Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 21:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને નાબોથે આહાબને કહ્યું, “હું મારા પિતૃઓનું વતન તને આપું એવું યહોવા ન થવા દો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 નાબોથે જવાબ આપ્યો, “પ્રભુ સમક્ષ હું એવું અઘોર કામ શી રીતે કરું? એ વાડી તો મારા પૂર્વજો પાસેથી મને વારસામાં મળેલી છે!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પણ નાબોથે તેને જવાબ આપ્યો, “મારા પૂર્વજોની જમીન હું તમને આપું તેવું યહોવાહ થવા દો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પણ નાબોથે જવાબ આપ્યો, “માંરા પૂર્વજોની જમીન હું તમને આપું તે માંટે યહોવાનો નિષેધ છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 21:3
22 Iomraidhean Croise  

અને તેણે કહ્યું, “એવું કરવું મારાથી દૂર થાઓ! જે માણસની પાસેથી પ્યાલું મળ્યું તે મારો દાસ થશે; પણ તમે તો શાંતિએ તમારા પિતાની પાસે જાઓ.”


અને તેઓએ તેને કહ્યું, “અમારા સાહેબ, એવી વાત કેમ કહે છે? એમ ન થાય કે તમારા દાસો એવું કરે.


ને કહ્યું, “મારો ઈશ્વર મારી પાસે એવું ન કરાવે. આ પુરુષો કે જેઓએ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે તેઓનું લોહી હું કેમ પીઉં? કેમ કે તેઓ તો પોતાના જીવને [જોખમે] તે લાવ્યા છે.” આથી તે પીવાને તે રાજી ન હતો. એ ત્રણ યોદ્ધાઓએ એ ત્રણ કાર્યો કર્યા.


હું તમને ન્યાયી ઠરાવું, એવું ઈશ્વર ન થવા દો. મરતાં સુધી હું મારા પ્રામાણિકપણાનો ઈનકાર કરીશ નહિ.


વળી સરદારે લોકોના વારસા લઈ લઈને તેઓને તેઓના વતનમાંથી કાઢી મૂકવા નહિ. તેણે પોતાના પુત્રોને પોતાના વતનમાંથી જ વારસો આપવો. જેથી મારા લોકો પોતપોતાના વતનમાંથી વખેરાઈ ન જાય.”


અને જમીન સદાને માટે વેચાય નહિ; કેમ કે જમીન મારી જ છે; કેમ કે મારે ત્યાં તો તમે પરદેશી તથા પ્રવાસી છો.


એમ કરવાથી ઇઝરાયલીઓનો કોઈપણ વારસો એક કુળમાંથી બીજા કુળમાં જવા નહિ પામે; કેમ કે સર્વ ઇઝરાયલપુત્રો પોતપોતાના પિતાના કુળના વારસાને વળગી રહેશે.


એમ કરવાથી કોઈ પણ વારસો એક કુળમાંથી બીજા કુળમાં જવા નહિ પામે; કેમ કે ઇઝરાયલીઓનાં કુળોમાંનો પ્રત્યેક માણસ પોતાના વારસાને વળગી રહેશે.”


ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્‍ત્રને નિરર્થક ઠરાવીએ છીએ? ના, એવું ન થઓ! એથી ઊલટું, અમે તો નિયમશાસ્‍ત્રને સ્થાપિત કરીએ છીએ.


ના, એવું ન બને. હા, દરેક માણસ ભલે જૂઠું ઠરે તોપણ ઈશ્વર સાચા ઠરો; લખેલું છે, ‘તમે તમારાં વચનોમાં ન્યાયી ઠરો, અને તમારો ન્યાય કરવામાં આવે ત્યારે તમારો વિજય થાય.’


ના, એવું ન થાઓ. કેમ કે જો એમ હોય તો ઈશ્વર જગતનો ન્યાય શી રીતે કરે?


તો શું? આપણે નિયમને આધીન નથી, પણ કૃપાને આધીન છીએ, તે માટે શું આપણે પાપ કરીએ? ના, એવું ન થાઓ.


ના, એવું ન થાઓ. આપણે પાપના સંબંધમાં મર્યા, તો પછી એમાં કેમ જીવીએ?


ત્યારે શું જે હિતકારક છે તે મને મૃત્યુકારક થયું? ના, કદી નહિ. પણ પાપ તે પાપ જ દેખાય, અને આજ્ઞા વડે પાપ તે અતિશય પાપિષ્ટ થાય, એ માટે જે હિતકારક છે તેને લીધે તેણે મારું મરણ નિપજાવ્યું.


ત્યારે આપણે શું કહીએ? શું નિયમ પાપરૂપ છે? ના, કદી નહિ. પરંતુ નિયમ વગર મેં પાપ જાણ્યું ન હોત; કેમ કે જો નિયમશાસ્‍ત્રે કહ્યું ન હોત; કે ‘લોભ ન‍‍ રાખ, ’ તો મેં લોભ જાણ્યો ન હોત.


તમારાં શરીર ખ્રિસ્તના અવયવો છે, એ શું તમે નથી જાણતા? વારું ત્યારે, શું હું ખ્રિસ્તના અવયવોને લઈને તેમને વેશ્યાના અવયવો બનાવું? એમ ન થાઓ.


પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય હું બીજા કશામાં અભિમાન કરું એવું ન થાઓ; તેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે, અને જગત સંબંધી હું.


અમારા ઈશ્વર યહોવાના મંડપની સામે જે તેમની વેદી છે, તે સિવાય અમે દહનીયાર્પણ કે ખાદ્યાર્પણ કે યજ્ઞ ને માટે બીજી વેદી બાંધીને યહોવાનો દ્રોહ કરીએ, ને યહોવાને અનુસરવાનું છોડી દઈએ, એવું કદી ન થાઓ.”


ત્યારે લોકોએ ઉત્તર આપ્યો, “ઈશ્વર એવું ન થવા દો કે યહોવાને મૂકી દઈને અમે બીજા દેવોની સેવા કરીએ;


વળી મારા વિષે [પૂછો તો] , તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું કરું એમ ન થાઓ; પણ સારે તથા ખરે માર્ગે હું તમને કેળવીશ.


તેણે પોતાના માણસોને કહ્યું, “મારો હાથ તેની વિરુદ્ધ લંબાવીને મારા મુરબ્બી એટલે યહોવાના અભિષિક્ત પ્રત્યે હું એવું કામ કરું, એવું યહોવા ન થવા દો, કેમ કે તે યહોવાનો અભિષિક્ત છે.”


Lean sinn:

Sanasan


Sanasan