Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 18:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તો હવે માણસ મોકલીને સર્વ ઇઝરાયલને તથા બાલના ચારસો પચાસ પ્રબોધકોને તથા ઇઝરાયલની મેજ પર જમનારા એશેરા [દેવી] ના ચારસો પ્રબોધકોને કાર્મેલ પર્વત પર મારી પાસે એકત્ર કર.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 હવે સર્વ લોકો મને ર્કામેલ પર્વત પર મળે એવો હુકમ કરો. ઇઝબેલ રાણી જેમનું પાલનપોષણ કરે છે તે બઆલના ચારસો પચાસ સંદેશવાહકો અને અશેરા દેવીના ચારસો સંદેશવાહકોને પણ બોલાવી લાવજો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 હવે પછી, માણસ મોકલીને સર્વ ઇઝરાયલને, બઆલના ચારસો પચાસ પ્રબોધકો તથા ઇઝબેલની મેજ પર જમનારાં અશેરા દેવીના ચારસો પ્રબોધકોને કાર્મેલ પર્વત પર મારી પાસે એકત્ર કર.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 પરંતુ બઆલના 450 પ્રબોધકો અને અશેરાહના 400 પ્રબોધકો છે જેઓને ઇઝેબેલનો ટેકો છે. તેઓને કામેર્લ પર્વત પર ભેગા કરો.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 18:19
23 Iomraidhean Croise  

તેણે પોતાની મા માકાને પણ રાજમાતાની પદવી પરથી દૂર કરી, કેમ કે તેણે અશેરા [દેવી] ને માટે અમંગળ મૂર્તિ બનાવી હતી.આસાએ તેની મૂર્તિ કાપી નાખી, ને તેને કિદ્રોન નાળા પાસે બાળી નાખી.


વળી આહાબે અશેરા [મૂર્તિ] બનાવી. અને આહાબે તેની અગાઉના ઇઝરાયલના સર્વ રાજાઓ કરતાં ઇઝરાયલનાં ઈશ્વર યહોવાને રોષ ચઢે એવું હજીયે વિશેષ કર્યું.


એથી આહાબે સર્વ ઇઝરાયલી લોકો પાસે માણસો મોકલીને પ્રબોધકોને કાર્મેલ પર્વત પર ભેગા કર્યા.


પછી એલિયાએ લોકને કહ્યું, “હું, હા, હું એકલો જ, યહોવાનો પ્રબોધક બાકી રહ્યો છું. પણ બાલના પ્રબોધકો તો ચારસો પચાસ છે.


ત્યારે ઇઝરાયલના રાજાએ પ્રબોધકોમાંના આશરે ચાર સો જણને ભેગા કરીને તેમને પૂછ્યું, “હું યુદ્ધ કરવા માટે રામોથ-ગિલ્યાદ પર ચઢાઈ કરું કે પાછો રહું?” તેઓએ તેને કહ્યું, “ચઢાઈ કરો; કેમ કે યહોવા રામોથ-ગિલ્યાદને રાજાના હાથમાં સોપશે.”


માટે હવે બાલના સર્વ પ્રબોધકોને, તેના સર્વ સેવકોને તથા તેના સર્વ યાજકોને મારી પાસે બોલાવો. કોઈ બાકી ન રહે; કેમ કે મારે બાલને માટે મોટો યજ્ઞ [કરવાનો] છે.જે કોઇ રહી જશે, તે જીવતો રહેવા પામશે નહિ.” પણ એ તો બાલના સેવકોનો નાશ કરવાની મતલબથી યેહૂએ પક્કાઈથી કર્યું હતું.


તોપણ યરોબામના કટુંબનાં પાપો જે તેણે ઇઝરાયલ પાસે કરાવ્યાં હતાં તે કરતાં તેઓ અટક્યા નહિ, પણ તે કરવાં તેઓએ ચાલુ રાખ્યાં અશેરા [મૂર્તિ] પણ સમરુનમાં રહી.).


