોજ રોજ કેમ સુકાતો જાય છે? શું મને તું નહિ કહે?” આમ્નોને તેને કહ્યું, “મારા ભાઈ આબ્શાલોમની બહેન તામારનો મને મોહ લાગ્યો છે.”


અને એમ થયું કે નબાટના દીકરા યરોબામનાં પાપને માર્ગે ચાલવું એ તો જાણે તેને માટે એક નજીવી બાબત હોય તેમ તે સિદોનીઓના રાજા એથ્બાલની દીકરી ઇઝબેલ સાથે પરણ્યો, ને તેણે જઈને બાલની સેવા કરીને તેની ભક્તિ કરી.


કેમ કે ઇઝબેલ યહોવાના પ્રબોધકોને મારી નાખતી હતી. ત્યારે એમ થયું કે ઓબાદ્યાએ સો પ્રબોધકોને લઈને પચાસ પચાસની ટોળી કરીને તેમને ગુફામાં સંતાડ્યાં, ને રોટલી તથા પાણીથી તેમનું પોષણ કર્યું.)


ત્યારે ઇઝબેલે એલિયા પાસે સંદેશિયા મોકલીને કહાવ્યું, “કાલ આસરે આ સમય સુધીમાં. હું તારા જીવને એ પ્રબોધકોમાંના એકનાં જીવ જેવો ન કરું, તો દેવતાઓ મને એવું ને એથી પણ વધારે વિતાડો.”


(પણ આહાબ જેણે પોતાની પત્ની ઇઝબેલના ઉશ્કેર્યાથી યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કરવાને માટે પોતાને વેચ્યો હતો, તેના જેવો તો કોઈ જ નહોતો.


અને યિઝ્એલી નાબોથે જે વચન આહાબ રાજાને કહ્યું હતું તેને લીધે તે ઉદાસ તથા નારાજ થઈને પોતાના ઘરમાં આવ્યો, કેમ કે નાબોથે કહ્યું હતું, “હું મારા પિતૃઓનું વતન તને નહિ આપું.” અને તેણે પોતાના પલંગ પર સૂઈ જઈને પોતાનું મુખ અવળું ફેરવ્યું, ને રોટલી ન ખાવાની હઠ લીધી.


અને આહાબે કહ્યું, “કારણ મેં યિઝ્‍એલી નાબોથને કહ્યું ‘પૈસા લઈને તારી દ્રાક્ષાવાડી તું મને આપ, અથવા જો તારી ઇચ્છા હોય તો હું તને તે બદલ બીજી દ્રાક્ષાવાડી આપું.’ પણ તેણે કહ્યું, ‘હું તને મારી દ્રક્ષાવાડી નહિ આપું.’”


રાજાએ મને પૂછ્યું, “તું માદો નથી તેમ છતાં તારું મો કેમ ઉદાસ છે? એ તો મનના ખેદ વગર બીજું કંઈ નથી.” ત્યારે હું બહું જ ડરી ગયો.


રાજાના ખોજાઓમાંનો હથાક નામે એક હતો, જેને રાણીની ખિજમતમાં રહેવા માટે નીમ્યો હતો, તેને એસ્તેરે બોલાવીને ફરમાવ્યું, “મોર્દખાય પાસે જઈને ખબર કાઢ કે, એ શું છે, અને એમ કરવાનું કારણ શું છે?”


Lean sinn:

Sanasan


Sanasan