Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 2:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અદોનિયાએ કહ્યું, “તમે જાણો છો કે રાજ્ય મારું હતું, ને હું રાજા થાઉં એવી સર્વ ઇઝરાયલની ઈચ્છા હતી. તરંતું રાજ્ય તો બદલાઈને મારા ભાઈનું થયું છે. કેમ કે યહોવાએ તે તેને આપેલું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 તેણે જવાબ આપ્યો, “તમે જાણો છો કે મારે રાજા બનવાનું હતું; ઇઝરાયલમાં સૌ કોઈની એ અપેક્ષા હતી. પણ એથી ઊલટું જ થયું. મારો ભાઈ રાજા બની ગયો, કારણ, એ પ્રભુની ઇચ્છા હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 અદોનિયાએ કહ્યું, “તમે જાણો છો કે રાજ્ય મારું છે અને સર્વ ઇઝરાયલીઓએ મને રાજા તરીકે ઊંચો કર્યો. પણ રાજ્ય તો બદલાઈને મારા ભાઈનું થયું છે, કેમ કે યહોવાહે તે તેને આપેલું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 એટલે તેણે જવાબ આપ્યો, “તમે જાણો છો કે રાજગાદી મને મળવી જોઈતી હતી અને સમગ્ર ઇસ્રાએલ હું રાજા થઈશ એવી અપેક્ષા રાખતું હતું; પણ તેને બદલે રાજગાદી મને ટાળીને માંરા ભાઈને મળી છે, તેને યહોવાએ તે આપી.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 2:15
19 Iomraidhean Croise  

પછી દાઉદે પોતાની પત્ની બાથશેબાને દિલાસો આપ્યો, ને તેની પાસે જઈને તેની સાથે સૂતો. અને તેને પુત્રનો પ્રસવ થયો ને તેનું નામ તેણે સુલેમાન પાડ્યું. અને તેના પર યહોવાનો પ્રેમ હતો.


અને એક સંદેશવાહકે દાઉદ પાસે આવીને કહ્યું, “ઇઝરાયલના માણસોનાં હ્રદય આબ્શાલોમની તરફ છે.”


ઇઝરાયલના જે માણસો રાજા પાસે ન્યાય માગવા આવતા, તે સર્વની સાથે આબ્શાલોમ એ પ્રમાણે વર્તતો; એ પ્રમાણે આબ્શાલોમે ઇઝરાયલના માણસોનાં હ્રદય હરી લીધાં.


હુશાયે આબ્શાલોમને કહ્યું, “એમ નહિ, પણ જેને યહોવાએ, આ લોકોએ તથા ઇઝરાયલના સર્વ માણસોએ પસંદ કર્યો છે, તેનો જ હું થઈશ, ને તેની જ મદદે રહીશ.


તેનો બીજો [દિકરો] કિલાબ, તે નાબાલ કાર્મેલીની વિધવઅ અબિગાઇલના પેટનો હતો. ત્રીજો ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાનો દિકરો આબ્શાલોમ હતો.


ચોથો, હાગ્ગીથનો દિકરો અદોનિયા હતો. પાંચમો, અબીટાલનો દિકરો શફાટ્યા હતો;


જ્યારે તારા દિવસો પૂરા થશે, ને તું તારા પેટમાંથી નીકળનાર તારા સંતાનને ઊભો કરીશ, ને તેનું રાજ્ય હું સ્થાપીશ.


કેમ કે આજે જ તેણે જઈને પુષ્કળ બળદો, પુષ્ટ પશુઓ તથા ઘેટાંનું બલિદાન આપ્યું છે, ને રાજાના સર્વ દીકરાઓને, સેનાધિપતિઓ તથા અબ્યાથાર યાજકને નોતર્યા છે. અને જુઓ, તેઓ તેની આગળ ખાયપીએ છે, અને, ‘ઈશ્વર અદોનિયા રાજાની રક્ષા કરો, ’ એમ પોકારે છે.


એમ સાદોક યાજક, નાથાન પ્રબોધક, યહોયાદાનો દીકરો બનાયા, તથા કરેથીઓ ને પલેથીઓ, તેઓ જઈને સુલેમાનને દાઉદ રાજાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ આવ્યા.


પછી સાદોક યાજકે મંડપમાંથી તેલનું શિંગ લઈને સુલેમાનનો અભિષેક કર્યો. તેઓએ રણશિંગડું વગાડ્યું; અને સર્વ લોકોએ પોકાર્યું, “ઈશ્વર સુલેમાન રાજાની રક્ષા કરો.”


એવામાં હાગ્ગીથના દીકરા અદોનિયાએ ગર્વિષ્ઠ થઈને કહ્યું, “ હું રાજા થઈશ.” અને તેણે પોતાને માટે રથો, સવારો તથા પોતાની આગળ દોડવા માટે પચાસ માણસો ઊભા કર્યા.


વળી તેણે કહ્યું, “મારે તમને કંઈ કહેવું છે.” એટલે બેથ-શેબાએ કહ્યું, “બોલ”


હવે હું તમને એક અરજ કરવા માગું છું; મને ના પાડશો નહિ.” બાથ-શેબાએ તેને કહ્યું, “બોલ”


સુલેમાન રાજાએ પોતાની માને કહ્યું, “તમે અદોનિયા માટે શૂનામ્મી અબીશાગને જ કેમ માગો છો? તેને માટે રાજ્ય પણ માગો; કેમ કે તે મારો વડો ભાઈ છે. હા, તેને માટે, અબ્યાથાર યાજકને માટે, તથા સરુયાના દીકરા યોઆબને માટે પણ.


યહોવાની વિરુદ્ધ ચાલે એવું કોઈ પણ જ્ઞાન, બુદ્ધિ કે મસલત નથી.


તે ગહન ને ગુહ્ય વાતો ખુલ્લી કરે છે; અંધારામાં જે કંઈ હોય તે તે જાણે છે, ને પ્રકાશ તેમની સાથે રહે છે.


Lean sinn:

Sanasan


Sanasan