અને ત્યાંથી તે કાર્મેલ પર્વત ગયો, ને ત્યાંથી તે સમરુન પાછો આવ્યો.


એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું, “મારે ને તમારે શું છે? તમારા પિતાના પ્રબોધકો પાસે તથા તમારી માના પ્રબોધકો પાસે જાઓ.” ઇઝરાયલના રાજાએ તેને કહ્યું, “એમ નહિ; કેમ કે યહોવાએ અમ આ ત્રણ રાજાઓને મોઆબના હાથમાં સોંપી દેવા માટે એકત્ર કર્યાં છે, ”


યોરામે યેહૂને જોયો ત્યારે એમ થયું કે તેણે કહ્યું, યેહૂ શું સલાહશાંતિ છે?” તેણે ઉત્તર આપ્યો, “જ્યાં સુધી તમારી મા ઇઝબેલ વ્યભિચાર તથા જાદુકર્મ કર્યા કરતાં હોય, ત્યાં સુધી શી શાંતિ હોય?”


વળી અમારી આસપાસના વિદેશીઓમાંથી જેઓ અમારી પાસે આવતા તેઓ ઉપરાંત યહૂદીઓ તથા અધિકારીઓમાંના દોઢસો જણ મારી સાથે જમતા.


હે પ્રિયતમા, તું કેવી ખૂબસૂરત તથા વિનોદ કરવા લાયક અને આનંદકારક છે!


સમરૂનના પ્રબોધકોમાં મેં મૂર્ખાઈ દીઠી છે; તેઓએ બાલને નામે પ્રબોધ કર્યો છે, ને મારા લોકો ઇઝરાયલને ભમાવ્યા છે.


‘જે રાજાનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે, તે કહે છે, મારા જીવના સમ, [પર્વતોમાં] તાબોર પર્વત જેવો તથા સમુદ્ર પાસેના કાર્મેલ જેવો તે ખચીત આવશે.


તેણે કહ્યું, “યહોવા સિયોનમાંથી ગર્જના કરશે, યરુશાલેમમાંથી ઘાંટો પાડશે; અને ભરવાડોના ગૌચરો શોકાતુર થશે, ને કાર્મેલનું શિખર કરમાઈ જશે.”


જો તેઓ કાર્મેલના શિખર પર સંતાઈ જાય, તોપણ હું તેઓને ત્યાંથી શોધી કાઢીશ. અને મારી નજર આગળથી તેઓ સમુદ્રને તળિયે સંતાઈ જાય, તોપણ ત્યાં હું સર્પને આજ્ઞા કરીશ, એટલે તે તેઓને કરડશે.


તથા અલ્લામેલેખ તથા આમાદ તથા મિશાલ; અને તે સીમા પશ્ચિમમાં કાર્મેલ તથા શીહોર-લિબ્નાથ સુધી પહોંચી;


[ઇઝરાયલી] લોકોમાં ખોટા પ્રબોધકો પણ ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ નાશકારક પાંખડી મતો ગુપ્ત રીતે ફેલાવશે, અને જે પ્રભુએ તેઓનો ઉદ્વાર કર્યો તેમનો પણ નકાર કરીને પોતાને માથે ઉતાવળે નાશ વહોરી લેશે.


શ્વાપદ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકે ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તેને પણ તેની સાથે [પકડવામાં આવ્યો]. એ બન્‍નેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતાં જ નાખી દેવામાં આવ્યાં.


તો પણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે, ઈઝેબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્‍ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓનાં નૈવેદ ખાવાને શીખવે છે તથા ભમાવે છે.


સવારે શાઉલને મળવાને શમુએલ પરોઢિયે ઊઠ્યો; અને શમુએલને એવી ખબર મળી કે, શાઉલ કાર્મેલમાં આવ્યો છે, ને જુઓ, તેણે પોતાને માટે એક કીર્તિસ્તંભ ઊભો કર્યો છે, ને ત્યાંથી પાછો વળીને તે આગળ ચાલીને ગિલ્ગાલમાં ઊતરી પડ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan