Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 2:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 રાજાએ તેને કહ્યું, “જેમ યોઆબ બોલ્યો છે તેમ તું કર, તેના પર તૂટી પડ, ને તેને દાટી દે; જેથી યોઆબે વગર કારણે પાડેલા રકત [નો દોષ] તું મારા પરથી તથા મારા પિતાના કુટુંબ પરથી દૂર કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 શલોમોને કહ્યું, “તો ભલે યોઆબના કહેવા પ્રમાણે કર. તેને મારીને દાટી દે. પછી યોઆબે નિર્દોષ માણસોનો સંહાર કર્યો તેની જવાબદારી મારા પર કે દાવિદના બીજા કોઈ વંશજ પર રહેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 રાજાએ તેને કહ્યું, “તેના કહ્યા પ્રમાણે કર. તેને મારી નાખ અને દફનાવી દે, કે જેથી યોઆબે વગર કારણે પાડેલા લોહીનો દોષ તું મારા પરથી તથા મારા પિતાના કુટુંબ પરથી દૂર કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 તેથી રાજાએ કહ્યું, “તેના કહ્યા પ્રમાંણે કર. તેને પૂરો કરીને દફનાવી દે; અને મને અને માંરા કુટુંબને, નિર્દોષ લોકોને માંરીને યોઆબે કરેલા ગુનાહમાંથી મુકત કર.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 2:31
11 Iomraidhean Croise  

દાઉદે એ સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, “નેરના દિકરા આબ્નેરના ખૂન વિષે હું તથા મારું રાજ્ય યહોવા આગળ સદાકાળ નિર્દોષ છીએ.


તેનો દોષ યોઆબને શિર તથા તેના પિતાના આખા કુટુંબને શિર હો. અને સ્‍ત્રાવવાળો, કે કોઢિયો, કે લાકડીએ ટેકનાર, કે તરવારથી પડનાર, કે રોટલીની અછતવાળો, યોઆબના કુટુંબમાંથી કદી ખૂટો નહિ.”


બનાયાએ યહોવાના મંડપમાં જઈને તેને કહ્યું, “રાજા એમ કહે છે, કે તું બહાર નીકળ, ” યોઆબે કહ્યું, “ના; હું તો અહીં જ મરીશ.” બનાયા એવો સંદેશો લઈને રાજા પાસે પાછો આવ્યો કે, યોઆબે આમ કહ્યું ને તેણે મને આવો ઉત્તર આપ્યો.


યહોવા કહે છે કે, ‘ખરેખર, મેં કાલે નાબોથનું રક્ત તથા તેના દીકરાઓનું રક્ત જોયું છે.’ અને યહોવા કહે છે કે, ‘એ વાંટામાં હું તારી પાસેથી બદલો લઈશ.’ તો હવે યહોવાના વચન પ્રમાણે એને ઉઠાવીને તે વાંટામાં નાખ.”


અને જો કોઈ માણસ જાણીજોઈને પોતાના પડોશી પર ઘસી પડીને તેને કપટથી મારી નાખે; તો એવાને મારી વેદી આગળથી પણ કાઢીને મારી નાખવો.


જે માણસે કોઈ પુરુષનું ખૂન કર્યું હશે, તે નાસીને ખાડામાં પડશે; કોઈએ તેને અટકાવવો નહિ.


એ પ્રમાણે જે દેશમાં તમે રહો છો તે ભ્રષ્ટ થશે નહિ. કેમ કે લોહી એ તો દેશને ભ્રષ્ટ કરે છે. કેમ કે દેશમાં વહેવડાવેલા લોહીનું પ્રાયશ્ચિત્ત તે લોહી વહેવડાવનારના લોહી સિવાય થઈ શક્તું નથી.


દેશી લોકો તે સાપને તેના હાથ પર લટકતો જોઈને એકબીજાને કહેવા લાગ્યા, “નિશ્ચે આ માણસ ખૂની છે, જો કે એ સમુદ્રમાંથી બચી ગયો છે ખરો, તોપણ ન્યાય એને જીવવા દેતો નથી.”


Lean sinn:

Sanasan


Sanasan