Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 18:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ૧ શમુ.અને ઓબાદ્યા માર્ગમાં હતો ત્યારે, જુઓ, એલિયા તેને મળ્યો.ઓબાદ્યાએ એલિયાને ઓળખીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને પૂછ્યું, “હે મારા મુરબ્બી એલિયા, એ શું તમે છો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 ઓબાદ્યા માર્ગે જતો હતો ત્યારે તેને એકાએક એલિયા મળ્યો. તેણે તેને ઓળખ્યો અને તેને નમન કરીને પૂછયું, “મારા માલિક, એ તમે છો?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ઓબાદ્યા પોતાના માર્ગમાં હતો ત્યારે, ત્યાં તેને અચાનક એલિયા મળ્યો. ઓબાદ્યાએ તેને ઓળખીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું, “હે મારા માલિક એલિયા, એ શું તમે છો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ઓબાદ્યા પોતાને માંગેર્ જતો હતો ત્યારે, ત્યાં એને એલિયા મળ્યો, ઓબાદ્યાએ તેને ઓળખ્યો એટલે તેને સાષ્ટાંગ પ્રણામ કરી કહ્યું, “આપ જ માંરા માંલિક એલિયા ને?”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 18:7
16 Iomraidhean Croise  

અને સારા મનમાં હસી ને બોલી, “હું ઘરડી થઈ, ને મારો પતિ પણ ઘરડો છે, તો હવે શું મને હર્ષ પ્રાપ્ત થાય?”


અને તેણે આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, ત્રણ પુરુષ તેની પાસે ઊભા હતા. અને તેઓને જોઈને તે તેઓને મળવાને તંબુના બારણામાંથી દોડયો, ને પ્રણામ કરીને


અને યહૂદા બોલ્યો, “મારા ધણીને અમે શું કહીએ? શું બોલીએ? અમે નિરપરાધી કેમ કરીને ઠરીએ? તમારા દાસોનાં ભંડાં કામ ઈશ્વરે શોધી કાઢયાં છે. જુઓ, અમે તથા જેની પાસેથી પ્યાલું મળ્યું તે પણ મારા ધણીના દાસ છીએ.”


અને અમે અમારા ધણીને કહ્યું, ‘અમારે ઘરડા પિતા છે, ને તેમના ઘડપણનો એક નાનો દીકરો છે. અને તેનો ભાઈ મરી ગયો છે, ને તે તેની માનો એકલો જ રહ્યો છે, ને તેના પિતાને તે વહાલો છે.’


અને હવે કૃપા કરીને આ છોકરાને બદલે તમારા દાસને મારા ધણી પાસે દાસ થઈ રહેવા દો; અને છોકરાને તેના ભાઈઓની સાથે પાછો જવા દો.


અને તેના ભાઈઓ પણ આવીને તેની આગળ નમી પડયા. અને બોલ્યા, “જો, અમે તારા દાસ છીએ.”


રાજાના પરિવારને ઉતારવા માટે, તથા તેને જે સારું લાગે તે કરવા માટે, એક હોડી પેલે પાર ગઈ. અને રાજા યર્દન ઊતરીને આવ્યો, ત્યારે ગેરાનો દિકરો શિમઈ તેની આગળ પગે પડ્યો.


યરોબામ યરુશાલેમથી નીકળ્યો, તે સમયે એમ થયું કે તેને માર્ગમાં શીલોની અહિયા પ્રબોધક મળ્યો. હવે [અહિયાએ] નવું વસ્ત્ર પહેરેલું હતું, અને તેઓ બન્‍ને ખેતરમાં એકલા હતા.


તેથી આખા દેશમાં ફરી વળવા માટે તેઓએ માંહોમાંહે તેના ભાગ પાડી લીધા; આહાબ એક તરફ એકલો ગયો, ને ઓબાદ્યા બીજી તરફ એકલો ગયો.


એલિયાએ તેને ઉત્તર આપ્યો, “હા હું જ છું. જા, તારા માલિકને કહે કે, જો એલિયા આવ્યો છે.”


જેઓએ મારા પર જુલમ કર્યો તેઓના પુત્રો તારી પાસે નમતા આવશે; અને જેઓએ તને તુચ્છ માન્યું તેઓ સર્વ તારા પગનાં તળિયાં સુધી નમશે; અને તેઓ તને યહોવાનું નગર, ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] નું સિયોન, કહેશે.


અને હારુને મૂસાને કહ્યું, “ઓ મારા ધણી, અમારા પર દોષ ન મૂક, કેમ કે અમે મૂર્ખાઈ કરી છે ને અમે મૂર્ખાઈ કરી છે ને અમે પાપ કર્યું છે.


પણ તમે શું જોવા નીકળ્યા? શું ઝીણા વસ્‍ત્ર પહેરેલા માણસને? જુઓ, જેઓ ઝીણાં વસ્‍ત્ર પહેરે છે તેઓ તો રાજમહેલોમાં છે.


અને તે યોહાનનાં લૂગડાં ઊંટનાં રૂઆંનાં હતાં, ને તેની કમરે ચામડાનો પટો હતો, ને તીડો તથા રાની મધ તેનો ખોરાક હતો.


અને છોકરો ગયો કે તરત દાઉદ દક્ષિણ બાજુએથી ઊઠીને આવ્યો, ને [યોનાથાનને] ત્રણ વાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને તેઓએ એકબીજાને ચુંબન કર્યું, તથા એકબીજાને ભેટીને રડ્યા. અને દાઉદનું રડવું વધારે થયું.


Lean sinn:

Sanasan


Sanasan