Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 2:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે દાઉદને મરવાના દિવસ પાસે આવ્યા હતા. તેણે પોતાના દીકરા સુલેમાનને શિખામણ આપી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 દાવિદનો અંત નજીક આવ્યો હતો અને તેથી તેણે શલોમોનને બોલાવીને આ પ્રમાણે છેલ્લી સૂચનાઓ આપી:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 દાઉદ રાજાના મરણના દિવસો નજીક હતા ત્યારે તેણે પોતાના દીકરા સુલેમાનને આજ્ઞા આપી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 રાજા દાઉદના જીવનનો અંત જયારે નજીક આવ્યો ત્યારે; તેણે પોતાના પુત્ર સુલેમાંનને બોલાવ્યો અને તેને આ પ્રમાંણે હુકમ કર્યો:

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 2:1
15 Iomraidhean Croise  

અને ઇઝરાયલનો મરણસમય પાસે આવ્યો; અને તેણે પોતાના દિકરા યૂસફને બોલાવીને તેને કહ્યું, “હવે જો, હું તારી દષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને તારો હાથ મારી જાંઘ નીચે મૂક, ને કૃપાથી તથા ખરા દિલથી મારી સાથે વર્તજે. કૃપા કરી મને મિસરમાં દાટતો ના;


જ્યારે તારા દિવસો પૂરા થશે, ને તું તારા પેટમાંથી નીકળનાર તારા સંતાનને ઊભો કરીશ, ને તેનું રાજ્ય હું સ્થાપીશ.


એમ [કહીને] સુલેમાન રાજાએ માણસ મોકલ્યા, ને તેઓ તેને વેદી પાસેથી ઉતારી લાવ્યા. તેણે આવીને સુલેમાન રાજાને નમસ્કાર કર્યા. અને સુલેમાને તેને કહ્યું, “તું તારે ઘેર જા.”


પછી તેણે પોતાના પુત્ર સુલેમાનને તેડાવ્યો, ને ઇઝરાયલના ઈશ્વર યહોવાને માટે મંદિર બાંધવાની તેને સોંપણી કરી.


એલાઝાર યાજક તથા સમગ્ર પ્રજાની આગળ તેને ઊભો કર; અને તેઓનાં જોતાં તેને દીક્ષા આપ.


પણ યહોશુઆને આજ્ઞા કર, ને તેને હિમ્મત તથા બળ આપ. કેમ કે તે આ લોકોને પેલી બાજુ દોરી જશે, ને જે દેશ તું જોવાનો છે તેનો વારસો તે તેઓને પ્રાપ્ત કરાવશે.’


અને યહોવાએ મૂસાને કહ્યું, “જો, તારા મરણના દિવસ પાસે આવ્યા છે. યહોશુઆને બોલાવ, ને મુલાકાતમંડપમાં તમે બન્‍ને હાજર થાઓ કે હું તેને સોંપણી કરું.” અને મૂસા તથા યહોશુઆ જઈને મુલાકાતમંડપમાં હાજર થયા.


અને નૂનના દીકરા યહોશુઆને સોંપણી કરીને તેણે કહ્યું, “બળવાન તથા હિમ્મતવાન થા, કેમ કે ઇઝરાયલી લોકોને જે દેશ આપવાની મેં તેમની આગળ પ્રતિજ્ઞા લીધી તેમાં તું તેઓને લાવશે. અને હું તારી સાથે રહીશ.”


અને ઈશ્વરભક્ત મૂસાએ પોતાના મરણ અગાઉ ઇઝરાયલી લોકોને જે આશીર્વાદ આપ્યો તે આ છે.


દીકરા તિમોથી, તારે વિષે અગાઉ થયેલા ભવિષ્યકથન પ્રમાણે, હું તને આ [ખાસ] આજ્ઞા આપું છું કે, તે ભવિષ્યકથનો [ની સહાય] થી તું સારી લડાઈ લડે;


જે ઈશ્વર સર્વને સજીવન કરે છે તેમની આગળ તથા ઈસુ ખ્રિસ્ત, જેમણે પોંતિયસ પિલાતની આગળ સારી કબૂલાત કરી, તેમની સમક્ષ હું તને આગ્રહપૂર્વક ફરમાવું છું કે,


માટે ઈશ્વરની સમક્ષ અને ખ્રિસ્ત ઈસુ જે જીવતાં તથા મૂએલાંનો ન્યાય કરવાના છે તેમની સમક્ષ, ને તેમના પ્રગટ થવાની તથા રાજ્યની [આણ દઈને] હું તને આગ્રહપૂર્વક કહું છું કે,


કેમ કે હું અત્યારે પેયાર્પણ તરીકે રેડાઉં છું, અને મારો પ્રયાણકાળ પાસે આવ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan