Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 20:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ત્યારે ઇઝરાયલના રાજાએ દેશના સર્વ વડીલોને બોલાવીને કહ્યું, “કૃપા કરીને આ ધ્યાનમાં લો, ને જુઓ કે, આ માણસ કેવું નુકસાન કરવા ઇચ્છે છે, કેમ કે તેણે મારી પાસે માણસ મોકલીને મારી પત્નીઓ, મારા છોકરાં, મારું રૂપું તથા મારું સોનું માગ્યા, અને મેં તેને ના પાડી નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 આહાબ રાજાએ દેશના બધા આગેવાનોને બોલાવડાવ્યા અને તેમને કહ્યું, “તમે જુઓ છો ને કે આ માણસ આપણને ખેદાનમેદાન કરી નાખવા માગે છે. તેણે મારી પત્નીઓ, મારાં સંતાનો અને મારું સોનુંચાંદી માગતો સંદેશો મારા પર મોકલ્યો અને હું કબૂલ થયો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછી ઇઝરાયલના રાજાએ દેશનાં સર્વ વડીલોને બોલાવીને એકત્ર કરીને કહ્યું, “કૃપા કરીને આ ધ્યાનમાં લો અને જુઓ કે આ માણસ કેવું નુકસાન કરવા ઇચ્છે છે. તેણે મારી પાસે માણસ મોકલીને મારી પત્નીઓ, મારાં બાળકો, મારું સોનું તથા ચાંદી માગ્યાં અને મેં તેને ના પાડી નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ઇસ્રાએલના રાજાએ દેશના બધા વડીલોને તથા પ્રદેશના અગ્રણીઓને તેડાવી મંગાવ્યા અને કહ્યું, “જોયું ને! આ માંણસ મને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે! એણે માંરી પાસે માંરી સ્રીઓ, બાળકો, સોનું અને ચાંદી માંગ્યાં અને મેં ના નહોતી પાડી.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 20:7
18 Iomraidhean Croise  

પરંતું કાલે આસરે આ સમયે હું મારા ચાકરોને તારી પાસે મોકલીશ, ને તેઓ તારા ઘરની તથા તારા ચાકરોનાં ઘરની ઝડતી લેશે.અને એમ થશે કે જે બધું તને પ્રિય લાગતું હશે, તે તેઓ તારી પાસેથી લઈ જશે.’”


અને સર્વ વડીલોએ તથા સર્વ લોકોએ તેને કહ્યું, “તમારે [તેનું] સાંભળવું નહિ, તથા [કંઈ પણ] કબૂલ કરવું નહિ.”


માટે તેણે આહાબને માટે પત્ર લખ્યા, ને તે પર તેની મુદ્રાથી મુદ્રા કરી ને નાબોથના નગરમાં જે વડીલો તથા આગેવાનો તેની સાથે રહેતા હતા, તેમના પર તે પત્રો મોકલ્યા.


પછી સુલેમાને ઇઝરાયલના વડીલોને તથા કુળોના સર્વ મુખ્ય માણસોને એટલે ઇઝરાયલી લોકોના પિતૃઓનાં [કુટુંબો] ના આગેવાનોને, યરુશાલેમમાં સુલેમાન રાજા પાસે એકત્ર કર્યાં કે, તેઓ દાઉદના સિયોન નગરમાંથી યહોવાનો કરારકોશ લઈ આવે.


ઇઝરાયલનો રાજા એ પત્ર વાંચી રહ્યો ત્યારે એમ થયું કે તેણે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું “શું હું મારનાર તથા જિવાડનાર ઈશ્વર છું કે, આ માણસનો કોઢ મટાડવા માટે તેમણે એને મારી પાસે મોકલ્યો છે? કૃપા કરીને તમે વિચાર કરો, ને જુઓ કે તે કેવી રીતે મારી વિરુદ્ધ નિમિત્ત શોધે છે.”


પછી દાઉદે સહસ્રાધિપતિઓની તથા શતાધિપતિઓની એટલે સર્વ સરદારોની સલાહ લીધી.


દાઉદે ઇઝરાયલના સર્વ સરદારોને, કુળોના સરદારોને તથા વારા પ્રમાણે રાજાની સેવા કરનાર ટોળીઓના ઉપરીઓને, સહસ્રાધિપતિઓને, શતાધિપતિઓને, રાજાના ને તેના પુત્રોના બધા દ્રવ્ય તથા સંપત્તિ પરના કારભારીઓને, અમલદારો તથા પરાક્રમી પુરુષોને, એટલે બધા શૂરવીરોને યરુશાલેમમાં એકત્ર કર્યાં.


તેઓ નુકસાનનો ગર્ભ ધારણ કરે છે અને અન્યાયને જન્મ આપે છે, અને તેઓનું પેટ ઠગાઈ સિદ્ધ કરે છે.’ ’


તેઓ પોતાના હ્રદયમાં દુષ્ટ કલ્પનાઓ કરે છે; તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે.


તે પોતાના પલંગ ઉપર અન્યાય કરવાને પ્રપંચ યોજે છે; ખરાબ માર્ગમાં તે ઊભો રહે છે. તે ભૂંડાઈથી કંટાળતો નથી.


જે માણસ નમી ગએલી ભીંત કે ખસી ગએલી વાડ જેવો છે, તેને મારી નાખવાને તમે સર્વ ક્યાં સુધી તેના પર ચઢાઈ કરશો?


તે ભૂંડાઈથી કષ્ટાય છે; હા, તેણે ઉપદ્રવનો ગર્ભ ધર્યો છે, અને જૂઠને જન્મ આપ્યો છે.


જ્યાં આગેવાન અજ્ઞાન હોય, ત્યાં લોકો [ખાડામાં] પડે છે; પણ પુષ્કળ સલાહકારો હોય ત્યાં સલામતી છે.


ખંતથી હિત શોધનારને [ઇશ્વરની] કૃપા મળે છે; પણ જે નુકસાન શોધે છે, તેના પર તે જ આવી પડશે.


કેમ કે તેમનું હ્રદય જુલમ કરવાને સંકલ્પવિકલ્પ કર્યા કરે છે, અને તેમના હોઠ ઉપદ્રવની વાત કરે છે.


તેના હ્રદયમાં આડાઈ છે, તે સતત તરકટ રચ્યા કરે છે; તે કુસંપનાં બીજ રોપે છે.


એ બન્‍ને રાજાઓના મનમાં ઉપદ્રવ કરવાનો વિચાર હશે, એક મેજ પર [બેસીને] તેઓ જૂઠું બોલશે, પણ તેમાં તેઓ ફાવશે નહિ, કેમ કે [તેનો] અંત ઠરાવેલે સમયે જ આવશે.


Lean sinn:

Sanasan


Sanasan