Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 2:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 ત્યારે યહોયાદાના દીકરા બનાયાએ જઈને યોઆબ પર તૂટી પડીને તેને મારી નાખ્યો. અને તેને અરણ્યમાં તેના પોતાના ઘરમાં દાટવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 તેથી બનાયાએ મુલાકાતમંડપમાં જઈને યોઆબને મારી નાખ્યો, અને તેને તેના વતનમાં વેરાન જગામાં દફનાવવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 પછી યહોયાદાના દીકરા બનાયાએ જઈને યોઆબ પર હુમલો કરીને તેને મારી નાખ્યો. તેને અરણ્યમાં તેના પોતાના ઘરમાં દફનાવવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 તેથી યહોયાદાના પુત્ર બનાયાએ જઇને યોઆબને માંરી નાખ્યો. તેના ઘર પાસે તેને વગડામાં દફનાવવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 2:34
8 Iomraidhean Croise  

પછી સુલેમાન રાજાએ યહોયાદાના દીકરા બનાયાને હુકમ આપીને મોકલ્યો. એણે અદોનિયા પર તૂટી પડીને તેનો પ્રાણ લીધો.


રાજાએ તેને કહ્યું, “જેમ યોઆબ બોલ્યો છે તેમ તું કર, તેના પર તૂટી પડ, ને તેને દાટી દે; જેથી યોઆબે વગર કારણે પાડેલા રકત [નો દોષ] તું મારા પરથી તથા મારા પિતાના કુટુંબ પરથી દૂર કરે.


પછી રાજાએ યહોયાદાના દીકરા બનાયાને આજ્ઞા કરી, અને તેણે બહાર નીકળીને શિમઈ પર તૂટી પડીને તેને મારી નાખ્યો. પછી રાજ્ય સુલેમાનના હાથમાં સ્થિર થયું.


અને મનાશ્શા પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો, તેને પોતાના ઘરની વાડીમાં એટલે ઉઝઝાની વાડીમાં દાટવામાં આવ્યો.અને તેના દીકરા આમોને તેની જગાએ રાજ કર્યું.


મનાશ્શા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને4 લોકોએ તેને તેના પોતાના મહેલમાં દાટ્યો. તેનો પુત્ર આમોન તેની જગાએ રાજા થયો.


અને તે દિવસોમાં યોહાન બાપ્તિસ્ત પ્રગટ થયો, ને યહૂદિયાના રાનમાં ઉપદેશ કરવા લાગ્યો. તે એમ કહેતો,


અરણ્યમાં બેથ-અરાબા, મિદ્દીન તથા સખાખા;


તેઓએ તેને કહ્યું, “તને પલિસ્તીઓના હાથમાં સોંપી દેવાને અમે તને બાંધવા આવ્યા છીએ.” સામસૂને તેઓને કહ્યું, “મારી આગળ તમે પ્રતિ લો કે તમે પોતે મારા પર તૂટી નહિ પડો.”


Lean sinn:

Sanasan


Sanasan