Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 20:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 નવું વર્ષ બેસતાં એમ થયું કે બેન-હદાદ અરામીઓને ભેગા કરીને ઇઝરાયલ સામે યુદ્ધ કરવા માટે અફેક સુધી સવારી લાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 પછીની વસંતસંપાતે તેણે પોતાના માણસોને બોલાવ્યા અને ઇઝરાયલીઓ પર હુમલો કરવા એફેક નગર તરફ કૂચ કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 નવું વર્ષ શરૂ થતાં, બેન-હદાદ અરામીઓને ભેગા કરીને ઇઝરાયલ સામે યુદ્ધ કરવા માટે અફેક સુધી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 બીજે વર્ષે વસંતના સમયે તેણે અરામીઓનું લશ્કર ભેગું કરીને ઇસ્રાએલીઓ સાથે લડવા અફેક પર કૂચ કરી.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 20:26
10 Iomraidhean Croise  

નવું વર્ષ બેસતાં જ્યારે રાજાઓ [યુદ્ધને માટે] નીકળે છે, તે વખતે એમ થયું કે દાઉદે યોઆબને તથા તેની સાથે તેના ચાકરોને તથા સર્વ ઇઝરાયલને મોકલ્યા. તેઓએ આમ્મોનપુત્રોનો નાશ કર્યો, ને રાબ્બા નગરને ઘેરી લીધું. પણ દાઉદ યરુશાલેમમાં રહ્યો.


અને પ્રબોધકે ઇઝરાયલના રાજા પાસે આવીને તેને કહ્યું, “તું જઈને તારું બળ વધાર, ને તું જે કંઈ કરે તે વિષે લક્ષ તથા ચોકસી રાખ; કેમ કે નવું વર્ષ બેસતાં અરામનો રાજા તારા પર ચઢાઈ કરશે.”


અને તમારી જે સેના તમે ગુમાવી છે તેના જેટલી જ, એટલે તેમા ઘોડા હતા તેટલા ઘોડા, ને તેમાં રથ હતા તેટલા રથની સેના તમે ઊભી કરો; આપણે મેદાનમાં તેમની સાથે યુદ્ધ કરીશું, તો નક્કી આપણે તેઓના કરતાં બળવાન થઈશું “અને તેણે તેઓની વાણી સાંભળી, તે પ્રમાણે કર્યું.


પણ બાકીના અફેક નાસી જઈને તે નગરમાં પેસી ગયાં. અને બાકી રહેલા સત્તાવીશ હજાર માણસ પર કોટ તૂટી પડ્યો. બેન-હદાદ નાઠો, ને નગરમાં પેસી જઈને ભીતરની ઓરડીમાં [ભરાઈ બેઠો].


અને તેણે કહ્યું, “પૂર્વ તરફની બારી ઉધાડ;” એટલે એણે તે ઉધાડી. પછી એલિશાએ કહ્યું, “બાણ છોડ.” અને તેણે બાણ છોડ્યું. એલિશાએ કહ્યું, “આ યહોવાનું જયનું બાણ. તું અફેકમાં અરામીઓને મારીને તેમનો નાશ કરશે.”


વળી દક્ષિણે આવ્વીઓ પણ; કનાનીઓનો આખો દેશ, ને સિદોનીઓનું મારા અને અફેક સુધી એટલે અમોરીઓની સીમા સુધીનો દેશ;


વળી ઉમ્મા તથા અફેક તથા રહોબ; બાવીસ નગરો તેઓનાં ગામો સહિત.


તેમ જ આશરે આકકોના રહેવાસીઓને ને સિદ્દોનના રહેવાસીઓને, અને અહલાબના, આખ્ઝીબના, હેલ્બાના, અફીકના તથ રહોબના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ.


હવે પલિસ્તીઓએ પોતાનાં સર્વ સૈન્યો એફેક આગળ એકત્ર કર્યાં. અને યિઝ્રએલમાં જે ઝરો છે તેની પાસે ઇઝરાયલીઓએ છાવણી નાખી.


અને શમુએલનું વચન સર્વ ઇઝરાયલ પાસે આવતું હતું. હવે ઇઝરાયલ પલિસ્તીઓની સાથે યુદ્ધ કરવાને ગયા, ને એબેન-એઝેર પાસે તેઓએ છાવણી નાખી; અને પલિસ્તીઓએ અફેકમાં છાવણી નાખી.


Lean sinn:

Sanasan


Sanasan