Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 2:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 વળી સરુયાના દીકરા યોઆબે મને જે કર્યું, એટલે કે તેણે ઇઝરાયલનાં સેન્યનાં બે અધિપતિઓને, એટલે નેરના દીકરા આબ્નેરને, તથા યેથેરના દીકરા અમાસાને જે કર્યું તે તું જાણે છે, તેણે તેઓને મારી નાખીને શાંતિના સમયમાં યુદ્ધના જેવું રક્ત પાડીને તે યુદ્ધરકત પોતાની કમરે બાંધેલાં કમરબંધને તથા પોતાના પગમાંનાં પગરખાંને લગાડ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 “વળી, તું જાણે છે કે સરુયાના પુત્ર યોઆબે ઇઝરાયલી સૈન્યના બે સેનાપતિઓ એટલે, નેરના પુત્ર આબ્નેરને અને યેથેરના પુત્ર અમાસાને મારી નાખીને મારા પ્રત્યે કેવું વર્તન દાખવ્યું છે. તેણે તેમને શાંતિના સમયમાં મારી નાખીને યુદ્ધમાં માર્યા ગયેલા માણસોનું વેર લીધું. તેણે નિર્દોષ જનનાં ખૂન કર્યાં એની જવાબદારી હવે મારે શિર છે અને મારે તેનાં પરિણામો ભોગવવાં પડે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 સરુયાના દીકરા યોઆબે મને જે કર્યું, એટલે કે તેણે ઇઝરાયલનાં સૈન્યના બે અધિપતિઓને, એટલે નેરના દીકરા આબ્નેરને તથા યેથેરના દીકરા અમાસાને મારી નાખ્યા હતા, તે તું જાણે છે. તેણે શાંતિના સમયમાં યુદ્ધના જેવું લોહી પાડીને તે યુદ્ધનું લોહી પોતાની કમરે બાંધેલા કમરબંધને તથા પોતાના પગમાંનાં પગરખાંને લગાડ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “સરૂયાના પુત્ર યોઆબે માંરી સાથે કેવો વર્તાવ રાખ્યો હતો તે તું જાણે છે, તને ખબર નથી કે તેણે ઇસ્રાએલી લશ્કરના બે સેનાપતિ નેરનો પુત્ર આબ્નેર અને યેથેરના પુત્ર અમાંસાને માંરી નાખ્યા હતા? યુદ્ધમાં તે બનેલો બનાવ હતો એવો તેણે દેખાવ કર્યો હતો, પણ હકીકતમાં એ કૃત્ય શાંતિના સમયમાં કરવામાં આવ્યું હતું. અને તેની તરવારબંધ અને પગરખાને નિર્દોષના લોહીથી કલંકિત કર્યા હતાં.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 2:5
18 Iomraidhean Croise  

અને આબ્શાલોમે યોઆબની જગાએ અમાસાને સેનાપતિ ઠરાવ્યો. હવે અમાસ તો યોઆબની મા સરુયાની બહેનમ નાહાશની દિકરી અબિગાઈલની સાથે વ્યવહાર કરનાર યિથ્રા નામે એક ઇઝરાયલીનો દિકરો હતો.


તે માણસે યોઆબને કહ્યું, “જો, મને મારા હાથમાં એક હજાર રૂપિયા મળે તો પણ હું રાજાના દિકરા સામે મારો હાથ ઉગામું નહિ; કેમ કે અમારા સાંભળતા રાજાએ તને, અબિશાયને તથા ઇત્તાયને એવું ફરમાવ્યું હતું કે, ‘ખબરદાર, જુવાન, આબ્શાલોમને કોઈ હાથ અડકાડે નહિ.’


ત્યારે યોઆબે કહ્યું, “મારે તારી સાથે એમ ખોટી થવું ન જોઈએ.” પછી તેણે ત્રણ ભાલા હાથમાં લીધા, ને આબ્શાલોમ જે હજી એલોનવૃક્ષ પર જીવતો લટકી રહ્યો હતો, તેના હ્રદયમાં તે ભોંકી દીધા.


