Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 20:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અને [બેન-હદાદે] તેને કહ્યું, “જે નગરો મારા મારા પિતાએ તમારા પિતા પાસેથી લઈ લીધાં હતાં, તે હું પાછાં આપીશ. અને જેમ મારા પિતાએ સમરુનમાં ચોકચૌટા બનાવ્યાં હતાં તેમ તમે પોતાને માટે દમસ્કસમાં બનાવજો.” અને [આહાબે કહ્યું] “હું આ શરતે તમને જવા દઈશ.” એમ આહાબે તેની સાથે કરાર કરીને તેને જવા દીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 બેનહદાદે તેને કહ્યું, “તમારા પિતા પાસેથી મારા પિતાએ જે નગરો જીતી લીધાં હતાં તે હું તમને પાછાં આપીશ અને મારા પિતાએ જેમ સમરૂનને વ્યાપાર કેન્દ્ર બનાવી દીધું હતું તેમ તમે દમાસ્ક્સનું પણ કરો.” આહાબે જવાબ આપ્યો, “તો તે શરતે હું તમને મુક્ત કરીશ.” તેણે તેની સાથે કરાર કરી તેને જવા દીધો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 બેન-હદાદે આહાબને કહ્યું, “મારા પિતાએ તારા પિતા પાસેથી લઈ લીધેલાં નગરો હું પાછાં આપીશ અને મારા પિતાએ જેમ સમરુનમાં બજાર બનાવ્યાં હતાં તેમ તું દમસ્કસમાં બનાવજે.” આહાબે જવાબ આપ્યો, “હું તને આ શરતો પર જવા દઈશ.” એમ આહાબે તેની સાથે શાંતિકરાર કરીને તેને જવા દીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 બેન-હદાદે કહ્યું, “માંરા પિતાએ તમાંરા પિતા પાસેથી લઈ લીધેલાં શહેરો હું પાછાં આપીશ, અને માંરા પિતાએ જેમ સમરૂનમાં બજાર ખોલ્યાં હતાં તેમ તમે દમસ્કમાં ખોલજો.” આહાબે કહ્યું, “હું તમને આ શરતો પર જવા દઇશ.” આથી આહાબે તેની સાથે શાંતિકરાર કર્યા અને તેને મુકત કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 20:34
12 Iomraidhean Croise  

અને બેન-હદાદે આસા રાજાનું સાંભળીને પોતાના સેનાપતિઓને ઇઝરાયલનાં નગરો સામે મોકલીને ઇયોન, દાન, આબેલ-બેથ-માકા, આખું કિન્‍નેરોથ તથા આખા નફતાલી દેશ પર હુમલો કર્યો.


હવે પેલા માણસો તો આતુરતાથી તાકી રહ્યા હતા, તેથી તેઓએ તેના બોલવાનો ભાવ ઝટ પકડી લીધો. અને તેઓએ કહ્યું, “તમારો ભાઈ બેન-હદાદ [હયાત છે].” ત્યારે આહાબે કહ્યું, “તમે જઈને તેને તેડી લાવો.” ત્યારે બેન-હદાદ તેની પાસે બહાર આવ્યો; અને તેણે એને [પોતાની સાથે] રથમાં બેસાડ્યો.


અને પ્રબોધકે રાજાને કહ્યું, “યહોવા આમ કહે છે કે, જે માણસને મેં નાશપાત્ર ઠરાવ્યો હતો તેને તેં તારા હાથમાંથી જવા દીધો છે, માટે તેના જીવના બદલે તારો જીવ થશે, ને તેના લોકને બદલે તારા લોક [માર્યા જશે].”


હવે અરામના રાજાએ પોતાના બત્રીસ રથાધિપતિઓને આજ્ઞા કરી હતી, “માત્ર ઇઝરયલના રાજા સિવાય કોઈ પણ નાના કે મોટાની સાથે લડશો નહિ.”


બેન-હદાદે આસા રાજાનું [કહેવું] સાંભળીને પોતાના સેનાપતિઓને ઇઝરાયલના નગરો પર ચઢાઈ કરવા મોકલ્યા. તેઓએ ઇયોન, દાન, આબેલ-માઈમ તથા નફતાલીના સર્વ ભંડારોને સર કર્યાં.


હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવી આજ્ઞા આપી હતી કે, એકલા ઇઝરાયલના રાજા સિવાય બીજા કોઈ નાના કે મોટાની સાથે લડશો નહિ.


દુષ્ટ ઉપર કૃપા કરવામાં આવે, તો પણ તે ધાર્મિકપણું નહિ શીખે; પવિત્ર ભૂમિમાં પણ તે અધર્મ કરશે, ને યહોવાના મહાત્મ્યને જોશે નહિ.


“આ લોકો જે સર્વને કાવતરું કહે છે તેને તમારે કાવતરું ન કહેવું; અને જેનાથી તેઓ બીએ છે તેનાથી તમારે બીવું નહિ, ને ડરવું નહિ.


અને જ્યારે યહોવા તારા ઈશ્વર તેઓને તારે સ્વાધીન કરી દે, ને તું તેમનો પરાજય કરે, ત્યારે તારે તેઓનો પૂરો નાશ કરવો. તારે તેઓની સાથે કંઈ કરાર કરવો નહિ, ને તેમના પર દયા બતાવવી નહિ.


ત્યાર પછી નાહાશ આમ્મોની ચઢી આવ્યો, ને તેણે યાબેશ-ગિલ્યાદની સામે છાવણી નાખી. અને યાબેશના સર્વ માણસોએ નાહાશને કહ્યું, “તું અમારી સાથે કરાર કર, ને અમે તારા તાબેદાર થઈશું.”


અને અમાલેકીઓના રાજા અગાગને તેણે જીવતો પકડ્યો, ને સર્વ લોકોનો તેણે તરવારની ધારથી પૂરો નાશ કર્યો.


પણ શાઉલે તથા લોકોએ અગાગને, તથા ઘેટાં, બળદો, તથા પુષ્ટ જનાવરોમાંથી ઉત્તમ ઉત્તમને, તથા હલવાનોને, તેમ જ સારી સારી બધી વસ્તુઓને બચાવી. ને તેઓનો પૂરો વિનાશ કર્યો નહિ; પણ નકામી તથા નાખી દેવાની દરેક ચીજનો તેઓએ પૂરો નાશ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan