Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 18:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 જે ગોધો તેમને આપવામાં આવ્યો તે લઈને તેઓએ તે તૈયાર કર્યો. અને બાલને નામે સવારથી તે છેક બપોર સુધી વિનંતી કરી, “હે બાલ, અમને ઉત્તર આપો.” પણ કંઈ વાણી થઈ નહિ, ને ઉત્તર આપનાર કોઈ ન હતો.અને જે વેદી બાંધવામાં આવી હતી તેની આસપાસ તેઓએ કૂદાકૂદ કરી મૂકી

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 તેમણે તેમને આપવામાં આવેલો આખલો લઈને તેને તૈયાર કર્યો અને બપોર સુધી બઆલની પ્રાર્થના કરી. તેમણે સવારથી પોકાર કર્યા કર્યો, “બઆલ, અમને જવાબ આપો.” વળી, પોતે બાંધેલી વેદીની આસપાસ તેઓ નાચતા-કૂદતા રહ્યા. પણ અવાજ સંભળાયો નહિ કે કોઈ જવાબ મળ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 જે બળદ તેમને આપવામાં આવ્યો હતો તેને તેઓએ તૈયાર કર્યો અને સવારથી તે બપોર સુધી બઆલના નામે વિનંતી કર્યા કરી કે “ઓ બાલ, અમને જવાબ આપ.” પણ ત્યાં કોઈ અવાજ ન હતો અને જવાબ આપનાર પણ કોઈ ન હતું. જે વેદી તેઓએ બાંધી હતી તેના ફરતે ગોળાકારે નૃત્ય પણ કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 તેથી તેઓએ તેના કહ્યા મુજબ કર્યું અને એક બળદ તૈયાર કર્યો, અને સવારથી તે બપોર સુધી બઆલનું નામ જપ્યા કર્યું, “તેઓ ઓ બઆલ, અમને જવાબ આપ.” એવા પોકારો કરતાં રહ્યાં, પણ ત્યાં કોઇ અવાજ ન હતો અને જવાબ ન હતો. તેઓએ વેદીની ગોળ ફરતે નૃત્ય પણ કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 18:26
21 Iomraidhean Croise  

અને તમે તમારા દેવને નામે વિનંતી કરજો ને હું યહોવાને નામે વિનંતી કરીશ; અને જે દેવ અગ્નિ દ્વારા ઉત્તર આપે તેને જ ઈશ્વર માનવો.” સર્વ લોકોએ ઉત્તર આપ્યો, “એ વાત તો ઠીક છે.”


અને એલિયાએ બાલના પ્રબોધકોને કહ્યું, ”તમે તમારે માટે એક ગોધો પસંદ કરીને તેને પહેલો તૈયાર કરો, કેમ કે તમે ઘણા છો, અને તમારા દેવને નામે વિનંતી કરો, પણ નીચે કંઈ પણ અગ્નિ મૂકતા નહિ.


બપોરે એમ થયું કે એલિયાએ તેઓની મશ્કરી કરીને કહ્યું, “મોટેથી પોકારો, કેમ કે તે દેવ છે; તે તો વિચારમાં ગૂંથાયેલો હશે કે, એકાંતમાં હશે કે, મુસાફરીમાં હશે કે કદાચ તે ઊંઘતો હશે, માટે તેને જગાડવો જોઈએ.”


અને તેઓએ તેમના ઢગલા કર્યા અને દેશમાં દુર્ગંધ ઊડી.


તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના દીકરા આદ્રામેલેખે તથા શારેસેરે તેને તરવારથી મારી નાખ્યો; અને તેઓ અરારાટ દેશમાં નાસી ગયા. તેના દીકરા એસાર-હાદોને તેની જગ્યાએ રાજ કર્યું.


પછી જે ભાગ બાકી રહે છે તેનો તે દેવ બનાવે છે, એટલે પોતાને માટે કોરેલી મૂર્તિ બનાવે છે; તે તેને દંડવત પ્રણામ કરે છે, ને તેની પ્રાર્થના કરીને કહે છે, ‘મને બચાવ; કેમ કે તું મારો દેવ છે.’”


વિદેશીઓમાં બચેલા, તમે એકત્ર થઈને આવો; બધા પાસે આવો; પોતાની કોરેલી મૂર્તિનું લાકડું ઉપાડનારા, ને જે તારી ન શકે એવા દેવની પ્રાર્થના કરનારને કંઈ સમજ નથી.


તેઓ તેને ખભા પર ઊંચકે છે, તેને ઉપાડી લઈને તેના પોતાના સ્થાનમાં મૂકે છે, તે ઊભો રહે છે; પોતાના સ્થાનમાંથી તે ખસતો નથી. વળી કોઈ તેને હાંક મારે, પણ તે ઉત્તર આપી શકતો નથી; કે એના સંકટમાંથી તે એને તારી શકતો નથી.


તે કાકડીની વાડીના ચાડિયા જેવી છે, તેઓ બોલતી નથી; તેમને ઉપાડવી પડે છે, કેમ કે તેઓ ચાલી શકતી નથી. તેઓથી ન બીઓ, કેમ કે તેઓ ભૂંડું કરી શકે નહિ, તેમ જ ભલું પણ કરી શકે નહિ.”


પણ આકાશના પ્રભુની વિરુદ્ધ આપે ગર્વ કર્યો છે, અને તેમના મંદિરનાં પાત્રો આપની આગળ લાવવામાં આવ્યાં છે, ને આપે તથા આપના અમીરઉમરાવોએ, આપની પત્નીઓએ તથા આપની ઉપપત્નીઓએ તેમાં દ્રાક્ષારસ પીધો છે. વળી આપે સોનારૂપાનાં, પિત્તળનાં, લોઢાનાં, લાકડાંના તથા પથ્થરનાં દેવદેવીઓ જે જોતાં નથી, સાંભળતાં નથી કે જાણતાં નથી, તેમની સ્તુતિ કરી છે; અને જે ઈશ્વરના હાથમાં આપનો શ્વાસોચ્છવાસ છે, ને જેમના પર આપનો બધો આધાર છે તેમને આપે માન આપ્યું નથી.


ત્યારે ખલાસીઓ બીધા, ને તેઓ પોતપોતાના દેવની પ્રાર્થના કરવા લાગ્યા. અને તેઓએ વહાણ હલકું કરવાને તેમાંનો માલ સમુદ્રમાં વામી નાખ્યો, પણ યૂના વહાણના સૌથી અંદરના ભાગમાં ઊતરી જઈને સૂઈ ગયો હતો, ને ભરનિદ્રામાં પડ્યો હતો.


મૂર્તિકારે મૂર્તિ ઘડી છે, તે ઘડેલી મૂર્તિથી તેને શો લાભ થાય છે? ઢાળેલી મૂર્તિ જે જૂઠાણાનો ફેલાવનાર છે [તેથી શો લાભ થાય છે] કે તેનો બનાવનાર પોતાના કામ પર ભરોસો રાખીને મૂંગા પૂતળાં બનાવે છે?


જે જન લાકડાને કહે છે, ‘જાગ’; તથા મૂંગા પથ્થરને [કહે છે] ‘ઊઠ’ તેને અફસોસ! એ શું શીખવી શકે? જુઓ તે તો સોનારૂપાથી મઢેલું છે, ને તેની અંદર શ્વાસ બિલકુલ નથી.


જેઓ ઉંબરાઓ કૂદી જઈને જોરજુલમથી અને ઠગાઈથી પોતાના ધણીનું ઘર ભરે છે તે સર્વને હું તે દિવસે શિક્ષા કરીશ.”


અને તમે પ્રાર્થના કરતાં વિદેશીઓની જેમ અમથો લવારો ન કરો, કેમ કે તેઓ ધારે છે, ‘અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે.’


તમે વિદેશી હતા, ત્યારે જેમ કોઈ તમને દોરી જાય તેમ તમે એ મૂંગી મૂર્તિઓ પાછળ દોરવાઈ જતા હતા, એ તમે જાણો છો.


મૂર્તિઓનાં નૈવેદ ખાવા વિષે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ જગતમાં [કંઈ જ] નથી, અને એક વિના બીજો કોઈ ઈશ્વર નથી.


બીજે દિવસે આશ્દોદીઓ પરોઢિયે ઊઠ્યા ત્યારે, જુઓ, દાગોન યહોવાના કોશ આગળ ભૂમિ પર ઊંધો પડેલો હતો. અને તેઓએ દાગોનને લઈને તેની જગાએ પાછો બેસાડ્યો.


Lean sinn:

Sanasan


Sanasan