Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 20:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને પ્રબોધકે ઇઝરાયલના રાજા પાસે આવીને તેને કહ્યું, “તું જઈને તારું બળ વધાર, ને તું જે કંઈ કરે તે વિષે લક્ષ તથા ચોકસી રાખ; કેમ કે નવું વર્ષ બેસતાં અરામનો રાજા તારા પર ચઢાઈ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 પછી સંદેશવાહકે આહાબ રાજાને કહ્યું, “જાઓ, હવે જઈને તમારા લશ્કરી દળોને સંગીન બનાવો અને ચોક્સાઈપૂર્વક વ્યૂહ ગોઠવો, કારણ, અરામનો રાજા આવતી વસંતસંપાતે ફરીથી હુમલો કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પ્રબોધકે ઇઝરાયલના રાજા પાસે આવીને તેને કહ્યું, “તું જઈને તારું બળ વધાર અને જે કંઈ કરે તે વિષે લક્ષ તથા ચોકસી રાખ, કેમ કે આવતા વર્ષે અરામનો રાજા તારા પર ફરીથી ચઢાઈ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પછી પ્રબોધકે ઇસ્રાએલના રાજા પાસે જઈને કંહ્યું, “તું તારું બળ વધારજે, અને સાવધ રહેજે, અને જે કંઈ કરે તે વિચારીને કરજે, કારણ, આવતે વરસે વસંતના સમયે અરામનો રાજા તારા પર હુમલો કરશે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 20:22
20 Iomraidhean Croise  

નવું વર્ષ બેસતાં જ્યારે રાજાઓ [યુદ્ધને માટે] નીકળે છે, તે વખતે એમ થયું કે દાઉદે યોઆબને તથા તેની સાથે તેના ચાકરોને તથા સર્વ ઇઝરાયલને મોકલ્યા. તેઓએ આમ્મોનપુત્રોનો નાશ કર્યો, ને રાબ્બા નગરને ઘેરી લીધું. પણ દાઉદ યરુશાલેમમાં રહ્યો.


તેણે કહ્યું, “સૈન્યોના ઈશ્વર યહોવાને માટે મને ઘણી જ આસ્થા ચઢી છે. કેમ કે ઇઝરાયલી લોકોએ તમારા કરારનો ત્યાગ કર્યો છે, તમારી વેદીઓને પાડી નાખી છે, ને તમારા પ્રબોધકોને તરવારથી મારી નાખ્યા છે. અને હું, હા, હું એકલો જ બચી રહ્યો છું. અને તેઓ મારો પણ જીવ લેવા શોધે છે.”


અને જુઓ, એક પ્રબોધકે ઇઝરાયલના રાજા આહાબ પાસે આવીને કહ્યું, “યહોવા એમ કહે છે, ‘આ બધી મોટી મેદની તેં જોઈ? જો, હું આજે તેને તારા હાથમાં સોંપી દઈશ; અને તું જાણશે કે હું યહોવા છું, ‘”


અને ઇઝરાયલના રાજાએ તેમની પાછળ પડીને તેઓના ઘોડા તથા રથોનો નાશ કર્યો, ને ભારે કતલ કરીને અરામીઓનો સંહાર કર્યો.


નવું વર્ષ બેસતાં એમ થયું કે બેન-હદાદ અરામીઓને ભેગા કરીને ઇઝરાયલ સામે યુદ્ધ કરવા માટે અફેક સુધી સવારી લાવ્યો.


એવી સ્થિતિમાં તે પ્રબોધક જઈને રજાની રહ જોતો માર્ગમાં ઊભો રહ્યો, ને પોતાનો પટકો પોતાની આંખો પર વીંટીને વેશ બદલ્યો.


ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હજી એક માણસ છે કે, જેની મારફતે આપણે યહોવાને પૂછી જોઈએ. એ તો યિમ્લાનો દીકરો મિખાયા છે. પણ હું તેને ધિક્કારું છું, કેમ કે તે મારે વિષે સારું નહિ પણ માઠું ભવિષ્ય કહે છે. “યહોશાફાટે કહ્યું, “રાજાએ એમ ન બોલવું જોઈએ.”


તેના ચાકરોમાંના એકે કહ્યું, “હે મારા મુરબ્બી રાજા, એમ નથી; પણ જે વચનો તમે તમારા શયનગૃહમાં બોલો છો, તે ઇઝરાયલમાંનો પ્રબોધક એલિશા ઇઝરાયલના રાજાને કહી દે છે.”


નવું વર્ષ બેસતાં, જ્યારે રાજાઓ યુદ્ધ કરવા નીકળે છે તે વખતે યોઆબ સૈન્ય લઈને નીકળ્યો, ને આમ્મોનીઓના દેશને ખેદાન-મેદાન કરી મૂકીને રાબ્બા જઈને તેણે તેને ઘેરી લીધું. પણ દાઉદ યરુશાલેમમાં રોકાયો. યોઆબે રાબ્બાને સર કરીને તેને પાયમાલ કર્યું.


અમાસ્યાએ હિમ્મત રાખીને પોતાના સૈનિકોને મીઠાના મેદાન સુધી લઈ જઈને સેઈરના દશ હજાર માણસોનો સંહાર કર્યો.,


તમે તમારે એકલા જ જાઓ, રણમાં ઝઝૂમીને સુરાતન બતાવો, ઈશ્વર તમને તમારા શત્રુઓની આગળ પાડી નાખશે નહિ; કેમ કે સહાય કરવાને તથા પાડી નાખવાને ઈશ્વર સમર્થ છે.”


યહોવાની રાહ જો; બળવાન થા, અને હિમ્મત રાખ; હા, યહોવાની રાહ જો.


યહોવાનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઈને સહીસલામત રહે છે.


દરેક મનોરથ સલાહથી પૂરો પડે છે; માટે ચતુરની સૂચના પ્રમાણે તારે યુદ્ધ કરવું.


હે યહોવા, તમારો હાથ ઉગામેલો છે, તોપણ તેઓ જોતાં નથી; પરંતુ તેઓ [તમારા] લોકો વિષે તમારી આતુરતા જોઈને શરમાશે; તમારા વૈરીઓ માટેનો જે અગ્નિ છે તે તેઓને નષ્ટ કરશે.


હું યહોવા છું; એ જ મારું નામ છે; હું મારું ગૌરવ બીજાને, તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહિ.


હે વિદેશીઓ, થાય તે કરો, ને તમારા ભાંગીને ચૂરેચૂરા થઈ જશે! હે દૂર દેશના સર્વ લોકો, કાન દો, સજ્જ થાઓ, ને તમારા ભાંગીને ચૂરેચૂરા થઈ જશે.


છેવટે, [હું કહું છું] , પ્રભુમાં તથા તેમના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan