Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 17:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 એલિયાએ તેમને કહ્યું, “બીશો નહિ, જઈને તમારા કહેવા પ્રમાણે કરો. તોપણ પહેલાં મારે માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવો, પછી તમારા માટે તથા તમારા દીકરાને માટે કરજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 એલિયાએ તેને કહ્યું, “ચિંતા ન કરીશ. જા, જઈને તારો ખોરાક તૈયાર કર. પણ તેમાંથી પ્રથમ મારે માટે એક ટુકડો રોટલી બનાવી લાવ અને પછી તારે માટે અને તારા પુત્ર માટે બાકીના લોટમાંથી રોટલી બનાવજે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 એલિયાએ તેને કહ્યું, “ગભરાઈશ નહિ. જઈને તારા કહેવા પ્રમાણે કર, પણ પહેલાં મારા માટે તેમાંથી એક નાની રોટલી બનાવીને મારી પાસે અહીં લઈ આવ. પછી તારા માટે તથા તારા દીકરા માટે બનાવજે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 એલિયાએ કહ્યું, “ગભરાઈશ નહિ, જા ને હું કહું છું એ પ્રમાંણે કર. પહેલાં માંરા માંટે એક નાની રોટલી બનાવજે, પછી એક તારા માંટે બનાવ, અને ત્યાર પછી એક તારા પુત્ર માંટે બનાવ.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 17:13
19 Iomraidhean Croise  

અને તે જ રાત્રે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર છું; બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું, ને મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ, ને તારાં સંતાન વધારીશ.”


ત્યારે તે સ્ત્રીએ કહ્યું, “તમારા ઈશ્વર યહોવાના જીવના સમ કે, મારી પાસે એકે રોટલી નથી, માત્ર માટલીમાં એક મુઠ્ઠી મેંદો ને કૂંડીમાં થોડું તેલ છે; અને જુઓ, હું થોડાક લાકડાં વીણું છું કે, ઘેર જઈને હું મારે માટે તથા મારા દીકરાને માટે તે પકાવું કે, અમે તે ખાઈને પછીથી મરી જઈએ.”


કેમ કે ઇઝરાયલનો ઈશ્વર યહોવા એમ કહે છે, ‘જે દિવસે હું ધરતી પર વરસાદ વરસાવીશ, ત્યાં સુધી માટલીમાંનો મેંદો થઈ રહેશે નહિ ને કૂંડીમાંનું તેલ ખૂટી જશે નહિ.’”


તેણે ઉત્તર આપ્યો, “બીતો નહિ; કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેઓના કરતાં વિશેષ છે.”


આ [લડાઈ] માં તમારે યુંદ્ધ કરવું નહિ પડે. હે યહૂદિયાના તથા યરુશાલેમ [ના લોકો] સ્થિર થઇને ઊભા રહો, અને યહોવા તમારું કેવું રક્ષણ કરે છે તે જુઓ, બીશો નહિ. તેમ ગભરાશો પણ નહિ; કાલે નીકળીને તેઓની સામે જાઓ; યહોવા તમારી સાથે છે.”


અને મૂસાએ લોકોને કહ્યું, “બીશો નહિ, ઊભા રહો, ને યહોવા આજે તમારે માટે જે બચાવ કરશે તે જુઓ; કેમ કે જે મિસરીઓને આજે તમે જુઓ છો, તેઓને તમે ફરી કદી જોશો નહિ.


તારા દ્રવ્યથી, તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાનું સન્માન કર;


તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; આમ તેમ જોઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.


કેમ કે હું યહોવા તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે, તું બીશ નહિ; હું તને સહાય કરીશ.


દશાંશો ભર્યાપૂરા ભંડારમાં લાવો, જેથી મારા મંદિરમાં અન્નની છત રહે, અને એમ કરીને મારું પારખું તો લઈ જુઓ કે, હું તમારે માટે આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગા નહિ હોય, એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહિ!” એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


મારા કરતાં જે પિતા અથવા મા પર વત્તો પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. અને દીકરા કે દીકરી પર જે મારાં કરતાં વત્તો પ્રેમ કરે છે, તે મારે યોગ્ય નથી.


ત્યારે દૂતે તે સ્રીઓને કહ્યું, “બીહો નહિ, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો.


પણ તમે પહેલા તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.


‘પાઉલ, ગભરાઈશ નહિ. કાઈસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે. અને જો, તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે.’


વિશ્વાસથી ઇબ્રાહિમે, જયારે તેની કસોટી થઈ ત્યારે, ઇસહાકનું બલિદાન આપ્યું, એટલે જેને વચનો આપવામાં આવ્યાં હતાં, ને જેને કહેવામાં આવ્યું હતું કે,


જેથી તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં બહુ મૂલ્યવાન છે તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાને સમયે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય:


Lean sinn:

Sanasan


Sanasan