Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 18:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 લાંબા સમય પછી એમ થયું કે, ત્રીજે વર્ષે એલિયા પાસે યહોવાની એવી વાણી આવી, “તું આહાબને મળવા જા; અને હું પૃથ્વી પર વરસાદ મોકલીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 કેટલાક વખત પછી, દુકાળના ત્રીજે વર્ષે પ્રભુએ એલિયાને કહ્યું, “જા, આહાબ સમક્ષ હાજર થા અને હું વરસાદ મોકલીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઘણા દિવસો પછી દુકાળના ત્રીજા વર્ષે યહોવાહનું વચન એલિયાની પાસે આવ્યું કે, “જા, આહાબ સમક્ષ હાજર થા અને હવે હું પૃથ્વી પર વરસાદ વરસાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ઘણા દિવસો પછી, દુકાળના ત્રીજે વર્ષે એલિયાને યહોવાની વાણી સંભળાઈ, “જા, આહાબ સમક્ષ હાજર થા, હવે હું આ ધરતી પર વરસાદ વરસાવવાનો છું.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 18:1
18 Iomraidhean Croise  

ગિલ્યાદમાં આવી વસેલાઓમાંના તિશ્બી એલિયાએ આહાબને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા જેમની સમક્ષ હું ઊભો રહું છું, તેમના જીવના સમ કે હવેના વરસોમાં ઝાકળ તથા વરસાદ ફક્ત મારા કહેવા પ્રમાણે જ પડશે.”


અને તેણે જઈને એલિયાના કહેવા પ્રમાણે કર્યું અને એલિયાએ, તે સ્ત્રીએ તથા તેના ઘરનાંએ [ઘણા] દિવસો સુધી ખાધું.


કેટલીક મુદત પછી એમ થયું કે, તે નાળું સુકાઈ ગયું, કેમ કે દેશમાં વરસાદ વરસ્યો ન હતો.


અને એલિયા આહાબને મળવા ગયો.એ વખતે સમરુનમાં દુકાળ સખત હતો.


તો તે તમે આકાશમાં સાંભળીને તમારા સેવકોના તથા તમારા લોક ઇઝરાયલના પાપની ક્ષમા કરજો, કેમ કે જે સુમાર્ગે તેઓએ ચાલવું જોઈએ તે તમે તેઓને શીખવો છો; અને તમારો જે દેશ તમે તમારા લોકને વારસા તરીકે આપ્યો છે, તેમાં વરસાદ મોકલજો.


હું તેને ઉજ્જડ કરી મૂકીશ; તે સોરવામાં આવશે નહિ, ને તે ગોડાશે નહિ; એટલે તેમાં કાંટા તથા ઝાંખરાં ઊગશે. વળી તે પર મેઘો વરસાદ ન વરસાવે એવી હું તેમને આજ્ઞા કરીશ.


તે ગર્જના કરે છે ત્યારે આકાશમાં પાણીનો ઘુઘવાટો થાય છે, ને પૃથ્વીને છેડેથી તે વાદળાં ચઢાવે છે. તે વરસાદને માટે વીજળી ઉત્પન્ન કરે છે, ને પોતાના ભંડારોમાંથી વાયુ કાઢે છે.


વિદેશીઓની વ્યર્થ વસ્તુઓમાંથી કોઈ પણ વરસાદ વરસાવી શકે છે શું? અથવા આકાશ વૃષ્ટિ આપી શકે છે? હે યહોવા, શું તમે અમારા ઈશ્વર નથી? તેને લીધે અમે તમારી આશા રાખીશું; કેમ કે તમે જ આ સર્વ ઉત્પન્ન કર્યું છે.


એ માટે, હે સિયોનના પુત્રો, આનંદ કરો, ને તમારા ઈશ્વર યહોવામાં હરખાઓ, કેમ કે તે તમને આગલો વરસાદ જોઈએ તેટલો આપે છે, ને તે તમારે માટે વરસાદ, એટલે આગલો તથા પાછલો વરસાદ, પહેલાંની [માફક] વરસાવે છે.


તો હું તમને ઋતુએ વરસાદ આપીશ, ને ભૂમિ પોતાની ઊપજ આપશે, ને ખેતરમાંનાં વૃક્ષો પોતાનાં ફળ આપશે. તો હું તમને ઋતુએ વરસાદ આપીશ, ને ભૂમિ પોતાની ઊપજ આપશે, ને ખેતરમાંનાં વૃક્ષો પોતાનાં ફળ આપશે.


“હજી પાક તૈયાર થવાને ત્રણ માસ બાકી હતા ત્યારથી મેં તમારા દેશમાં વરસાદ વરસતો અટકાવ્યો છે. મેં એક નગર પર વરસાદ વરસાવ્યો, ને બીજા નગર પર નહિ. દેશના એક ભાગ પર વરસાદ વરસ્યો, ને જે ભાગ પર વરસ્યો નહિ ત સુકાઈ ગયો.


પણ હું તમને સાચું કહું છું કે, એલિયાના સમયમાં સાડા ત્રણ વરસ સુધી આકાશ બંધ રહ્યું, અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો, તે વખતે ઇઝરાયેલમાં ઘણી વિધવાઓ હતી


તારા દેશ પર મોસમમાં વરસાદ મોકલવા માટે, અને તારા હાથનાં સર્વ કામ પર આશીર્વાદ આપવા માટે, યહોવા તારે માટે પોતાનો અખૂટ ભંડાર, એટલે આકાશ ઉઘાડશે. અને તું ઘણી દેશજાતિઓને ઉછીનું આપશે, પણ તું ઉછીનું લેશે નહિ.


એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, પણ વરસાદ ન વરસે તેવી તેણે પ્રાર્થના કરીને વિનંતી કરી; અને સાડાત્રણ વરસ સુધી પૃથ્વી પર વરસાદ વરસ્યો નહિ.


પણ મંદિરની બહારનું આગણું પડતું મૂક, તેનું માપ ન લે, કેમ કે તે વિદેશીઓને આપવામાં આવેલું છે. તેઓ બેતાળીસ મહિના સુધી પવિત્ર નગરને ખૂંદી નાખશે.


તેઓને આકાશ બંધ કરવાની સત્તા છે કે, તેઓના પ્રબોધ કરવાના સમયમાં વરસાદ વરસે નહિ. અને તેઓને પાણીનું લોહી કરવાની સત્તા છે, અને તેઓ જયારે જયારે ચાહે ત્યારે ત્યારે તેઓ પૃથ્વી પર દરેક [જાતની] આફત લાવે.


Lean sinn:

Sanasan


Sanasan