Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 14:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પણ તારી અગાઉ જે થઈ ગયા તે સર્વ કરતાં તેં વધારે દુષ્ટતા કરી છે, ને જઈને તેં તારે માટે અન્ય દેવો તથા ઢાળેલી મૂર્તિઓ બનાવીને મને રોષ ચઢાવ્યો છે, ને તું મારાથી વિમુખ થયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તારી અગાઉના શાસકો કરતાં યે તેં ઘણાં મોટાં પાપકર્મો આચર્યાં છે. તેેં મારો ત્યાગ કર્યો છે અને ઉપાસના માટે મૂર્તિઓ અને ધાતુની પ્રતિમાઓ બનાવી તેં મને કોપાયમાન કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ તેના બદલે તેં તારા બધા પૂર્વજો કરતાં વધારે ખરાબ કામો કર્યાં છે, તેં બીજા દેવો તથા ઢાળેલી મૂર્તિઓ બનાવીને મને રોષ ચઢાવ્યો. તેં મારી અવગણના કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેઁ તારા બધા પૂર્વજો કરતાં વધારે ખરાબ કામો કર્યા છે, તેં બીજા દેવોની મૂર્તિઓ બનાવી છે, અને સોનાના વાછરડા બનાવીને માંરો રોષ વહોરી લીધો છે; તેં તો માંરી અવગણના કરી છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 14:9
42 Iomraidhean Croise  

તે પરથી રજાએ સલાહ લઈને સોનાના બે વાછરડા બનાવ્યા. અને યરોબામે તેમને કહ્યું. “યરુશાલેમમાં જવું તમને ઘણું [મશ્કેલ] થઈ પડે છે. હે ઇઝરાયલ જો, તારા જે દેવો મિસર દેશમાંથી તને કાઢી લાવ્યા [તે આ રહ્યા].”


જે પાપો યરોબામે કર્યા છે તથા જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું છે તેને લીધે તે ઇઝરાયલને તજી દેશે.”


અને યહૂદિયાએ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, તેમના પિતૃઓના સર્વ કૃત્યો કરતાં તેઓએ પોતે કરેલા પાપથી તેઓએ પ્રભુને વધારે ક્રોધ ચઢાવ્યો


તે રાજા થયો કે તરત એમ થયું કે તેણે યરોબામના ઘરનાં સર્વને મારી નાખ્યાં.યહોવા પોતાના સેવક શીલોની અહિયા મારફતે જે વચન બોલ્યા હતા, તે પ્રમાણે તેણે યરોબામ [ના કુટુંબ] નો પૂરેપૂરો નાશ કર્યો. તેના એક પણ જણને તેણે જીવતો રહેવા દીધો નહિ.


જે પાપ યરોબામે કર્યાં હતાં તથા જેથી તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેને લીધે, ને જે રોષ તેણે ઇઝરાયલના ઈશ્વર યહોવાને ચઢાવ્યો હતો તે રોષને લીધે [એમ થયું].


તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું તે યરોબામના માર્ગમાં ને એના જે પાપ વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું, તેમાં ચાલ્યો.


ઓમ્રીએ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, ને તેની અગાઉના સર્વ કરતાં તે વિશેષ દુષ્ટતાથી વર્ત્યો.


અને ઓમ્રીના દીકરા આહાબે તેની પહેલાંના સર્વ [રાજાઓ] કરતાં યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું.


અને એમ થયું કે નબાટના દીકરા યરોબામનાં પાપને માર્ગે ચાલવું એ તો જાણે તેને માટે એક નજીવી બાબત હોય તેમ તે સિદોનીઓના રાજા એથ્બાલની દીકરી ઇઝબેલ સાથે પરણ્યો, ને તેણે જઈને બાલની સેવા કરીને તેની ભક્તિ કરી.


