Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 15:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેણે પોતાની મા માકાને પણ રાજમાતાની પદવી પરથી દૂર કરી, કેમ કે તેણે અશેરા [દેવી] ને માટે અમંગળ મૂર્તિ બનાવી હતી.આસાએ તેની મૂર્તિ કાપી નાખી, ને તેને કિદ્રોન નાળા પાસે બાળી નાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 પોતાની દાદી માખાને તેણે રાજમાતાના પદ પરથી ઉતારી મૂકી, કારણ, તેણે પ્રજોત્પતિની દેવી અશેરાની ઘૃણાસ્પદ પ્રતિમા બનાવી હતી. આસાએ એ પ્રતિમા કાપી નાખીને તેને કિદ્રોનની ખીણમાં બાળી નાખી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેણે તેની દાદી માકાને પણ રાજમાતાના પદ પરથી દૂર કરી, કેમ કે તેણે અશેરા દેવીની પૂજા માટે એક ધિક્કારપાત્ર મૂર્તિ બનાવી હતી. આસાએ એ મૂર્તિને તોડી નાખી અને કિદ્રોનની ખીણમાં બાળી મૂકી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તેણે તેની માંતા માંઅખાહને સુદ્ધા રાજમાંતાના પદેથી દૂર કરી, કારણ તેણે અશેરાહ દેવીની પૂજા માંટે એક ધિક્કારપાત્ર મૂર્તિ કરાવી હતી. આસાએ એ મૂર્તિને તોડી નાખી અને કિદૃોન નદીના તટ પરની ખીણમાં બાળી મૂકી,

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 15:13
25 Iomraidhean Croise  

અને આખો દેશ પોક મૂકીને રડ્યો, ને બધા લોક પેલી પાર ગયા. રાજા પંડે પણ કિદ્રોન નાળું ઊતર્યો, અને બધા લોકો રાનમાં માર્ગ તરફ પેલી પાર ગયા.


તેણે એકતાળીસ વર્ષ સુધી યરુશાલેમમાં રાજ કર્યું, તેની દાદીનું નામ માકા હતું, તે અબીશાલોમની દીકરી હતી.


તેને યરુશાલેમમાં ત્રણ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ માકા હતું, એ અબીશાલોમની દીકરી હતી.


પછી બાથ-શેબા અદોનિયાને માટે સુલેમાન રાજાને કહેવા માટે તેની પાસે ગઈ. તેને મળવા રાજા ઊઠીને ઊભો થયો, ને તેને પ્રણામ કરીને પોતાના રાજ્યાસન પર બેઠો, ને રાજમાતાને માટે એક આસન મુકાવ્યું. અને તે તેને જમણે હાથે બેઠી.


તેઓએ બાલના મંદિરમાંની અશેરા દેવીને બહાર કાઢીને તે બાળી નાખી.


તેણે ઉચ્ચસ્થાનો કાઢી નાખ્યાં, સ્તંભોને ભાંગી નાખ્યાં, અશેરા [મૂર્તિ] ને કાપી નાખી, અને મૂસાએ બનાવેલા પિત્તળના સાપના તેણે ટુકડેટુકડા કરી નાખ્યા. કેમ કે તે દિવસો સુધી ઇઝરાયલી લોકો તેની આગળ ધૂપ બાળતા હતા; અને તેણે તેનું નામ નહુશ્તાન પાડ્યું.


રાજાએ મુખ્ય યાજક હિલ્કિયાને, બીજા વર્ગના યાજકોને તથા દ્વારરક્ષકોને આજ્ઞા કરી, “જે સર્વ પાત્રો બાલને માટે તથા અશેરાને માટે તથા આખા જ્યોતિમંડળને માટે બનાવેલા છે તેમને યહોવાના મંદિરમાંથી બહાર કાઢી લાવો.” તેણે તેમને યરુશાલેમ બહાર કિદ્રોનનાં ખેતરમાં બાળી નાખ્યાં, ને તેમની રાખ તે બેથેલ લઈ ગયો.


તે અશેરાને યહોવાના મંદિરમાંથી કાઢીને યરુશાલેમ બહાર કિદ્રોન નાળા પાસે લાવ્યો, ને કિદ્રોન નાળા પાસે તેને બાળી નાખી, ને તેને કૂટીને ભૂકો કરીને તે ભૂકો સાધારણ લોકોની કબરો પર નાખ્યો.


