Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 19:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 એટલે એલિશા તેની પાછળ; ન જતાં પાછો ફર્યો, ને તેણે બળદની એક જોડ લઈને તેમનો વધ કર્યો. અને બળદના સામાનથી તેમનું માસ બાફીને લોકોને પીરસ્યું, ને તેઓએ તે ખાધું. પછી તે ઊઠીને એલિયાની પાછળ ગયો, ને એની સેવાચાકરી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 પછી એલિશા તેના બળદની જોડ પાસે ગયો અને તેમને કાપ્યા પછી બળતણ માટે ઝૂંસરી વાપરીને તેણે ખોરાક રાંયો. તેણે લોકોને માંસ આપ્યું એટલે તેમણે તે ખાધું. પછી એ એલિયાની પાછળ ગયો અને તેનો સહાયક બન્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેથી એલિશા એલિયાની પાછળ ન જતાં પાછો વળ્યો. તેણે બળદની એક જોડ લઈને તે બે બળદને કાપીને ઝૂંસરીના લાકડાંથી તેઓનું માંસ બાફ્યું. તેનું ભોજન બનાવીને લોકોને પીરસ્યું. અને તેઓએ તે ખાધું. પછી તે ઊઠીને એલિયાની પાછળ ગયો અને તેની સેવા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 એટલે એલિશાએ પાછા ફરી શાંત્યર્પણ તરીકે બળદની જોડ લીધી અને માંસ રાંધી લોકોને વહેંચી દીધું અને ત્યાર પછી તે એલિયાને અનુસર્યો અને તેનો સેવક બની ગયો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 19:21
11 Iomraidhean Croise  

અરાવ્નાહે દાઉદને કહ્યું, “મારા મુરબ્બી રાજાને જે સારું લાગે તે લઈને તે અર્પણ કરે; જુઓ, દહનીયાર્પણને માટે બળદો છે, ને લાકડાંને માટે ખળીનાં ઓજાર તથા બળદોનો સામાન છે.


અને તેણે પોતાના ચાકરને કહ્યું, “ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર.” તેણે ઉપર જઈને નજર કરીને કહ્યું, “કંઈ પણ નથી.” તેણે કહ્યું, “ફરી સાત વાર જા.”


અને બેથેલમાં પ્રબોધકોના જે પુત્રો હતા તેઓએ એલિશા પાસે બહાર આવીને તેને કહ્યું, “યહોવા તમારા ગુરુને તમારે શિરથી આજે લઈ લેશે, એ શું તમે જાણો છો?” તેણે કહ્યું, “હા, હું તે જાણું છું; તમે ચૂપ રહો.”


પણ યહોશાફાટે કહ્યું, “શું અહીં યહોવાનો કોઈ પ્રબોધક નથી કે, આપણે તેની મારફતે યહોવાને પૂછી જોઈએ?” ઇઝરાયલના રાજાના ચાકરોમાંના એકે ઉત્તર આપ્યો, ”શાફાટનો દીકરો એલિશા, જે એલિયાના હાથ પર પાણી રેડનારો હતો, તે અહીં છે.”


અને મૂસા તથા તેનો સેવક યહોશુઆ ઊઠયા; અને મૂસા ઈશ્વરના પર્વત પર ગયો.


તેઓ સાલામિસ આવ્યા, ત્યારે તેઓએ યહૂદીઓનાં સભાસ્થાનોમાં ઈશ્વરનું વચન પ્રગટ કર્યું. યોહાન પણ સેવક તરીકે તેઓની સાથે હતો.


એકલો લૂ. મારી સાથે છે. માર્કને તારી સાથે તેડતો આવજે, કેમ કે સેવાને માટે તે મને ઉપયોગી છે.


તેને હું મારી પાસે રાખવા ચાહતો હતો કે, સુવાર્તાને લીધે હું બંદીખાનામાં છું એ દરમિયાન તારા બદલામાં તે મારી સેવા કરે.


તે ગાડું યહોશુઆ બેથ-શેમેશીના ખેતરમાં આવ્યું, ને ત્યાં થોભ્યું, તે ઠેકાણે એક મોટો પથ્થર હતો; અને તેઓએ ગાડામાં લાકડાં ચીરીને યહોવાની આગળ તે ગાયોનું દહનીયાર્પણ કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan