Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 16:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તેણે શેમેર પાસેથી સમરુન પર્વત બે તાલંત રૂપું આપીને ખરીદ કર્યો, અને તે પર્વત પર તેણે [નગર] બાંધ્યું; પોતે બાંધેલા નગરનું નામ તેણે તે પર્વતના માલિક શેમેરના નામ પરથી સમરુન પાડ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 તે પછી શેમેર નામના એક માણસ પાસેથી ચાંદીના છ હજાર સિક્કા આપીને તેણે સમરૂનનો પર્વત ખરીદ્યો. ઓમ્રીએ પર્વતની ચોગરદમ કિલ્લો બાંધ્યો, તે પર નગર વસાવ્યું અને પર્વતના આદ્ય માલિક શેમેરના નામ પરથી તેનું નામ સમરૂન પાડયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તેણે શેમેર પાસેથી સમરુન પર્વત બે તાલંત ચાંદી આપીને ખરીદી લીધો. તેના પર તેણે નગર બંધાવ્યું અને શેમેરના નામ પરથી તેનું નામ સમરુન પાડયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 ત્યારબાદ તેણે શેમેર નામની વ્યકિત પાસેથી સમરૂનની ટેકરી સમરૂન પર્વત લગભગ 68 કિલો ચાંદી આપીને ખરીદી લીધી અને તેના પર તેણે શહેર બંધાવ્યું અને શેમેરના નામ પરથી તેનું નામ સમરૂન પાડયું.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 16:24
16 Iomraidhean Croise  

કેમ કે જે વાણી તેણે યહોવાના વચનથી બેથેલમાંની વેદી સામે તથા સમરુનનાં નગરોનાં ઉચ્ચસ્થાનોનાં સર્વ ઘરો સામે પોકારી છે તે નક્કી પૂરી થશે.”


તેણે સમરુનમાં બાલનું જે મંદિર બાંધ્યું હતું, તેમાં તેણે બાલને માટે વેદી ઊભી કરી.


અને એલિયા આહાબને મળવા ગયો.એ વખતે સમરુનમાં દુકાળ સખત હતો.


અરામના રાજા બેન-હદાદે પોતાનું આખું સૈન્ય એકત્ર કર્યું. તેની સાથે બત્રીસ રાજા, ઘોડા તથા રથો હતા. તેણે ચઢાઈ કરીને સમરુનને ઘેરી લીધું, ને તેની સામે યુદ્ધ કર્યું.


એમ રાજા મરણ પામ્યો, ને તેઓ તેને સમરુનમાં લાવ્યા. અને તેઓએ રાજાને સમરુનમાં દાટ્યો.


હવે આહાબના સિત્તેર દીકરા સમરુનમાં હતા. અને યેહૂએ પત્રો લખ્યા, ને સમરુનમાં યિઝ્‍એલના અમલદારો એટલે વડીલો પર તથા આહાબ [ના પુત્રો] ની રક્ષા કરનારાઓ પર તે મોકલીને કહાવ્યું,


યાબેશનો દીકરો શાલ્લૂમ યહૂદિયાના રાજા ઉઝિયાને ઓગણચાળીસમે વર્ષે રાજ કરવા લાગ્યો. તેણે સમરુનમાં એક મહિનાની મુદત સુધી રાજ કર્યું.


યહૂદિયાના રાજા આહાઝને બારમે વર્ષે એલાનો દીકરો હોશિયા સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે નવ વર્ષ [રાજ કર્યું].


આશૂરના રાજાએ બાબિલમાંથી, કુંથામાંથી, આવ્વામાંથી, હમાથમાંથી તથા સફાર્વાઈમમાંથી માણસો લાવીને તેમને ઇઝરાયલી લોકોને બદલે સમરુનનાં નગરોમાં વસાવ્યા. તેઓ સમરુનને પોતાનું વતન કરી લઈને તેનાં નગરોમાં રહ્યા.


હોશિયાને નવમે વર્ષે આશૂરના રાજાએ સમરુન લીધું, ને ઇઝરયલને આશૂરમાં પકડી લઈ જઈને તેમને હલાહમાં, ગોઝાન નદી પર આવેલા હાબોરમાં તથા માદીઓનાં નગરોમાં રખ્યા.


શખેમમાંથી, શીલોમાંથી તથા સમરૂનમાંથી મૂંડાવેલી દાઢીવાળા, ફાટેલાં વસ્ત્રોવાળા, તથા [પોતાને હાથે] પોતાને જખમી કરેલા, એવા એંસી માણસો પોતાના હાથમાં ખાદ્યાર્પણ તથા ધૂપ લઈને યહોવાના મંદિરમાં આવ્યા.


હે સિયોનમાં એશારામમાં રહેનારા તથા સમરુનના પર્વતોમાં નિર્ભયપણે રહેનારા મુખ્ય પ્રજાઓના પ્રખ્યાત માણસો, જેઓની પાસે ઇઝરાયલ લોક આવે છે, તે તમને અફસોસ!


યાકૂબના અપરાધને લીધે તથા ઇઝરાયલ લોકોનાં પાપોને કારણે એ સર્વ થયું છે. યાકૂબનો અપરાધ શો છે? શું તે સમરુન નથી? અને યહૂદિયાના ઉચ્ચસ્થાનો ક્યાં છે? શું યરુશાલેમ નહિ?


Lean sinn:

Sanasan


Sanasan