લોકોએ તેની સમક્ષ બાલીમની વેદીઓ તોડી પાડી; જે સૂર્યમૂર્તિઓ તેઓના ઉપર હતી તેઓને તેણે કાપી નાખી. અશેરીમ [મૂર્તિઓ] , કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓનો તેણે ભાંગીને ભૂકો કરી નાખ્યો, અને તેઓની આગળ જેઓએ યજ્ઞો કર્યા હતા [તેઓની] કબરો પર તે [ભૂકો] વેર્યો.


અને તેઓએ જે વાછરડું બનાવ્યું હતું તે લઈને તેણે બાળી નાખ્યું, ને તેને વાટીને ભૂકો કર્યો, ને પાણીમાં ભભરાવીને ઇઝરાયલી લોકોને તે પાણી પીવડાવ્યું.


અને હું તમારાં પર્વત પરનાં દેવસ્થાનો પાડી નાખીશ, ને તમારી સૂર્યમૂર્તિઓને કાપી નાખીશ, ને તમારી પૂતળીઓનાં મુડદાં પર તમારાં મુડદાં નાખીશ, અને મારો જીવ તમારાથી કંટાળી જશે.


અને જ્યારે કોઈ હજી પણ ભવિષ્ય કહેશે, ત્યારે તેને જન્મ આપનાર તેનાં માતાપિતા તેને કહેશે, ‘તું જીવતો રહેવાનો નથી, કેમ કે યહોવાને નામે તું જૂઠાં વચનો બોલે છે.’ અને તેને જન્મ આપનાર તેનાં માતાપિતા તે ભવિષ્ય કહેતો હશે તે વખતે તેને વીંધી નાખશે.


મારા કરતાં જે પિતા અથવા મા પર વત્તો પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. અને દીકરા કે દીકરી પર જે મારાં કરતાં વત્તો પ્રેમ કરે છે, તે મારે યોગ્ય નથી.


એ વાતો કહીને ઈસુ પોતાના શિષ્યો સહિત કિદ્રોન નાળાને પેલે પાર ગયા. ત્યાં એક વાડી હતી, જેમાં પોતે તથા તેમના શિષ્યો ગયા.


માટે હવેથી અમે કોઈને બહારના દેખાવ ઉપરથી ઓળખતા નથી. અને જોકે અમે ખ્રિસ્તને બહારના દેખાવ પરથી ઓળખ્યા હતા, તોપણ હવેથી [તેમને એમ] ઓળખતા નથી.


પણ તેઓ સુવાર્તાની સત્યતા પ્રમાણે પ્રામાણિકપણે ચાલતા નથી, એ જ્યારે મેં જોયું, ત્યારે મેં સહુના સાંભળતાં કેફાને કહ્યું, “જો તું યહૂદી છતાં યહૂદીઓની રીતે નહિ, પણ વિદેશીઓની રીતે ચાલે છે, તો વિદેશીઓને યહૂદીઓની રીત પ્રમાણે વર્તવાની તું કેમ ફરજ પાડે છે?”


તેણે પોતાના પિતા વિષે તથા પોતાની માતા વિષે કહ્યું, કે મેં તેમને જોયાં નથી; અને તેને પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યા નહિ, અને તેણે પોતાનાં છોકરાંને પણ ઓળખ્યાં નહિ; કેમ કે તેઓ તમારા વચન પ્રમાણે ચાલતાં આવ્યાં છે, અને તમારો કરાર તેઓ પાળે છે.


પણ તમારે તેઓ પ્રત્યે આ પ્રમાણે વર્તવું:તમારે તેમની વેદીઓ તોડી પાડવી, ને તેઓના સ્તંભોને પછાડીને ચૂરા કરવા, ને તેમની અશેરીમ [મૂર્તિઓ] ને કાપી નાખવી, ને તેમની કોતરેલી મૂર્તિઓને આગમાં બાળી નાખવી.


અને મેં તમારા પાપને, એટલે જે વાછરડું તમે બનાવ્યું હતું તેને લઈને આગથી બાળ્યું, ને તેને ટીપીને ધૂળ જેવો તેનો બારીક ભૂકો કર્યો, ને મેં તે ભૂકો પર્વતમાંથી નીકળીને નીચાણ તરફ વહેતા વહેળિયામાં નાખ્યો.


અને તેઓએ નગરને તથા જે કંઈ તેમાં હતું તે સરવને અગ્નિમાં બાલી નાખ્યાં, ફક્ત રૂપું ને સોનું, ને પિત્તળનાં ને લોઢાંનાં પાત્રો તેઓએ યહોવાના ઘરના ભંડારમાં મૂક્યાં.


Lean sinn:

Sanasan


Sanasan