અને યોઆબ, અબિશાય તથા ઇત્તાયને રાજાએ આબ્શાલોમ સાથે મારી ખાતર નરમાશથી વર્તજો.” અને આબ્શાલોમ વિષે જે સૂચના રાજાએ સઘળા સરદારોને કરી તે સર્વ લોકોએ સાંભળી.


અને સરૂયાનો દિકરો યોઆબ તથા દાઉદના ચાકરો ચાલી નીકળીને ગિબ્યોનના તળાવ પાસે તેઓને મળ્યા; અને એક ટુકડી તળાવની આ પારે, ને બીજી ટુકડી તળાવની પેલી પાર એમ તેઓ બેઠા.


અને સરુયાના ત્રણ દિકરા એટલે યોઆબ, અબિશાય તથા અસાહેલ ત્યાં હતા. અસાહેલ રાની હરણ જેવો પગનો ચપળ હતો.


પણ યોઆબના હાથમાં તરવાર હતી તે પર અમાસાનું ધ્યાન રહ્યું નહિ; અને તેણે તે તરવાર તેના પેટમાં મારીને તેનાં આંતરડાં ભૂમિ પર પડ્યાં, તેણે તેને બીજો ઘા કર્યો નહિ; અને તે [તરત] મરી ગયો. પછી યોઆબ તથા તેનો ભાઈ અબિશાય બિખ્રીના દિકરા શેબાની પાછળ પડ્યા.


આબ્નેર પાછો હેબ્રોન આવ્યો, એટલે યોઆબ તેની સાથે એકાંતે વાત કરવા માટે તેને એક બાજુએ દરવાજામાં લઈ ગયો. ત્યાં તેણે પોતાના ભાઈ અસાહેલના ખૂનને માટે તેના પેટમાં [ખંજર] ભોકી દીધું, જેથી તે મરણ પામ્યો.


અને જો કે હું એક અભિષિક્ત રાજા છું, તથાપિ આજે હું અશક્ત છું, અને આ માણસોને, સરુયાના દિકરાઓને, વશ કરવા હું અશક્ત છું:યહોવા દુષ્ટતા કરનારને તેની દુષ્ટતા પ્રમાણે ફળ આપો.”


સરુયાના દીકરા યોઆબ તથા અબ્યાથાર યાજક સાથે તેણે મસલત કરી.તેઓએ અદોનિયાની તહેનાતમાં રહીને તેને સહાય કરી.


અને તેણે વહેવડાવેલું રકત યહોવા તેના પોતાના માથા પર પાછું વાળશે; કેમ કે મારા પિતા દાઉદ ન જાણે તેમ, તેણે પોતા કરતાં ન્યાયી ને સારા એવા બે માણસ પર, એટલે નેરના દીકરા તથા ઇઝરાયલના સેનાધિપતિ આબ્નેર પર, અને યેથેરના દીકરા એટલે યહૂદિયાના સેનાધિપતિ અમાસા પર, તૂટી પડીને તેઓને તરવારથી કતલ કર્યા હતા.


વળી તારા વસ્ત્રોમાં નિર્દોષ ગરીબ માણસનું રક્ત મળી આવ્યું છે. તેઓ ખાતર પાડતા હતા ત્યારે તેઓ તને જડયા એમ તો નહિ, પણ આ બધા ઉપર તે [રક્ત] છે.


તેઓએ ધિક્કારપાત્ર કૃત્ય કર્યું હતું, માટે શું તેઓ શરમિંદા થયા નહિ, વળી શું છે તે તેઓ સમજ્યા નહિ; તેથી તેઓ પડનારાઓ ભેગા પડશે; જ્યારે હું તમને જોઈ લઈશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે, ” એમ યહોવા કહે છે.


અને તે યોહાનનાં લૂગડાં ઊંટનાં રૂઆંનાં હતાં, ને તેની કમરે ચામડાનો પટો હતો, ને તીડો તથા રાની મધ તેનો ખોરાક હતો.


‘જે પોતાના પડોશીને ગુપ્ત રીતે મારી નાખે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’


Lean sinn:

Sanasan


Sanasan