Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 13:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તે બેથેલમાંની વેદીની સામે ઈશ્વરભકતે પોકારેલી વાણી રાજાએ સાંભળી ત્યારે એમ થયું કે, યરોબામે પોતાનો હાથ વેદી પરથી લાંબો કરીને કહ્યું, “એને પકડો.” ત્યારે તેનો જે હાથ તેણે ઈશ્વરભક્તની તરફ લાંબો કર્યો હતો તે સુકાઈ ગયો, ને તેથી યરોબામ તેને પોતા તરફ પાછો ખેંચી શ્ક્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 એ ઈશ્વરભક્તને બેથેલની વેદીને શાપ દેતો સાંભળીને યરોબામ રાજાએ વેદી ઉપરથી હાથ લંબાવીને હુકમ કર્યો, “એને પકડો!” તરત જ રાજાના હાથને લકવો થઈ ગયો; જેથી તે તેને પાછો ખેંચી શક્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જયારે રાજાએ બેથેલની સામેની વેદીથી ઈશ્વરભક્તે પોકારેલી વાણી સાંભળી ત્યારે યરોબામે વેદી પાસેથી પોતાનો હાથ ઈશ્વરભક્ત તરફ લાંબો કરીને કહ્યું, “તેને પકડો.” પણ તેનો જે હાથ તેણે ઈશ્વરભક્ત તરફ લંબાવ્યો હતો તે સુકાઈ ગયો અને તેથી તે પોતાના હાથને પાછો ખેંચી શકયો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 જયારે યરોબઆમે પેલા દેવના માંણસને બેથેલની વેદીને શાપ આપતો સાંભળ્યો, તે સમયે તેણે વેદી પાસેથી હાથ લઇ લીધો, તે માંણસ તરફ ચીંધ્યો અને કહ્યું, “તેને પકડો.” પણ જેવું તેણે આમ કહ્યું કે, તરત જ એ માંણસ સામે એણે લંબાવેલો હાથ એ જ સ્થિતિમાં લકવાગ્રસ્ત થઈ ગયો, તે પોતાના હાથને પાછો ખેંચી શકયો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 13:4
26 Iomraidhean Croise  

અને ઘરના બારણા પાસે જે હતા, તે નાના મોટા સર્વને તેઓએ આંધળા કરી નાખ્યા; માટે તેઓ બારણું શોધતા શોધતાં થાકી ગયા.


અને એકને તેણે બેથેલમાં ઊભો કર્યો, ને બીજાને તેણે દાનમાં મૂક્યો..


તે જ દિવસે તેણે ચિહ્‍ન આપીને કહ્યું “યહોવાએ જે ચિહ્‍ન આપ્યું છે તે આ છે: જો, વેદી ફાટી જશે, ને તે પરની રાખ વેરાઈ જશે.”


જે ચિહ્‍ન ઈશ્વરભક્તે યહોવાના વચનથી આપ્યું હતું તે પ્રમાણે વેદી પણ ફાટી ગઈ, ને વેદી પરથી રાખ વેરાઈ ગઈ.


અને કહો કે, રાજા એમ કહે છે કે, ‘આને બંદીખાનામાં નાખો, ને હું શાંતિમાં [પાછો] આવું ત્યાં સુધી દુ:ખની રોટલીથી તથા દુ:ખના પાણીથી એનો નિર્વાહ કરજો.’”


તે સાંભળીને આસાએ તે દષ્ટા પર ગુસ્સે થઈને તેને જેલમાં પૂર્યો. કેમ કે તેણે જે કહ્યું હતું તેને લીધે આસા તેના પર ક્રોધાયમાન થયો હતો. તે જ સમયે આસાએ કેટલાક લોકો પર કેર વર્તાવ્યો.


[તે એમ કહેતા,] “માર અભિષિક્તોને છેડશો નહિ, મારા પ્રબોધકોને ઉપદ્રવ ન કરો.”


ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, હું તમને ખચીત કહું છું, આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.’


પછી જેઓએ ઈસુને પકડ્યા હતા, તેઓ જ્યાં શાસ્‍ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા, ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેમને લઈ ગયા.


પછી તેમણે ચોતરફ નજર ફેરવીને તે માણસને કહ્યું, “તારો હાથ લાંબો કર.” તેણે તેમ કર્યું, એટલે તેનો હાથ સાજો થયો.


હું તમને ખચીત ખચીત કહું છું કે, જે કોઈને હું મોકલું છું તેનો અંગીકાર જે કરે છે તે મારો અંગીકાર કરે છે; અને જે મારો અંગીકાર કરે છે તે મારા મોકલનારનો અંગીકાર કરે છે.”


જ્યારે તેમણે તેઓને કહ્યું, “હું તે છું, ” ત્યારે તેઓ પાછા હઠયા, અને જમીન પર પડી ગયા.


જો કોઈ તેઓને ઇજા કરવા ચાહે, તો તેઓનાં મોંમાંથી અગ્નિ નીકળે છે, ને તે તેઓના શત્રુઓનો સંહાર કરે છે, અને જો કોઈ તેઓને ઈજા કરવા ચાહે, તો તે જ પ્રમાણે તેણે માર્યા જવું જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan