Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 19:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પણ પોતે એક દિવસની મુસાફરી જેટલે દૂર અરણ્યમાં ગયો, ને જઈને એક રોતેમવૃક્ષ નીચે બેઠો. ત્યાં તેણે મોત માગ્યું, અને કહ્યું, ”હવે તો બસ થયું, હવે તો, હે યહોવા, મારો જીવ લઈ લો, કેમ કે હું મારા પિતૃઓ કરતાં સારો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 એલિયા ચાલતાં જતાં એક આખો દિવસ લાગે તેટલે અંતરે રણપ્રદેશમાં ગયો. તે થોભ્યો અને એક ઘટાદાર રોતેમ નામના વૃક્ષ નીચે બેઠો અને મોત માગ્યું. તેણે પ્રાર્થના કરી, “પ્રભુ, બસ, હવે બહુ થયું. મારો જીવ લઈ લો. હું ય હવે મરી જઈને મારા પૂર્વજો સાથે ભળી જઉં તો સારું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પણ પોતે એક દિવસની મુસાફરી જેટલે દૂર અરણ્યમાં ગયો, ત્યાં તે એક રોતેમ વૃક્ષની નીચે બેઠો અને તે પોતે મૃત્યુ પામે તેવી પ્રાર્થના કરી. તેણે કહ્યું, “હવે બસ થયું, હે યહોવાહ ઈશ્વર, મારો પ્રાણ લઈ લો, હું મારા પિતૃઓથી જરાય સારો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 અને તેણે એક આખો દિવસ મુસાફરી કરી, ત્યાં તે એક ઝાડ નીચે બેઠો અને પ્રાર્થના કરી કે પોતે મરી જાય, તેણે કહ્યું “યહોવા દેવ, માંરા પ્રાણ લઇ લો, હું માંરા પિતૃઓથી જરાય સારો નથી.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 19:4
19 Iomraidhean Croise  

અને તે ઈશ્વરભક્તની પાછળ ગયો, ઈશ્વરભક્ત તેને એલોનવૃક્ષ નીચે બેઠેલો મળ્યો. તેણે તેને પૂછ્યું, ”યહૂદિયામાંથી આવેલા ઈશ્વરભક્ત તે શું તમે છો?” એણે કહ્યું, “હું તે છું.”


તેણે તે જોયું, ત્યારે તે ઊઠીને પોતાનો જીવ લઈને નાઠો, ને યહૂદિયાના બેર-શેબામાં પહોંચ્યો ને ત્યાં તેણે પોતાના ચાકરને મૂક્યો.


પછી તે રોતેમવૃક્ષ નીચે સૂતો ને ઊંઘી ગયો, અને જુઓ, એક દૂતે તેને અડકીને કહ્યું, “ઊઠીને ખા.”


તેઓ વાત કરતા કરતા હજુ આગળ ચાલ્યા જતા હતા, એટલામાં એમ થયું કે, જુઓ, અગ્નિરથ તથા અગ્નિઘોડા [દેખાયા]. ને એ બધાએ તે બેને જુદા પાડી દીધા. અને એલિયા વંટોળીયામાં થઈને આકાશમાં ચઢી ગયો.


અરે, જો મારી વિનંતી સફળ થાય, અને જેને માટે હું તલપું છું તે જો ઈશ્વર મને બક્ષે!


એટલે, જો ઈશ્વર કૃપા કરીને મને કચરી નાખે, અને પોતાના છૂટા હાથથી મારો નાશ કરે, તો કેવું સારું!


વળી જો હું એવું કહું કે, તેને વિષે હું વાત કરીશ નહિ, ને તેને નામે ફરી બોલીશ નહિ, તો જાણે મારાં હાડકાંમાં બળતો અગ્નિ સમાયેલો હોય, એવી મારા હ્રદયમાં પીડા થાય છે, અને મૂંગા રહેતાં મને કંટાળો આવે છે; હું [બોલ્યા વગર] રહી શકતો નથી.


કાલ્નેમાં ચાલ્યા જઈને જુઓ. ત્યાંથી મોટા હમાથમાં જાઓ. પછી આગળ વધીને પલિસ્તીઓના ગાથમાં જાઓ. શું તેઓ આ રાજ્યાના કરતાં સારાં છે? અથવા શું તેમનો વિસ્તાર તમારા કરતાં વિશાળ છે?


તેથી, હે યહોવા હવે કૃપા કરીને મારો જીવ લઈ લો; કેમ કે મારે જીવવા કરતાં મરવું બહેતર છે.”


વળી સૂર્ય ઊગતાં ઈશ્વરે પૂર્વ તરફથી લૂ વાતી શરુ કરી. તેથી યૂનાના માથા પર એટલો બધો તડકો પડ્યો કે તેને મૂર્છા આવી, ને તેણે પોતે મોત માગીને કહ્યું, “મારે જીવતા કરતાં મરવું બહેતર છે.”


શું તું નો-આમોન [નગરી] કરતાં શ્રેષ્ઠ છે, જે નહેરો મધ્યે આવેલી હતી, જેની આસપાસ પાણી હતું. જેનો કિલ્લો સમુદ્ર ને કોટ સમુદ્રનાં [પાણી] હતાં?


અને જો તમે મારી સાથે એ પ્રમાણે વર્તો, ત્યારે તો, જો હું તમારી દષ્ટિમાં કૃપા પામ્યો હોઉં, તો મને મારી નાખો કે, મને મારું દુ:ખ જોવું ન પડે.”


આકાશનાં પક્ષીઓને જુઓ! તેઓ તો વાવતાં નથી, ને કાપતાં નથી, ને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા આકાશમાંના પિતા તેઓનું પાલન કરે છે. તો તેઓ કરતાં તમે અધિક નથી શું?


ત્યાં યાકૂબનો કૂવો હતો. માટે ઈસુ ચાલવાથી થાકેલા હોવાથી કૂવા પર એવા ને એવા જ બેઠા. તે સમયે આશરે બપોર થયા હતા.


ત્યારે શું? આપણે તેઓના કરતાં ચઢિયાતા છીએ? તદ્દન નહિ જ; કારણ કે અમે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકોને માથે દોષ મૂક્યો છે કે તેઓ બધા પાપને આધીન છે.


Lean sinn:

Sanasan


Sanasan