વળી આહાબે અશેરા [મૂર્તિ] બનાવી. અને આહાબે તેની અગાઉના ઇઝરાયલના સર્વ રાજાઓ કરતાં ઇઝરાયલનાં ઈશ્વર યહોવાને રોષ ચઢે એવું હજીયે વિશેષ કર્યું.


કેમ કે તેના પિતા હિઝકિયાએ જે ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો હતો તે તેણે ફરીથી બાંધ્યાં. અને ઇઝરાયલના રાજા આહાબે જેમ કર્યું હતું તેમ તેણે બાલને માટે વેદીઓ ઊભી કરી, અશેરા [મૂર્તિ] બનાવી, ને આખા જ્યોતિમંડળની ભક્તિ કરી, ને તેમની સેવા કરી.


તોપણ જે બધાં ક્રોધજનક કૃત્યોથી મનાશ્શાએ યહોવાને રોષ ચઢાવ્યો હતો તેને લીધે તેનો જે મોટો કોપ યહૂદિયા વિરુદ્ધ સળગ્યો હતો, તેનો જુસ્સો નરમ પડ્યો નહિ.


તોપણ નબાટના દીકરા યરોબામનાં પાપ કે જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું તેને તે વળગી રહ્યો. એમાંથી તે ખસ્યો નહિ.


તેણે પોતાને માટેના ઉચ્ચસ્થાનોને માટે, વનદેવતાઓને માટે તથા પોતે બનાવેલા વાછરડાઓને માટે પોતાના જુદા યાજકો ઠરાવ્યા.


વળી તેણે હિન્નોમપુત્રોની ખીણમાં પોતાનાં છોકરાંનું અગ્નિમાં બલિદાન આપ્યુ, શુકન જોવડાવ્યાં, જાદુમંત્રોનો ઉપયોગ કર્યો, ને ભૂવા તથા જાદુગરોની સાથે વ્યવહાર રાખ્યો. આ પ્રમાણે યહોવાની ર્દષ્ટિમાં ભુડું કરીને તેણે પોતાના ઉપર તેનો કોપ વહોરી લીધો.


તેઓએ કિલ્લાવાળાં શહેરો તથા રસાળ ભૂમી લઈ લીધાં. સર્વ ઉત્તમ વસ્તુઓથી ભરપૂર ધરો, ખોદેલા કૂવા, દ્રાક્ષાવાડીઓ, જૈતવાડીઓ, તથા પુષ્કળ ફળઝાડો તેઓના કબજામાં આવ્યાં. આ સર્વ સમૃદ્ધિથી તેઓ તૃપ્ત થયા, ને તમારી મોટી કૃપાથી આનંદ પામ્યા.


તોપણ તેઓએ તમારી આજ્ઞા પાળી નહિ, તમારી વિરુદ્ધ તેઓએ બંડ કર્યુ. તમારા નિયમશાસ્ત્રને તેઓએ પોતાની પીઠ પાછળ ફેંક્યું, ને જે તમારા પ્રબોધકો તેઓને ફરીથી તમારી તરફ પાછા વાળવાને તેઓને ચેતવણી આપતા હતા તેઓને તેમણે મારી નાખ્યા, ને તેઓએ ઘણા ક્રોધજનક કામો કર્યા.


એ પ્રમાણે તેઓએ પોતાની કરણીઓથી યહોવાને ચીડવ્યા; અને તેઓમાં મરકી ફાટી નીકળી.


કેમ કે તું [મારી] ‍ શિખામણનો તિરસ્કાર કરે છે, અને મારા શબ્દો તું તારી પાછળ નાખે છે.


તેઓએ કેટલી વાર અરણ્યમાં તેમની સામે ફિતૂર ઉઠાવ્યું; અને રાનમાં તેમને દુ:ખી કર્યા!


