૧ રાજા 13:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 જે પ્રબોધક એને માર્ગેથી પાછો વાળી લાવ્યો હતો તેણે તે વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, “તે ઈશ્વરભક્ત છે, જેણે યહોવાના વચન સામે બંડ કર્યું હતું. માટે યહોવાએ તેને સિંહને સોંપ્યો છે, ને યહોવાએ તેને પોતાનું જે વેણ કહ્યું હતું તે પ્રમાણે એણે તેને ફાડીને મારી નાખ્યો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 વૃદ્ધ સંદેશવાહકે એ સાંભળતાં કહ્યું, “એ તો પ્રભુની આજ્ઞા ઉથાપનાર ઈશ્વરભક્ત છે! પ્રભુએ કહ્યું હતું તેમ તેમણે જ સિંહને તેના પર હુમલો કરી તેને મારી નાખવા મોકલ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તેને માર્ગમાંથી પાછો લઈ આવનાર વૃદ્ધ પ્રબોધકે જયારે આ વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, “તે તો ઈશ્વરભક્ત છે, તેણે યહોવાહની આજ્ઞાની અવગણના કરી હતી. તે માટે યહોવાહે તેને સિંહને સોંપ્યો. તેણે તેની પર હુમલો કરીને તેને મારી નાખ્યો. તે દ્વારા યહોવાહે તેને કહેલા વચન પ્રમાણે થયું.” Faic an caibideilપવિત્ર બાઈબલ26 જ્યારે વૃદ્ધ પ્રબોધકે આ વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, “એ તો એ જ દેવનો માંણસ છે, કે જેણે યહોવાની આજ્ઞાનો અનાદર કર્યો છે! સિંહ દ્વારા તેને માંરી નંખાવીને યહોવાએ તેને આપેલી ચેતવણી પૂર્ણ કરી છે.” Faic an caibideil |