Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 14:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને એમ થયું કે તેના બારણામાં પેસતાં જ અહિયાએ તેના પગનો અવાજ સાંભળીને કહ્યું, “યરોબામની પત્ની, તું અંદર આવ, તું શા માટે બીજી કોઈ સ્ત્રી હોવાનો ડોળ કરે છે? કેમ કે દુ:ખદાયક સમાચાર લઈને મને તારી પાસે મોકલવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 પણ અહિયાએ બારણે તેનાં પગલાંનો અવાજ સાંભળતાં જ તેને કહ્યું, “અંદર આવ. હું જાણું છું કે તું યરોબામની પત્ની છે. તું બીજી વ્યક્તિ હોવાનો ઢોંગ કેમ કરે છે? પ્રભુ તરફથી તારે માટે મારી પાસે માઠા સમાચાર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 આથી અહિયાએ જયારે બારણા આગળ તેનાં પગલાંનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે કહ્યું, “અંદર આવ, યરોબામની પત્ની, તું બીજી સ્રી હોવાનો દેખાવ શા માટે કરે છે? હું તને પાછી દુઃખદાયક સમાચાર સાથે મોકલવાનો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 આથી અહિયાએ જયારે બારણાં આગળ તેનાં પગલાંનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે કહ્યું, “આવ, અંદર આવ, યરોબઆમની પત્ની, તું બીજી સ્રી હોવાનો ઢોંગ શા માંટે કરે છે? માંરે તને માંઠા સમાંચાર આપવાના છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 14:6
25 Iomraidhean Croise  

અને યરોબામે પોતાની પત્નીને કહ્યું, ” કૃપા કરીને ઊઠ, ને તું યરોબામની પત્ની છે એમ જાણવામાં ન આવે માટે તારો વેશ બદલ; અને તું શીલોમાં જા. જો, અહિયા પ્રબોધક ત્યાં છે, જેણે મારા વિશે કહ્યું હતું, ‘તું આ લોક પર રાજા થશે.’


યહોવાએ અહિયાને કહ્યું, “જો યરોબામની પત્ની પોતાના દીકરા વિષે પૂછપરછ કરવા તારી પાસે આવે છે, કેમ કે તે માંદો છે, તું તેને આમ આમ કહેજે; કેમ કે તે અંદર આવશે ત્યારે એમ થશે કે, તે બીજી કોઈ સ્ત્રી હોવાનો ડોળ કરશે.”


જો, યરોબામને કહે કે, ઇઝરાયલના ઈશ્વર યહોવા એમ કહે છે કે, ‘મેં તને [સાધારણ] લોકોની પંક્તિમાંથી ઊંચ પંક્તિએ ચઢાવીને મારા ઇઝરાયલ લોક પર હાકેમ ઠરાવ્યો,


અને પ્રબોધકે રાજાને કહ્યું, “યહોવા આમ કહે છે કે, જે માણસને મેં નાશપાત્ર ઠરાવ્યો હતો તેને તેં તારા હાથમાંથી જવા દીધો છે, માટે તેના જીવના બદલે તારો જીવ થશે, ને તેના લોકને બદલે તારા લોક [માર્યા જશે].”


ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હજી એક માણસ છે કે, જેની મારફતે આપણે યહોવાને પૂછી જોઈએ. એ તો યિમ્લાનો દીકરો મિખાયા છે. પણ હું તેને ધિક્કારું છું, કેમ કે તે મારે વિષે સારું નહિ પણ માઠું ભવિષ્ય કહે છે. “યહોશાફાટે કહ્યું, “રાજાએ એમ ન બોલવું જોઈએ.”


કપટીઓને તે તેમના પોતાના દાવપેચમાં જ ગૂંચવી નાખે છે; અને કુટિલ માણસોની યોજનાઓને ઉથલાવી પાડે છે.


યહોવા વિદેશીઓની મસલત વ્યર્થ કરે છે; તે પ્રજાઓની ધારણા નિરર્થક કરે છે.


યહોવાની વિરુદ્ધ ચાલે એવું કોઈ પણ જ્ઞાન, બુદ્ધિ કે મસલત નથી.


માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો, પણ જેનાથી માણસનો દીકરો પરસ્વાધીન કરાય છે, તે માણસને હાયહાય! તે માણસ જો જન્મ્યો ન હોત, તો તે તેને માટે સારું થાત.”


તેમની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી; પણ જેમની સાથે આપણને કામ છે, તેમની દષ્ટિમાં સર્વ નગ્ન તથા ઉઘાડાં છે.


ત્યારે શમુએલે શાઉલને કહ્યું, ઊભો રહે, આજે રાત્રે યહોવાએ મને જે કહ્યું છે તે હું તને કહું.” તેણે તેને કહ્યું, “કહે”.


શમુએલે શાઉલને કહ્યું, “હું તારી સાથે પાછો નહિ આવું; કેમ કે તેં યહોવાનું વચન નકાર્યું છે, અને યહોવાએ તને ઇઝરાયલના રાજા તરીકે નકાર્યો છે.”


કેમ કે તેં યહોવાની વાણી માની નહિ, ને અમાલેક પર તેમના સખત ક્રોધનો અમલ કર્યો નહિ, તેથી યહોવાએ આજે તને આ પ્રમાણે કર્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan