૧ રાજા 21:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને તેને તું આમ કહે જે કે યહોવા કહે છે કે, તેં ખૂન કરીને કબજો પણ લીધો છે?’ વળી તું તેને કહે જે કે, યહોવા એમ કહે છે કે, જ્યાં કૂતરાંએ નાબોથનું રક્ત ચાટ્યું, તે જ જગામાં કૂતરાં તારું, હા, તારું રક્ત ચાટશે.’” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 તેને કહેજે કે હું પ્રભુ તેને કહું છું, ‘માણસને મારી નાખીને તું તેની મિલક્ત પણ પચાવી પાડે છે?’ તેને કહેજે હું તેને આમ કહું છું: ‘જે જગાએ કૂતરાંએ નાબોથનું રક્ત ચાટયું છે તે જ જગાએ તેઓ તારું રક્ત પણ ચાટશે!” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તારે તેને આ પ્રમાણે કહેવું, યહોવાહ એવું કહે છે કે, ‘તેં નાબોથનું ખૂન કર્યું છે? અને દ્રાક્ષવાડીનો કબજો પણ લીધો છે? યહોવાહ આમ કહે છે, જયાં કૂતરાંઓએ નાબોથનું લોહી ચાટ્યું હતું ત્યાં જ કૂતરાંઓ તારું લોહી પણ ચાટશે.’ Faic an caibideilપવિત્ર બાઈબલ19 તારે તેને આ પ્રમાંણે કહેવું, આ યહોવાનાં વચન છે; ‘તેં તારા વેરીનું ખૂન તો કર્યુ છે અને હવે તું તેની મિલકત પચાવી પાડે છે? આ યહોવાનાં વચન છે: જયાં કૂતરાંઓએ નાબોથનું લોહી ચાટયું હતું ત્યાં જ કૂતરાંઓ તારું લોહી પણ ચાટશે.’” Faic an caibideil |
એલિશા પોતાના ઘરમાં બેઠો હતો, ને વડીલો તેની પાસે બેઠા હતા; [રાજાએ] પોતાની હજૂરમાંથી એક માણસ મોકલ્યો; પણ તે સંદેશિયો તેની પાસે આવી પહોંચ્યો તે પહેલાં તો તેણે વડીલોને કહ્યું, “મારું માથું કાપી નાખવા કેવો એ ખૂનીના દીકરાએ માણસ મોકલ્યો છે, તે તમે જુઓ છો? જુઓ, તે સંદેશિયો આવે ત્યારે તેને બહાર રાખીને કમાડ સંભાળીને વાસી રાખજો. શું તેના ધણીના પગનો અવાજ તેની પાછળ નથી [સંભળાતો] ?”