Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 21:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 “આહાબ મારી આગળ કેવો દીન થઈ ગયો છે, તે તું જુએ છે કે નહિ? તે મારી આગળ દીન થઈ ગયો છે, માટે તેના દિવસોમાં એ આપત્તિ હું નહિ લાવું, પણ તેના દીકરાના દિવસોમાં તેના ઘર પર હું એ આપત્તિ લાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 “આહાબ મારી આગળ કેવો દીન બની ગયો છે તે તેં નિહાળ્યું? તે દીન બની ગયો હોઈ હું તેની હયાતીમાં આપત્તિ નહિ લાવું; પણ તેના પુત્રની હયાતીમાં આહાબના કુટુંબ પર આપત્તિ લાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 “આહાબ મારી સમક્ષ કેવો નમ્ર બની ગયો છે, તે તું જુએ છે કે નહિ? તે મારી આગળ નમ્ર બન્યો છે, માટે તેના દિવસોમાં એ આપત્તિ હું નહિ લાવું; પણ તેના દીકરાના દિવસોમાં તેના પર હું એ આપત્તિ લાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 “આહાબ માંરી સમક્ષ નમ્ર બની ગયો છે તે તેં જોયું? તે આમ નમ્ર બન્યો છે એટલે હું એ જીવશે ત્યાં સુધી એના કુટુંબ પર આફત નહિ ઊતારું, પણ જ્યારે તેનો પુત્ર રાજા બનશે ત્યારે ઊતારીશ.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 21:29
27 Iomraidhean Croise  

તથાપિ તારા પિતા દાઉદની ખાતર હું તારા દિવસોમાં એમ કરીશ નહિ; પણ તારા પુત્રના હાથમાંથી હું તે ખૂંચવી લઈશ.


અને યહોવાનું વચન તિશ્બી એલિયાની પાસે એવું આવ્યું,


અરામ તથા ઇઝરાયલની વચ્ચે યુદ્ધ વગરનાં ત્રણ વર્ષ વીતી ગયાં.


હવે આહાબના સિત્તેર દીકરા સમરુનમાં હતા. અને યેહૂએ પત્રો લખ્યા, ને સમરુનમાં યિઝ્‍એલના અમલદારો એટલે વડીલો પર તથા આહાબ [ના પુત્રો] ની રક્ષા કરનારાઓ પર તે મોકલીને કહાવ્યું,


યેહુએ યિઝ્‍એલમાં આહાબના ઘરનાં બાકી રહેલા સર્વને, તેના સર્વ મુખ્ય પુરુષોને, તેના પરિચિત મિત્રોને, તથા તેના યાજકોને એક પણ માણસ બાકી ન રહે ત્યાં સુધી મારી નાખ્યા.


હું જગા વિષે તથા તેમાંના બધા રહેવાસીઓ વિષે જે બોલ્યો કે તેઓ પાયમાલ તથા શાપરૂપ થશે તે સાંભળીને તારું હ્રદય નમ્ર થયું, ને યહોવા આગળ તું લીન થઈ ગયો, ને તારા વસ્ત્ર ફાડીને મારી આગળ રડ્યો, માટે મેં પણ તારું સાંભળ્યું છે.


પછી યેહૂએ પોતાના પૂરા બળથી પોતાનું ધનુષ્ય ખેંચીને યોરામને ખભાઓની વચમાં બાણ માર્યું, તે બાણ તેના હ્રદયમાં થઈને બહાર ફૂટી નીકળ્યું, ને તે રથમાં ઢળી પડ્યો.


તેણે તેમને કહ્યું, “તેને નીચે નાખી દો.” માટે તેઓએ તેને નીચે નાખી દીધી. અને તેના રકતના છાંટા ભીંત પર તથા ઘોડાઓ પર પડ્યા. અને તેઓએ તેને પગ નીચે ખૂંદી.


