Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 19:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને ધરતીકંપ પછી અગ્નિ [પ્રગટ્યો] , પણ તે અગ્નિમાં યહોવા નહોતા. અને અગ્નિ પછી એક કોમળ ઝીણો સાદ [સંભળાયો].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 ધરતીકંપ પછી અગ્નિ આવ્યો; પણ પ્રભુ અગ્નિમાં પણ નહોતા. અગ્નિ પછી એક ધીમો કોમળ અવાજ હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ભૂકંપ પછી અગ્નિ પ્રગટ્યો. પણ યહોવાહ એ અગ્નિમાં પણ નહોતા, અગ્નિ પછી ત્યાં એક ઝીણો અવાજ સંભળાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ભૂકંપ પછી અગ્નિ ફાટી નીકળ્યો, પણ યહોવા એ અગ્નિમાં પણ નહોતા, અગ્નિ પછી ત્યાં સંપૂર્ણ શાંતિ હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 19:12
15 Iomraidhean Croise  

અને એમ થયું કે, સૂર્ય આથમતાં અંધારું થયું, ત્યારે જુઓ, એક ધુમાતી સગડી તથા બળતી મશાલ એ કકડાઓની વચમાં થઈને ગઈ.


ત્યારે યહોવાના અગ્નિએ પડીને દહનીયાર્પણ, લાકડાં, પથ્થર તથા ધૂળ બાળીને ભસ્મ કર્યાં, ને ખાઈમાં જે પાણી હતું તે શોષી લીધું.


એલિયાએ તે પચાસ [સિપાઈઓ] ના જમાદારને ઉત્તર આપ્યો, “જો હું ઈશ્વરભક્ત હોઉ, તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તને તથા તારા પચાસ [સિપાઈઓ] ને ભસ્મ કરી નાખો.” એટલે આકાશમાંથી અગ્નિએ ઊતરીને જમાદારને તથા તેના પચાસ [સિપાઇઓને] ભસ્મ કર્યા.


તેઓ વાત કરતા કરતા હજુ આગળ ચાલ્યા જતા હતા, એટલામાં એમ થયું કે, જુઓ, અગ્નિરથ તથા અગ્નિઘોડા [દેખાયા]. ને એ બધાએ તે બેને જુદા પાડી દીધા. અને એલિયા વંટોળીયામાં થઈને આકાશમાં ચઢી ગયો.


તારે મારા ત્રાસથી ગભરાવાની જરૂર નથી, મારું દબાણ તારા પર ભારે થશે નહિ.


તે સ્થિર ઊભો રહ્યો, પણ હું તેનું સ્વરૂપ ઓળખી શક્યો નહિ; એક આકૃતિ મારી આંખો આગળ ઊભી હતી; શાંતિ પસરેલી હતી, અને મેં એવી વાણી સાંભળી,


અને યહોવાના દૂતે ઝાડવા મધ્યે અગ્નિની જવાળામાં તેને દર્શન આપ્યું. અને તે જોતો હતો, તો જુઓ, ઝાડવું અગ્નિથી બળતું હતું, [તેમ છતાં] ઝાડવું ભસ્મ થતું નહોતું.


અને યહોવા તેની આગળ થઈને ગયા, અને એવું જાહેર કર્યું, “યહોવા, યહોવા, દયાળુ તથા કૃપાળુ ઈશ્વર, મંદરોષી, અને અનુગ્રહ તથા સત્યથી ભરપૂર;


ત્યારે દૂતે મને કહ્યું, “ઝરુબ્બાબેલને યહોવાનું વચન એ છે કે, ‘પરાક્રમથી નહિ, તેમ બળથી પણ નહિ, પણ મારા આત્માથી, ’ એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘુઘવાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું,


માટે પોતા વિષે ઘણી સંભાળ રાખો. કેમ કે હોરેબમાં યહોવા અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલ્યા તે દિવસે તમે કોઈ પણ પ્રકારનો આકાર જોયો નહિ.


જેમ તેં ઈશ્વરની વાણી સાંભળી છે એમ અગ્નિ મધ્યેથી બોલતી સાંભળીને કદી કોઈ લોક જીવતા રહ્યા છે શું?


કેમ કે આપણા ઈશ્વર ભસ્મ કરી નાખનાર અગ્નિ છે.


Lean sinn:

Sanasan


Sanasan