તોપણ તેઓએ પરાત્પર ઈશ્વરની પરીક્ષા કરીને તેમની સામે બળવો ઉઠાવ્યો. અને તેમનાં સાક્ષ્યો પાળ્યાં નહિ;


કેમ કે તેઓએ પોતાનાં ઉચ્ચસ્થાનો વડે તેમને રોષ ચઢાવ્યો, અને પોતાની કોરેલી મૂર્તિઓ વડે તેમને ગુસ્સો ઉત્પન્ન કર્યો.


તું પોતાને માટે કોઈ દેવની ઢાળેલી મૂર્તિ ન બનાવ.


તમે હજારો પર કૃપા કરો છો, ને પૂર્વજોના અન્યાયનું ફળ તેઓની પાછળ આવનાર તેઓના પુત્રોના ખોળામાં ભરી આપો છો. તમે મહાન તથા શક્તિમાન ઈશ્વર છો, તમારું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે.


મને રોષ ચઢાવવા માટે છોકરાં લાકડાં એકઠાં કરે છે, તેમના પિતાઓ અગ્નિ સળગાવે છે, ને આકાશની રાણીને માટે રોટલી બનાવવાને સ્ત્રીઓ કણક ગૂંદે છે, તથા અન્ય દેવોની આગળ પેયાર્પણો રેડે છે.”


તોપણ તેઓએ મારું સાંભળ્યું નહિ, ને કાન ધર્યો નહિ; ઊલટું તેઓએ હઠીલા થઈને પોતાના પૂર્વજોના કરતાં વધારે દુષ્ટતા કરી.


વળી પ્રભુ યહોવા કહે છે, “તેં મને વીસરી જઈને તારી પીઠ પાછળ નાખ્યો છે, તે માટે તું પણ તારી લંપટતા તથા વ્યભિચાર [નું ફળ] ભોગવ.”


પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર કૃત્યો યહૂદિયાના માણસો અહીં કરે છે તે તેમની નજરમાં નજીવાં લાગે છે? તેઓએ જોરજુલમથી દેશને ભરપૂર કર્યો છે, ને તેમ કરીને તેઓએ મને વિશેષ રોષ‍ ચઢાવ્યો છે. વળી, જો, તેઓ પોતાને નાકે ડાળી અડકાડે છે.


તેણે હાથના આકાર જેવું લંબાવીને મારા માથાના વાળની લટ પકડીને, અને ઈશ્વરના આત્માએ મને આકાશ તથા પૃથ્વીની વચ્ચે ઊંચકી લીધો, ને તે મને ઈશ્વરે આપેલા સંદર્શનોમાં યરુશાલેમમાં ઉત્તર બાજુના અંદરના ચોક ના દરવાજાના બારણા પાસે લાવ્યો કે, જ્યાં આગળ ઈશ્વરને કોપાયમાન કરે એવી મૂર્તિનું સ્થાન હતું.


મૂર્તિઓની તરફ તમે ન ફરો, ને તમારે માટે ઢાળેલી [ધાતુના] દેવો ન કરો; હું યહોવા તમારો ઈશ્વર છું.


તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં જોરાવર છીએ?


જે ઈશ્વર નથી તે વડે તેઓએ મને રોષિત કર્યો છે, પોતાની વ્યર્થતાથી તેઓએ મને ચીડવ્યો છે; અને જેઓ પ્રજા નથી તેઓ વડે હું તેઓને રોષિત કરીશ; મૂર્ખ દેશજાતિ વડે હું તેઓને ક્રોધ ચઢાવીશ.


જ્યારથી મારે તમારી સાથે ઓળખાણ થઈ ત્યારથી યહોવાની સામે તમે બંડખોર ઠરી ચૂક્યા છો.


તેઓએ નવા દેવોને પસંદ કર્યા; તે વખતે ભાગળોમાં યુદ્ધ હતું; શું ઇઝરાયલના ચાળીસ હજાર મધ્યે કોઈની પાસે ઢાલ કે બરછી દેખાતી હતી?


Lean sinn:

Sanasan


Sanasan