યહોવાએ જોયું કે તેઓ દીન બની ગયા છે, ત્યારે યહોવાની વાણી શમાયાની પાસે એવી આવી, “તેઓ દીન બની ગયા છે. માટે હું તેઓનો નાશ કરીશ નહિ; પણ હું તેઓનો થોડી મુદતમાં બચાવ કરીશ, ને શિશાકની હસ્તક યરુશાલેમ પર મારો કોપ થશે નહિ.


મારે વિષે સાંભળતાં જ તેઓએ મારું માન્યું; પરદેશીઓ મારે શરણે આવ્યા.


ઈશ્વરને કહો, “તમારાં કામ કેવાં ભયંકર છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે.


પણ, હે પ્રભુ, કરુણાથી તથા દયાથી ભરપૂર, કોપ કરવે ધીમા અને કૃપા તથા સત્યતાથી પરિપૂર્ણ, એવા તમે ઈશ્વર છો.


અને મૂસા તથા હારુને ફારુનની હજૂરમાં જઈને તેને કહ્યું, “હિબ્રૂઓના ઈશ્વર યહોવા એમ કહે છે કે, કયાં સુધી તમે મારી આગળ નમી જવાનો ઇનકાર કરશો? મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દો.


તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર,


વળી યહોવા કહે છે, “મારે જ હાથે આ બધાંને ઉત્પન્ન કર્યાં છે, એટલે તેઓ થયાં; પણ જે ગરીબ તથા નમ્ર હ્રદયનો છે, ને મારા વચનને લીધે ધ્રૂજે છે, તેની જ તરફ હું દષ્ટિ રાખીશ.


યહોવાનાં વચન [સાંભળીને] ધ્રૂજનારા, તમે પ્રભુની વાત સાંભળો:“તમારા ભાઈઓ કે જે જે તમારો દ્વેષ કરે છે, ને મારા નામને લીધે તમને કાઢી મૂકે છે, તેઓએ કહ્યું છે કે, ‘યહોવા પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમારો આનંદ જોઈએ.’ પણ તેઓ લજવાશે.


યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં તેઓ શું શું કરે છે, તે તું જોતો નથી?


એ માટે, હે રાજાજી, મારી શિખામણ આપની નજરમાં માન્ય થાઓ, અને સદાચાર વડે અપના પાપનું ને ગરીબો પર દયા દર્શાવવાથી આપના દુરાચારનું પ્રાયશ્ચિત કરો. જોઈએ, એથી કદાચ આપની જાહોજલાલી લાંબો કાળ ટકે.”


તેઓનાં કામ ઈશ્વરે જોયાં, કે તેઓએ પોતાનાં દુષ્ટ આચરણોને તજી દીધાં. આથી તેઓ પર જે આપત્તિ લાવવાનું ઈશ્વરે કહ્યું હતું તે વિષે તેમને પશ્ચાતાપ થયો. અને તેમણે તે [આપત્તિનો] અમલ કર્યો નહિ.


તમારા જેવો ઈશ્વર કોણ છે? કેમ કે તમે તો પાપ માફ કરો છો, ને તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો. તે પોતાનો ક્રોધ હમેશાં રાખતા નથી, કેમ કે તે દયા કરવામાં આનંદ માને છે.


પછી તેમણે પેલી સ્‍ત્રી તરફ મોં ફેરવીને સિમોનને કહ્યું, “આ સ્‍ત્રીને તું જુએ છે? હું તારે ઘેર આવ્યો ત્યારે મારા પગ [ધોવા] ને માટે તેં મને પાણી આપ્યું નહિ; પણ એણે મારા પગ આંસુથી પલાળીને તેમને પોતાના ચોટલાથી લૂછયા છે.


અથવા ઈશ્વરનો ઉપકાર તને પસ્તાવો કરવા તરફ પ્રેરે છે, એથી અજ્ઞાન રહીને શું તેમના ઉપકારની, સહનશીલતાની તથા વિપુલધૈર્યની સંપત્તિને તું તુચ્છ ગણે છે?


વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતા નથી, પણ કોઈનો નાશ ન થાય પણ બધાં પશ્વાતાપ કરે, એવું ઇચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan