Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 18:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને એલિયાએ સર્વ લોકની નજીક આવીને કહ્યું, “તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચુ રહેશો? જો યહોવા ઈશ્વર હોય; તો તેમને અનુસરો; પણ જો બાલ [દેવ હોય] , તો તેને અનુસરો.”અને લોકો ઉત્તરમાં એક પણ શબ્દ બોલ્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 એલિયાએ લોકો પાસે જઈને તેમને કહ્યું, “તમે ક્યાં સુધી બે મન વચ્ચે ડગમગ થયા કરશો? યાહવે ઈશ્વર હોય તો તેમની ઉપાસના કરો; પણ બઆલ ઈશ્વર હોય તો તેની ઉપાસના કરો.” પણ લોકો એક શબ્દ પણ બોલ્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 એલિયાએ સર્વ લોકોની નજીક આવીને કહ્યું, “તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચુ રહેશો? જો યહોવાહ ઈશ્વર હોય, તો તમે તેમને અનુસરો. પણ જો બઆલ દેવ હોય તો તેને અનુસરો.” લોકો જવાબમાં એક પણ શબ્દ બોલી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 એલિયાએ આગળ આવીને લોકોને કહ્યું, “તમે કેટલો વખત અને ક્યાં સુધી તમે બે અભિપ્રાયની વચ્ચે ફર્યા કરશો? જો યહોવા દેવ હોય, તો તેની પૂજા કરો, જો બઆલ દેવ હોય તો તેની પૂજા કરો.” પણ કોઈ એક અક્ષરે બોલ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 18:21
27 Iomraidhean Croise  

પછી લાબાને તથા બથુએલે ઉત્તર આપ્યો, “એ વાત યહોવાથી નીકળી છે; અમે તમને કંઈ ભૂંડું કે ભલું કહી નથી શકતા.


અને યહૂદા બોલ્યો, “મારા ધણીને અમે શું કહીએ? શું બોલીએ? અમે નિરપરાધી કેમ કરીને ઠરીએ? તમારા દાસોનાં ભંડાં કામ ઈશ્વરે શોધી કાઢયાં છે. જુઓ, અમે તથા જેની પાસેથી પ્યાલું મળ્યું તે પણ મારા ધણીના દાસ છીએ.”


એથી આહાબે સર્વ ઇઝરાયલી લોકો પાસે માણસો મોકલીને પ્રબોધકોને કાર્મેલ પર્વત પર ભેગા કર્યા.


સર્વ લોકોએ તે જોયું ત્યારે તેઓ ઊંધા પડ્યા, અને તેઓએ કહ્યું, “યહોવા એ જ ઈશ્વર છે. યહોવા એ જ ઈશ્વર છે.”


એવી રીતે તે પ્રજાઓ યહોવાનો ડર રાખતી હતી, ને પોતાની કોતરેલી મૂર્તિઓની સેવા કરતી હતી, તેમનાં છોકરાં, તથા તેમનાં છોકરાંના છોકરાં પણ, જેમ, તેઓના પિતૃઓ કરતા હતા તેમ, આજ દિવસ સુધી કરે છે.


હે યહોવા, તમે ઈશ્વર છો, ને તમે તમારા સેવકને શુભ વચન આપ્યું છે.


તેણે એની પ્રાર્થના કરી, ત્યારે યહોવાએ તેની આજીજી માન્ય કરીને તેની વિનંતી સાંભળી, અને તેને યરુશાલેમમાં તેના રાજ્યમાં પાછો લાવ્યા. આથી મનાશ્શાએ જાણ્યું કે યહોવા તે જ ઈશ્વર છે.


યહોવા તે જ ઈશ્વર છે, એમ તમે માનો; તેમણે આપણને ઉત્પન્‍ન કર્યાં છે, અને આપણે તેમનાં જ છીએ; આપણે તેમના લોકો તથા તેમના ચારાનાં મેંઢાં છીએ.


હું બે મોઢાંવાળાઓને ધિક્કારું છું; પણ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું.


તેઓનું હ્રદય ઠગારું છે; હવે તેઓ દોષિત ઠરશે. તે તેઓની વેદીઓને તોડી પાડશે, તે તેઓના ભજન-સ્તંભોનો નાશ કરશે.


અને ઘરની આગાશી પર જઈને આકાશના સૈન્યની ભક્તિ કરનારાઓને; અને યહોવાની આગળ સોગંદ ખાનારા છતાં માલ્કામને [નામે] પણ સોગંદ ખાય છે તેવા ભક્તોને;


ત્યારે તે તેને કહે છે, “ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો?” અને તે અણબોલ્યો રહ્યો.


પણ જ્યારે ફરોશીઓએ સાંભળ્યું કે તેમણે સાદૂકીઓનાં મોં બંધ કર્યાં ત્યારે તેઓ એકત્ર થયા.


“ઓ ઉપદેશક, નિયમશાસ્‍ત્રમાં સહુથી મોટી આજ્ઞા કયી છે?”


કોઈથી બે માલિકની ચાકરી કરાય નહિ, કેમ કે તે એક ૫ર દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે; અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે, ઈશ્વરની તથા દ્રવ્યની સેવા તમારાથી થઈ શકે નહિ.


દિવસ ઊગ્યો ત્યારે તેમણે પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંથી બારને પસંદ કર્યા. તેઓને તેમણે પ્રેરિતો પણ કહ્યા.


હવે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્‍ત્ર જે કંઈ કહે છે, તે જેઓ નિયમશાસ્‍ત્રને આધીન છે તેઓને કહે છે; જેથી દરેક મોં બંધ થાય, અને આખું જગત ઈશ્વરની આગળ જવાબદાર ઠરે.


એ બધું તને દર્શાવવાનું કારણ એટલું જ કે તું જાણે કે યહોવા તે જ ઈશ્વર છે; અને તે વિના બીજો કોઇ નથી.


અને જો યહોવાની સેવા કરવી એ તમને માઠું લાગતુમ હોય, તો કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો; એટલે નદીની પેલી બાજુ તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તેઓની, અથવા જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોની? પણ હું ને મારા ઘરનાં તો યહોવાની જ સેવા કરીશું.”


ત્યારે શમુએલે ઇઝરાયલના આખા ઘરને કહ્યું, “જો તમે તમારા પૂરા અંત:કરણથી યહોવા તરફ ફરતા હો, તો તમારામાંથી અન્ય દેવો તથા આશ્તારોથને કાઢી નાખો, ને તમારાં મન યહોવા તરફ વાળો, ને ફક્ત તેમની ઉપાસના કરો; એટલે તે તમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવશે.”


Lean sinn:

Sanasan


Sanasan