Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 2:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ ‘ગિલ્યાદી બાર્ઝિલ્લાયના દીકરાઓ પર તું મહેરબાની રાખજે, ને તેઓ તારી મેજ પર જમનારાઓમાં દાખલ થાય, કેમ કે તારા ભાઈ આબ્શાલોમથી હું નાસતો ફરતો હતો ત્યારે તેઓ મારી પાસે એવી રીતે આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 “પણ ગિલ્યાદના બાર્ઝિલ્લાયના પુત્રો પ્રત્યે ભલાઈ દાખવજે અને તેમનું ભરણપોષણ કરજે; કારણ, તારા ભાઈ આબ્શાલોમથી હું નાસી છૂટયો ત્યારે તેઓ મારું ભરણપોષણ કરી મારે પડખે ઊભા રહ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પણ ગિલ્યાદી બાર્ઝિલ્લાયના દીકરાઓ પર તું કૃપા રાખજે અને તેઓ તારી મેજ પર ભોજન કરનારાઓમાં સામેલ થાય, કેમ કે જયારે હું તારા ભાઈ આબ્શાલોમથી નાસતો ફરતો હતો, ત્યારે તેઓ મારી સાથે એવી રીતે વર્ત્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “પરંતુ ગિલયાદના બાઝિર્લ્લાયના પરિવાર પ્રતિ સદા મિત્રભાવ રાખજે, તેમને પણ ભોજન સમયે તારી સાથે રાખજે, કારણ કે હું જયારે તારા ભાઈ આબ્શાલોમથી ભાગતો ફરતો હતો, ત્યારે તેઓ માંરા પ્રત્યે વફાદાર રહ્યાં હતા, અને માંરી સારસંભાળ રાખી હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 2:7
15 Iomraidhean Croise  

પણ તમારું ભલું થાય ત્યારે કૃપા કરીને મને સંભારજો, ને મારા પર દયા રાખજો, ને મારા વિષે ફારુનને કહીને આ ઘરમાંથી મને કઢાવજો.


કેમ કે મારા પિતાનું આખું કુટુંબ મારા મુરબ્બી રાજા આગળ કેવળ મૂએલા માણસ જેવું હતું; તોપણ તમારી પોતાની મેજ પર જમનારાઓ મધ્યે તમે આ તમારા ચાકરને દાખલ કર્યો તો રાજાની આગળ હજીએ વધારે વિનંતી કરવાનો મારો શો હક છે?”


અને તારે તથા તારા દિકરાઓએ તથા તારા ચાકરોએ તેની તરફથી તે જાગીર ખેડવી; અને [તેની ઊપજ] તારે લાવવી કે, જેથી તારા માલિકના દિકરાનું ગુજરાન ચાલે; પણ તારા માલિકનો દિકરો મફીબોશેથ તો હમેશા મારી મેજ પર ભોજન કરશે.” સીબાને પંદર દિકરા તથા વીસ ચાકર હતા.


દાઉદે તેને કહ્યું, “બીશ નહિ; કેમ કે તારા પિતા યોનાથાનની ખાતર હું નક્‍કી તારા પર કૃપા રાખીશ, ને તારા દાદા શાઉલની સઘળી જાગીર હું તને પાછી આપીશ; અને તું હમેશા મારી મેજ પર ભોજન કરજે.”


તેનો બંદીવાનનો પોષાક તેણે બદલાવ્યો, ને તેના આયુષ્યના સર્વ દિવસો સુધી તેણે હમેશાં તેની સાથે રોટલી ખાધી.


વળી તેની ખરચીને વાસ્તે તેના આયુષ્યના સર્વ દિવસો સુધી રાજા તરફથી તેને હમેશાં દરરોજનું ભથ્થું મળતું હતું.


યાજકોના પુત્રોમાંના : હબાયાના પુત્રો, હાક્કોસના પુત્રો, બાર્ઝિલાય જે ગિલ્યાદી બાર્ઝિલ્લાયની દીકરીઓમાંથી એક સ્ત્રી પરણી લાવ્યો હતો ને જેથી તેનું એ નામ પાડ્યું હતું તેના પુત્રો.


તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને ત્યજી દઈશ નહિ; અને તારી વિપત્તિને સમયે તારા ભાઈને ઘેર ન જા, દૂર વસતા ભાઈ કરતાં પાસેનો પડોશી સારો છે.


બંદીખાનામાં જે કપડાં તે પહેરતો હતો તે ઉતરાવીને તેને બીજાં પહેરાવ્યાં, ને તે જીવન પર્યંત નિત્ય તેની સાથે જમતો હતો.


જે દાસોને ધણી આવીને જાગતા જોશે તેઓને ધન્ય છે; હું તમને ખચીત કહું છું કે, તે પોતાની કમર બાંધીને તેઓને જમવા બેસાડશે, અને આવીને તેઓની સેવા કરશે.


Lean sinn:

Sanasan


Sanasan