Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 18:42 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 માટે આહાબ ખાવાપીવા માટે ઉપર ગયો. અને એલિયા કાર્મેલનાં શિખર પર ચઢી ગયો. અને જમીન પર નીચા નમીને તેણે પોતાનું મુખ પોતાના ઘૂંટણો વચ્ચે રાખ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

42 આહાબ જમવા ગયો ત્યારે એલિયા ર્કામેલ પર્વતના શિખર પર ચઢી ગયો અને પોતાના ઘૂંટણો વચ્ચે માથું રાખી જમીન પર નમી પડયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 તેથી આહાબ ખાવાપીવા માટે ઉપર ગયો. પછી એલિયા, કાર્મેલ પર્વતના શિખર સુધી ગયો અને જમીન પર નીચા નમીને તેણે પોતાનું મુખ પોતાના ઘૂંટણો વચ્ચે રાખ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 આહાબે જઈને અન્નજળ લીધાં અને એલિયા, કામેર્લ પર્વતની ટોચે સુધી ગયો, ત્યાં તે જમીન પર પડ્યો અને ઘૂંટણ વચ્ચે પોતાનું માંથું ઘાલી દીધું.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 18:42
21 Iomraidhean Croise  

અને એમ થયું કે ઇબ્રાહિમના દાસે તેઓની વાત સાંભળી, ત્યારે તેણે ભૂમિ સુધી નીચા વળીને યહોવાનું ભજન કર્યું.


તેથી દાઉદે તે બાળકને માટે ઈશ્વરની આગળ કાલાવાલા કર્યા; અને દાઉદે ઉપવાસ કર્યો, ને અંદર જઈને આખી રાત જમીન પર તે પડી રહ્યો.


પછી એલિયાએ આહાબને કહ્યું, “ઉપર જઈને ખા તથા પી, કેમ કે પુષ્કળ વરસાદનો અવાજ [સંભળાય] છે.”


અને તેણે પોતાના ચાકરને કહ્યું, “ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર.” તેણે ઉપર જઈને નજર કરીને કહ્યું, “કંઈ પણ નથી.” તેણે કહ્યું, “ફરી સાત વાર જા.”


એલિયાએ એ સાંભળ્યો ત્યારે એમ થયું કે પોતાનું મુખ પોતાના ઝબ્બાથી ઢાંકીને તે બહાર નીકળ્યો, ને ગુફાના મોં આગળ ઊભો રહ્યો. અને જુઓ, તેની પાસે એક એવો સાદ આવ્યો, “એલિયા, તું અહી શું કરે છે?”


મેં કહ્યું, “હે મારા ઈશ્વર, હું મારું મુખ તમારી તરફ ઉઠાવતાં શરમાઉં છું; કેમ કે અમારા પાપ અમારા માથા પર વધી ગયાં છે, અમારા અપરાધ વધીને આકાશ સુધી પહોંચ્યા છે.


તે ઘાડા વાદળમાં પાણી ભરે છે, તે વાદળાંમાંથી વીજળીને પ્રસારે છે.


સંતોની સભામાં તે ઘણા ભયાવહ ઈશ્વર છે, જેઓ તેમની આસપાસ છે તે બધાના કરતાં તે વધારે ભયાવહ છે.


ત્યારે હિઝકિયાએ પોતાનું મુખ ભીંત તરફ ફેરવીને યહોવાની પ્રાર્થના કરીને કહ્યું,


તેમની આસપાસ સરાફો ઊભા હતા : દરેકને છ છ પાંખ હતી; બેથી તે પોતાનું મુખ ઢાંકતો, બેથી પોતાના પગ ઢાંકતો અને બેથી ઊડતો.


‘જે રાજાનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે, તે કહે છે, મારા જીવના સમ, [પર્વતોમાં] તાબોર પર્વત જેવો તથા સમુદ્ર પાસેના કાર્મેલ જેવો તે ખચીત આવશે.


હું ઉપવાસ કરીને, ટાટ ઓઢીને તથા રાખ ચોળીને પ્રાર્થના તથા વિનંતીઓ કરીને શોધન કરવાને મારું મુખ પ્રભુ ઈશ્વર તરફ રાખી રહ્યો.


હે પ્રભુ, ન્યાયપણું તો તમારું છે, પણ આજની જેમ મુખ પરની શરમિંદગી તો અમારી છે. એટલે યહૂદિયાના માણસોની તથા યરુશાલેમના રહેવાસીઓની, તથા તમારી વિરુદ્ધ પોતે કરેલા અપરાધોને લીધે, એટલે પાસેના દૂરના દેશોમાં રહેતા સર્વ દેશોમાં જ્યાં તમે તેઓને હાંકી કાઢ્યા છે તે સર્વ ઇઝરાયલની છે.


અને લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયા, અને સાંજ પડી ત્યારે તે હજી એકલા હતા.


થોડે આગળ જઈને તેમણે જમીન પર પડીને પ્રાર્થના કરી કે, જો બની શકે તો આ ઘડી મારાથી દૂર થાઓ.”


તે દિવસોમાં તે ઘેરથી નીકળીને [કોઈ એક] પહાડ પર પ્રાર્થના કરવા ગયા અને તેમણે ઈશ્વરની પ્રાર્થનામાં આખી રાત કાઢી.


હવે તેને બીજે દિવસે તેઓ ચાલતાં ચાલતાં શહેરની પાસે આવી પહોંચ્યાં, તેવામાં આશરે બપોરને સમયે પિતર પ્રાર્થના કરવાને ઘરના ધાબા પર ચઢ્યો.


અને યહોશુઆએ પોતાનાં વસ્‍ત્ર ફાડ્યાં, ને પોતે ઇઝરાયલના વડીલો સહિત યહોવાના કોશની આગળ ભૂમિ ઉપર સાંજ સુધી ઊંધો પડી રહ્યો; અને તેઓએ પોતાનાં માથાં પર ધૂળ નાખી.


પછી શમુએલે યહોવાને વિનંતી કરી, અને તે દિવસે યહોવએ ગર્જના તથા વરસાદ મોકલ્યાં. એથી સર્વ લોકો યહોવાથી તથા શમુએલથી બીધા.


Lean sinn:

Sanasan


Sanasan