Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 13:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અને એ વાત યરોબામના કુટુંબને નાબૂદ કરવા તથા પૃથ્વીના પૃષ્ટ પરથી તેનો નાશ કરવા માટે તેને પાપરૂપ થઈ પડી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 તેના આ પાપને લીધે તેનો નાશ થયો અને પૃથ્વીના પટ પરથી તેના રાજવંશનો પણ પૂરો નાશ થયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 અને તે વાત યરોબામના કુટુંબને નાબૂદ કરવા તથા પૃથ્વીના પૃષ્ઠ પરથી તેનો નાશ કરવા સારુ તેને પાપરૂપ થઈ પડી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 તેથી કરીને યરોબઆમે પોતાના આખા વંશને પાપમાં નાખ્યો અને તેમનું ભૂમિમાંથી સંપૂર્ણપણે ભૂંસાઇ જવું નિશ્ચિત કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 13:34
17 Iomraidhean Croise  

અને યરોબામે પોતાના મનમાં ધાર્યું, “હવે રાજ્ય દાઉદના કુટુંબને પાછું મળશે.


અને આ વાત પાપરૂપ થઈ પડી, કેમ કે લોકો એકની [પૂજા કરવા માટે] દાન સુધી જતા હતા.


તે સમયે યરોબામનો દીકરો અબિયા માંદો પડ્યો.


માટે જુઓ, હું યરોબામનાં કુટુંબ પર આપત્તિ લાવીશ, ને યરોબામનો દરેક નર બાળક જે ઇઝરાયલમાં બંદીવાન હોય તેમ જ જે છૂટો હોય તેને નષ્ટ કરીશ, ને જેમ વાસીદું કાઢી નાખવામાં આવે છે તેમ હું યરોબામનાં કુટુંબને છેક લોપ થઈ જતાં સુધી વાળી કાઢીશ.


યરોબામનાં કુટુંબનો જે માણસ નગરમાં મરશે તેને કૂતરાં ખાશે; અને જે ખેતરમાં મરશે તેને વાયુચર પક્ષીઓ ખાશે; કેમ કે યહોવાનું એ વચન છે.’


જે પાપો યરોબામે કર્યા છે તથા જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું છે તેને લીધે તે ઇઝરાયલને તજી દેશે.”


જો, યરોબામને કહે કે, ઇઝરાયલના ઈશ્વર યહોવા એમ કહે છે કે, ‘મેં તને [સાધારણ] લોકોની પંક્તિમાંથી ઊંચ પંક્તિએ ચઢાવીને મારા ઇઝરાયલ લોક પર હાકેમ ઠરાવ્યો,


યહૂદિયાના રાજા આસાના બીજા વર્ષમાં યરોબામનો દીકરો નાદાબ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે ઇઝરાયલ પર બે વર્ષ રાજ કર્યું,


તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, તે પોતાના પિતાના માર્ગમાં તથા તેના જે પાપ વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેમાં ચાલ્યો.


અને તેં મને કોપ ચઢાવ્યો છે તે કોપને લીધે, ને તેં ઇઝરાયલની પાસે પાપ કરાવ્યું છે તેને લીધે હું તારા ઘરને નબાટના દીકરા યરોબામના ઘરની માફક, ને અહિયાના દીકરા બાશાના ઘરની માફક કરી નાખીશ.


તોપણ નબાટનો દીકરો યરોબામ જે પાપો કરીને ઇઝરાયલ પાસે પાપ કરાવતો હતો તેનું અનુકરણ કરવાથી, એટલે બેથેલમાંના તથા દાનમાંના સોનાના વાછરડા [ની પૂજા] યેહૂએ ચાલુ રાખી.


પણ યેહૂએ ઇઝરાયલના ઈશ્વર યહોવાના નિયમ પ્રમાણે પોતાના પૂરા હ્રદયથી ચાલવાની બિલકુલ કાળજી રાખી નહિ. યરોબામે પોતે જે પાપો કરીને ઇઝરાયલની પાસે પાપ કરાવ્યાં હતાં, તેવાં પાપ કરવાં તેણે ચાલુ રાખ્યાં.


યહોવાએ ઇઝરાયલને દાઉદના કુટુંબમાંથી વિભાજિત કરીને જુદા પાડ્યા; અને તેઓએ નબાટના દીકરા યરોબામને રાજા ઠરાવ્યો. યરોબામે ઇઝરાયલ પાસે યહોવાનો ત્યાગ કરાવીને મોટું પાપ કરાવ્યું.


સદાચારી યથાર્થી માણસોનું રક્ષણ કરે છે; પણ દુષ્ટતા પાપીને ઉથલાવી નાખે છે.


તથી યહોવા કહે છે કે, હું પૃથ્વીના પૃષ્ઠ પરથી તને ફેંકી દઈશ; આ વર્ષે તું મરશે, કેમ કે તું યહોવાની વિરુદ્ધ બંડ [નાં વચનો] બોલ્યો છે.”


ઇઝરાયલના પાપના કારણરૂપ આવેનનાં ઉચ્ચસ્થાનો નાશ પામશે; તેમની વેદીઓ ઉપર કાંટા તથા ઝાંખરાં ઊગી નીકળશે; તેઓ પર્વતોને કહેશે, ‘અમને ઢાંકી દો.’ અને ડુંગરોને [કહેશે] કે, ‘અમારા પર પડો.’


Lean sinn:

Sanasan


Sanasan