૧ રાજા 2:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 રાજાએ અબ્યાથાર યાજકને કહ્યું, “તું અનાથોથમાં તારાં પોતાનાં ખેતરોમાં જતો રહે, કેમ કે તું મરણ પામવા યોગ્ય છે. પણ હું તને આ વખતે મારી નાખીશ નહિ, કેમ કે મારા પિતા દાઉદ આગળ તેં પ્રભુ યહોવાનો કોશ ઊંચકેલો, ને મારા પિતાને પડેલાં સર્વ દુ:ખોમાં તું પણ દુ:ખી થયેલો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 પછી શલોમોન રાજાએ અબ્યાથાર યજ્ઞકારને કહ્યું, “તારા વતન અનાથોથમાં ચાલ્યો જા. તું મરણપાત્ર છે; પણ હું તને હાલ મારી નાખીશ નહિ. કારણ, તું મારા પિતા દાવિદની સાથે હતો એ બધા સમય દરમ્યાન કરારપેટી તારા હસ્તક હતી અને તું તેમનાં સર્વ સંકટોમાં ભાગીદાર થયો હતો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 પછી અબ્યાથાર યાજકને રાજાએ કહ્યું, “તું અનાથોથમાં તારાં પોતાના ખેતરોમાં જતો રહે. તું મૃત્યુદંડને જ લાયક છે, પણ હું તને આ વખતે મારી નાખીશ નહિ. કારણ કે તેં ઈશ્વર યહોવાહનો કોશ મારા પિતા દાઉદ સમક્ષ ઊંચકેલો અને મારા પિતાએ સહન કરેલા સર્વ દુઃખોમાં તું પણ દુઃખી થયો હતો.” Faic an caibideilપવિત્ર બાઈબલ26 પછી અબ્યાથાર યાજકને રાજાએ કહ્યું, “તું તારે ઘેર અનાથોથ જતો રહે. તું મૃત્યુદંડને જ લાયક છે; પણ હું તને માંરી નાખીશ નહિ. કારણ કે તેં દેવ યહોવાનો પવિત્રકોશ માંરા પિતા દાઉદ સમક્ષ ઉચક્યો હતો અને તેમનાં બધાં કષ્ટોમાં તેં ભાગ પડાવ્યો હતો.” Faic an caibideil |