Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 15:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પછી આસા રાજાએ આખા યહૂદિયામાં ઢંઢેરો પિટાવ્યો. કોઈને છૂટ આપવામાં આવી નહિ. તેઓ રામાના પથ્થર તથા લાકડાં જે વડે બાશાએ તે બાંધ્યું હતું, તે ઉઠાવી લાવ્યા. અને તે વડે આસા રાજાએ બિન્યામીનનું ગેબા તથા મિસ્પા બાંધ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 પછી આસા રાજાએ સમસ્ત યહૂદિયામાં હુકમ ફરમાવ્યો કે રામાને કિલ્લેબંધી કરવા બાશા જે પથ્થરો અને લાકડાં વાપરતો હતો તે ઊંચકી લાવવામાં એકેએક જણ મદદ કરે; એ સામગ્રી વડે આસાએ બિન્યામીનના પ્રદેશનાં મિસ્પા અને ગેબા નગરોને કિલ્લેબંધીવાળાં બનાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પછી આસા રાજાએ આખા યહૂદિયામાં જાહેરાત કરી. કોઈને છૂટ આપવામાં આવી નહિ. જે પથ્થરો અને લાકડાં વડે રામા નગરને બાશાએ બાંધ્યું હતું. તે પથ્થર તથા લાકડાં તેઓ ઉઠાવી લાવ્યા. પછી આસા રાજાએ તે સાધનસામગ્રીનો ઉપયોગ બિન્યામીનનું નગર ગેબા અને મિસ્પા બાંધવા માટે કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પછી આસા રાજાએ સમગ્ર યહૂદામાં જાહેરાત કરી કે, દરેક સશકત પુરુષે “રામાં”નો નાશ કરવામાં મદદ કરવી અન તેનાં લાકડાં તથા પથ્થરો ઉઠાવી લાવવાં. રાજા આસાએ તે સાધનસામગ્રીનો ઉપયોગ બિન્યામીનનું નગર ગેબા અને મિસ્પાહ બાંધવા માંટે કર્યોં.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 15:22
11 Iomraidhean Croise  

ઇરાયલના રાજા બાશાએ યહૂદિયાની સામે ચઢાઈ કરીને રામા બાંધ્યું, એ માટે કે યહૂદિયાના રાજા આસાની તરફ તે કોઈને આવજા કરવા દે નહિ.


તેણે યહૂદિયાનાં નગરોમાંથી સર્વ યાજકોને બહાર કાઢીને, ગેબાથી તે બેરશેબા સુધી જે ઉચ્ચસ્થાનોમાં તે યાજકોએ ધૂપ બાળ્યો હતો, તેઓને અશુદ્ધ કર્યા, અને જે દરવાજાનાં ઉચ્ચસ્થાનો નગરના સૂબા યહોશુઆના દરવાજાના નાકા આગળ, એટલે નગરના દરવાજામાં પેસતાં ડાબી બાજુએ હતાં, તેઓને તેણે તોડી પાડ્યાં.


ત્યારે આસા રાજાએ યહૂદિયાના સર્વ લોકોને ભેગા કર્યાં. તેઓ રામાના પથ્થરો તથા જે લાકડાં બાશાએ બાંધકામમાં વાપરવા માટે તૈયાર કર્યા હતાં તે લઈ ગયાં. અને તે વડે તેણે ગેબા તથા મિસ્પા બાંધ્યાં.


જુઓ, જે ખાલદીઓ આપણી પાસે આવશે, તેઓની આગળ હાજર થવા માટે હું તો મિસ્પામાં રહીશ; પણ તમે દ્રાક્ષારસ, ઉનાળાનાં પાકેલાં ફળ તથા તેલ એકઠાં કરો, ને તમારાં પાત્રોમાં ભરી રાખો, ને તમારાં જે નગરો તમે કબજે કર્યાં છે તેઓમાં રહો.”


પછી યર્મિયા, અહીકામના પુત્ર ગદાલ્યાની પાસે મિસ્પામાં ગયો, ને તેની સાથે દેશમાં જે લોકો બાકી રહ્યા હતા તેઓ મધ્યે રહ્યો.


ગદાલ્યાની સાથે આવેલા માણસોને ઇશ્માએલે મારી નાખ્યા હતા તેઓનાં સર્વ મુડદાં તેણે ટાંકામાં નાખ્યાં હતાં, તે ટાંકું તેણે મુડદાંથી ભર્યું (તે ટાંકું આસા રાજાએ ઇઝરાયલના રાજા બાશાથી બીહીને બંધાવ્યું હતું).


આખો દેશ ગેબાથી તે યરુશાલેમની દક્ષિણે રિમ્મોન સુધી બદલાઈને મેદાન થઈ જશે. બિન્યામીનના દરવાજાથી પહેલા દરવાજા સુધી, અને હનાનેલના બુરજથી તે રાજાના દ્રાક્ષાકુંડ સુધી, [યરુશાલેમને] ઊંચું કરવામાં આવશે, અને તે પોતાને સ્થાને રહેશે.


તથા કફાર-આમ્મોની તથા ઓફની તથા ગેબા; બાર નગરો તેઓનાં ગામો સહિત;


તથા મિસ્પા તથા કફીરા તથા મોસા;


અને બિન્યામીનના કુળમાંથી ગિબ્યોન ને તેનાં ગૌચર, ગ્રેબા ને તેનાં ગૌચર;


પછી શમુએલે કહ્યું, “સર્વ ઇઝરાયલીઓને મિસ્પામાં એકત્ર કરો, એટલે હું તમારે માટે યહોવાને વિનંતી કરીશ.”


Lean sinn:

Sanasan


Sanasan