Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 21:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને યિઝ્એલી નાબોથે જે વચન આહાબ રાજાને કહ્યું હતું તેને લીધે તે ઉદાસ તથા નારાજ થઈને પોતાના ઘરમાં આવ્યો, કેમ કે નાબોથે કહ્યું હતું, “હું મારા પિતૃઓનું વતન તને નહિ આપું.” અને તેણે પોતાના પલંગ પર સૂઈ જઈને પોતાનું મુખ અવળું ફેરવ્યું, ને રોટલી ન ખાવાની હઠ લીધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 યિઝ્રએલી નાબોથે આહાબને એવું કહ્યું તેથી તે નિરાશ અને ક્રોધિત થઈ ઘેર ગયો. દીવાલ તરફ મોં રાખી તે પોતાના પલંગ પર પડયો અને ખોરાક લેવાની પણ ના પાડી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેથી યિઝ્રએલી નાબોથનો જવાબ સાંભળીને આહાબ ઉદાસ તથા ગુસ્સે થઈને પોતાના મહેલમાં ગયો. તે પથારીમાં સૂઈ ગયો અને તેણે પોતાનું મોં અવળું ફેરવ્યું. તેણે ખાવાની ના પાડી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 યિઝએલી નાબોથનો જવાબ સાંભળી આહાબ ધૂંવાપૂંવા થઈને ઘેર પાછો ફર્યો, તે દીવાલ તરફ મોં ફેરવીને પથારીમાં સૂઈ ગયો, અને ખાવાનો ઇન્કાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 21:4
21 Iomraidhean Croise  

આમ્મોન પોતાની બહેન તામાર માટે એટલો બધો મોહાંધ થઈ ગયો કે તે માંદો પડ્યો, કેમ કે તે કુંવારી હતી, અને તેને કંઈ પણ કરવું તે આમ્મોનને મુશ્કેલ લાગ્યું.


તેણે આમ્નોનને કહ્યું, “હે રાજપુત્ર, તું રોજ રોજ કેમ સુકાતો જાય છે? શું મને તું નહિ કહે?” આમ્નોને તેને કહ્યું, “મારા ભાઈ આબ્શાલોમની બહેન તામારનો મને મોહ લાગ્યો છે.”


આથી ઇઝરાયલનો રાજા ઉદાસ તથા નાખુશ થઈને પોતાને ઘેર ગયો, ને સમરુનમાં આવ્યો.


એ બિનાઓ પછી એમ થયું કે યિઝ્‍એલી નાબોથની એક દ્રાક્ષાવાડી હતી, તે યિઝ્‍એલમાં સમરુનના રાજા આહાબના મહેલ પાસે હતી.


અને નાબોથે આહાબને કહ્યું, “હું મારા પિતૃઓનું વતન તને આપું એવું યહોવા ન થવા દો.”


પણ તેની પત્ની ઇઝબેલે તેની પાસે આવીને તેને કહ્યું, “તમારો આત્મા આટલો બધો ઉદાસ કેમ છે કે, તમે રોટલી પણ ખાતા નથી?”


પણ જ્યાં સુધી પેલા યહૂદી મોર્દખાયને હું રાજાના દરવાજામાં બેઠેલો જોઉં છું, ત્યાં સુધી આ સર્વ મને કંઈ કામનું નથી.”


કેમ કે બળતરા મૂર્ખ માણસને મારી નાખે છે, અને ઈર્ષા મૂઢનો જીવ લે છે.


ભટકતી ઇચ્છાઓ કરતાં આંખે જોવું તે વધારે સારું છે; એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.


પણ તેથી યૂનાને ઘણું જ ખોટું લાગ્યું, ને તેને ક્રોધ ચઢ્યો.


ત્યારે યહોવાએ કહ્યું, “તું ગુસ્સે થાય છે એ તું શું સારું કરે છે?”


વળી સૂર્ય ઊગતાં ઈશ્વરે પૂર્વ તરફથી લૂ વાતી શરુ કરી. તેથી યૂનાના માથા પર એટલો બધો તડકો પડ્યો કે તેને મૂર્છા આવી, ને તેણે પોતે મોત માગીને કહ્યું, “મારે જીવતા કરતાં મરવું બહેતર છે.”


ત્યારે ઈશ્વરે યૂનાને કહ્યું, “કીકાયોનના વેલાને લીધે તું ગુસ્સે થાય છે તે તું ઠીક કરે છે?” તેણે કહ્યું, “ગુસ્સે થવાથી, મારું મોત આવે તોપણ તે મને વાજબી લાગે છે.”


અને શેતાનને સ્થાન ન આપો.


પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે.


પણ તેણે ના પાડીને કહ્યું, “હું નહિ ખાઉં.” પણ તેના ચાકરોએ તથા તે સ્‍ત્રીએ મળીને તેને આગ્રહ કર્યો. તેથી તેણે તેઓનું કહેવું માન્યું. પછી જમીન પરથી ઊઠીને તે પલંગ પર બેઠો.


Lean sinn:

Sanasan


Sanasan