Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 19:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ત્યારે ઇઝબેલે એલિયા પાસે સંદેશિયા મોકલીને કહાવ્યું, “કાલ આસરે આ સમય સુધીમાં. હું તારા જીવને એ પ્રબોધકોમાંના એકનાં જીવ જેવો ન કરું, તો દેવતાઓ મને એવું ને એથી પણ વધારે વિતાડો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 ઇઝબલે એલિયાને સંદેશો મોકલ્યો: “એ સંદેશવાહકોને તેં જે કર્યું તે આવતી કાલે આ સમય સુધીમાં હું તને ન કરું તો દેવો મારું મરણ નિપજાવો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પછી ઇઝબેલે સંદેશવાહક મોકલીને એલિયાને કહેવડાવ્યું કે, “જેમ તેં તે પ્રબોધકોના પ્રાણ લીધા છે તેમ હું પણ તારા પ્રાણ આવતી કાલે રાત્રે આવી જ રીતે આ સમયે લઈશ. જો હું તેમ ના કરું તો દેવ એવું જ અને તેનાથી પણ વધારે કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પછી ઈઝેબેલે કાસદ મોકલી એલિયાને કહેવડાવ્યું કે, “તેં જેમ તે પ્રબોધકોના પ્રાણ લીધા છે તેમ હું તારા પ્રાણ આવતી કાલે રાત્રે બરાબર આવી જ રીતે આ સમય પહેલા હું તને માંરી નાખીશ. જો હું તેમ નહિ કરૂં તો, ભલે દેવ તેવું જ અને તેનાથી વધારે ખરાબ માંરા પ્રત્યે કરે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 19:2
18 Iomraidhean Croise  

અને તમે અમાસાને કહો કે, તું મારું હાડકું તથા મારું માંસ નથી શું? જો તું મારી હજૂરમાં યોઆબને સ્થાને કાયમનો સેનાપતિ ન થાય, તો ઈશ્વર એવું ને એ કરતાં પણ વધારે મને કરો.”


જો, જેમ યહોવાએ દાઉદ આગળ સમ ખાધા છે, ‘હું શાઉલના કુટુંબના હાથમાંથી રાજ્ય લઈ લઈશ, અને તારું રાજ્યાસન ઇઝરાયલ પર અને યહૂદિયા પર, દાનથી તે બેરશેબા સુધી સ્થાપીશ.’


પછી સુલેમાન રાજાએ યહોવાના સમ ખાઈને કહ્યું, ‘એ વાત અદોનિયા બોલ્યો છે તેથી તેના જીવની હાની ન થાય, તો ઈશ્વર મને એવું ને એથી પણ વધારે વિતાડો.’


યોઆબને એ સમાચાર મળ્યા; કેમ કે યોઆબ આબ્શાલોમના પક્ષમાં ગયો ન હતો, તોપણ તે અદોનિયાના પક્ષમાં તો ભળી ગયો હતો. અને યોઆબે યહોવાના મંડપમાં નાસી જઈને વેદીનાં શિંગ પકડ્યાં.


અને બેન-હદાદે [ફરીથી] આહાબ પાસે માણસ મોકલીને કહાવ્યું, “જો મારી સાથે આવેલા બધા લોકને ભાગે સમરુનની મુઠ્ઠી મુઠ્ઠી મટોડી પણ આવે, તો દેવતાઓ મને એવું ને એથી પણ વધારે વિતાડો.”


તેં કોની નિંદા તથા કોના વિષે દુર્ભાષણ કર્યા છે? કોની વિરુદ્ધ તેં તારો સાદ ઉઠાવ્યો છે, ને તારી આંખો ઊંચી કરી છે?’ ઇઝરાયલના પવિત્રની વિરુદ્ધ જ.


પછી તેણે કહ્યું, “જો શાફાટના દીકરા એલિશાનું માથું તેના [ધડ] પર આજે રહે, તો યહોવા મને એવું ને એ કરતાં પણ વધારે વિતાડો.”


અને ફારુને તેને કહ્યું, “મારી પાસેથી જા, ખબરદાર, મારું મુખ હવે પછી તું જોતો નહિ; કેમ કે તું મારું મુખ જોશે તે જ દિવસે તું માર્યો જશે.”


શત્રુએ કહ્યું, ‘હું પીછો પકડીશ, હું પકડી પાડીશ, હું લૂંટ વહેચીશ; મારી તૃષા હું તેઓ પર તૃપ્ત કરીશ; હું મારી તરવાર તાણીશ, મારો હાથ તેમનો નાશ કરશે.’


આવતી કાલ વિષે ફુલાશ ન માર; કેમ કે એક દિવસમાં શું થઈ જશે તે તું જાણતો નથી.


કેમ કે મેં ઘણાઓની વાત સાંભળી, “ચારે તરફ ભય છે, ” મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતો જોવાને તાકે છે; તેઓ બધા કહે છે, “તેના પર ફરિયાદ કરીશું; કદાચ તે ફસાઈ જાય અને આપણે તેને જીતીએ, તો તેના પર આપણે વેર વાળીશું”


જ્યારે યહોયાકીમ રાજાએ તથા તેના સર્વ શૂરવીરોએ તથા સર્વ સરદારોએ તેનાં વચનો સાંભળ્યાં, ત્યારે રાજાએ તેને મારી નાખવાનો વિચાર કર્યો; પણ ઉરિયા તે સાંભળીને બીધો ને મિસરમાં નાસી ગયો.


તો હવે તમે રણશિંગડું, વાંસળી, વીણા, સિતાર, સારંગી, મુરલી તથા સર્વ પ્રકારનાં વાજિંત્રોનો સૂર સાંભળો તે વખતે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને મારી બનાવેલી મૂર્તિને પૂજવા તૈયાર થશો તો ઠીક; પણ જો તમે પૂજા કરશો નહિ તો તે જ ઘડીએ તમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે; અને મારા હાથમાંથી તમને છોડાવે એવો દેવ કોણ છે?”


જ્યાં તમે મરશો ત્યાં જ હું મરીશ, ને ત્યાં જ હું દટાઈશ. જો મોત સિવાય બીજું મને તમારાથી જુદી પાડે, તો યહોવા મારું મોત લાવે ને એથી પણ વધારે દુ:ખ આપે.”


Lean sinn:

Sanasan


Sanasan