Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 20:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ઇઝરાયલના રાજાએ ઉત્તર આપ્યો, “તેને કહો કે, જે જન [શસ્ત્ર] ધારણ કરે તેણે [શસ્ત્ર અંગ પરથી] ઉતારનારની જેમ ફુલાશ મારવી નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 આહાબ રાજાએ ઉત્તર આપ્યો, “બેનહદાદ રાજાને કહેજો કે સાચો યોદ્ધો યુદ્ધ પછી બડાશ મારે છે, તે પહેલાં નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પછી ઇઝરાયલના રાજાએ જવાબ આપ્યો, “બેન-હદાદને કહો, ‘જે વ્યક્તિ શસ્ત્ર ધારણ કરે તેણે શસ્ત્ર અંગ પરથી ઉતારનારની જેમ બડાશ મારવી નહિ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 પણ ઇસ્રાએલના રાજાએ જવાબ મોકલ્યો કે, “યુદ્ધ પૂરુ થયા પહેલા તેના પરિણામની બડાશ કરો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 20:11
12 Iomraidhean Croise  

હવે સર્વ મોઆબીઓએ સાંભળ્યું, “રાજાઓ અમારી સામે યુદ્ધ કરવા માટે ચઢી આવ્યા છે, ” ત્યારે શસ્ત્ર સજી શકે એવા તથા તેથી વધારે [વયના] સર્વ એકઠા થઈને સરહદ પર ઊભા રહ્યા.


તારો હાથ તેના ઉપર મૂકી જો; [ત્યારે જે] યુદ્ધ થાય તેનું સ્મરણ કરીને તું ફરી એવું ન કરીશ.


આવતી કાલ વિષે ફુલાશ ન માર; કેમ કે એક દિવસમાં શું થઈ જશે તે તું જાણતો નથી.


હું પાછો ફર્યો તો પૃથ્વી પર મેં એવું જોયું કે શરતમાં વેગવાનની અને યુદ્ધમાં બળવાનની જીત થતી નથી, તેમ જ વળી બુદ્ધિમાનને રોટલી મળતી નથી, ને વળી સમજણાને દ્રવ્ય પણ મળતું નથી, તેમ જ ચતુર પુરુષો પર રહેમનજર હોતી નથી; પણ પ્રસંગ તથા સંજોગ [ની અસર] સર્વને લાગુ પડે છે.


ત્યાં તેઓએ પોકારીને કહ્યું, ‘મિસરનો રાજા ફારુન કેવળ ઘોંઘાટ છે! તેણે આવેલી તક ગુમાવી છે.’


યહોવા કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે અભિમાન ન કરે, તેમ જ બળવાન પોતાના બળ વિષે અભિમાન ન કરે. વળી ધનવાન પોતાના ધન વિષે અભિમાન ન કરે.


અને જે વાત ઈસુએ પિતરને કહી હતી, “મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ, ” તે તેને યાદ આવી; અને બહાર જઈને તે બહુ રડ્યો.


યોનાથાને પોતાના શસ્‍ત્રવાહક જુવાનને કહ્યું, “ચાલ, આપણે આ બેસુન્‍નત લોકની છાવણીમાં જઈએ. કદાચ યહોવા આપણને સહાય કરશે; કેમ કે થોડાની મારફતે કે ઘણાની મારફતે બચાવવાને યહોવાને કંઈ અડચણ નથી.”


Lean sinn:

Sanasan


Sanasan