Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 13:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જે ચિહ્‍ન ઈશ્વરભક્તે યહોવાના વચનથી આપ્યું હતું તે પ્રમાણે વેદી પણ ફાટી ગઈ, ને વેદી પરથી રાખ વેરાઈ ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 પ્રભુની આજ્ઞા અનુસાર ઈશ્વરભક્તે આપેલા આશ્ર્વર્યચિહ્ન પ્રમાણે વેદી એકાએક તૂટી પડી અને તે પરની રાખ જમીન પર વેરાઈ ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તે સમયે જે ચિહ્ન ઈશ્વરભક્તે ઈશ્વરના વચન પ્રમાણે આપ્યું હતું તે પ્રમાણે વેદીમાં મોટી તિરાડ પડી અને તેના પરની રાખ વેરાઈ ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 એ સમયે દેવના માંણસની આગાહી પ્રમાંણે વેદીમાં મોટી તિરાડ પડી અને તેના પરની રાખ વેરાઈ ગઈ. જે પ્રમાંણે યહોવાએ દેવના માંણસને કહેવા માંટે કહ્યું હતું તેમજ બન્યું.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 13:5
13 Iomraidhean Croise  

તે જ દિવસે તેણે ચિહ્‍ન આપીને કહ્યું “યહોવાએ જે ચિહ્‍ન આપ્યું છે તે આ છે: જો, વેદી ફાટી જશે, ને તે પરની રાખ વેરાઈ જશે.”


તે બેથેલમાંની વેદીની સામે ઈશ્વરભકતે પોકારેલી વાણી રાજાએ સાંભળી ત્યારે એમ થયું કે, યરોબામે પોતાનો હાથ વેદી પરથી લાંબો કરીને કહ્યું, “એને પકડો.” ત્યારે તેનો જે હાથ તેણે ઈશ્વરભક્તની તરફ લાંબો કર્યો હતો તે સુકાઈ ગયો, ને તેથી યરોબામ તેને પોતા તરફ પાછો ખેંચી શ્ક્યો નહિ.


રાજાએ ઈશ્વરભક્તને ઉત્તર આપીને કહ્યું, “તારા ઈશ્વર યહોવાની કૃપા માટે આજીજી કરીને મારે માટે પ્રાર્થના કર કે, મારો હાથ ફરીથી સાજો થાય.” અને ઈશ્વરભક્તે યહોવાની આજીજી કરી, એટલે રાજાનો હાથ સાજો થઇને અગાઉના જેવો થઈ ગયો.


યહોવા પોતાનું જે વચન એલિયા મારફતે બોલ્યા હતા તે પ્રમાણે માટલીમાંનો મેંદો થઈ રહ્યો નહિ, ને કૂંડીમાંનું તેલ ખૂટી ગયું નહિ.


મિખયાએ કહ્યું, “જો તું કદી પણ શાંતિએ પાછો ફરવા પામે, તો યહોવા મારી મારફતે બોલ્યા નથી [એમ સમજવું].” અને તેણે કહ્યું, “હે લોકો તમે સર્વ સાંભળો.”


અને તે દિવસે દારુણ યુદ્ધ મચ્યું. અને રાજાને ટેકો આપીને રથમાં અરામીઓની સામે ટટ્ટાર બેસાડી રાખવામાં આવ્યો હતો, ને સાંજે તે મરણ પામ્યો. અને તેના ઘામાંથી રક્ત વહીને રથને તળિયે ગયું.


કેમ કે જે દિવસે હું ઇઝરાયલને તેના ગુનાઓની શિક્ષા કરીશ, તે દિવસે હું બેથેલની વેદીઓને પણ શિક્ષા કરીશ, વેદીનાં શિંગો કપાઈ જશે, ને જમીન પર પડશે


તેઓએ ત્યાંથી જઈને બધે સ્‍થળે સુવાર્તા પ્રગટ કરી. પ્રભુ તેઓના કામમાં તેઓની સહાય કરતા, ને તેઓને હાથે થયેલા ચમત્કારોથી સુવાર્તા [ની સત્યતા] સાબિત કરતા. આમીન. ?? ?? ?? ?? 1


જ્યારે પ્રબોધક યહોવાને નામે બોલે, અને જો તે વાત પ્રમાણે ન થાય, અથવા તે પૂરી કરવામાં ન આવે, તો તે વાત યહોવા બોલ્યા નથી [એમ તારે જાણવું]. પ્રબોધક ગર્વથી તે બોલ્યો છે, તેનાથી તું બીશ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan