Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 13:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તેણે યહૂદિયામાંથી આવેલા ઈશ્વરભક્તે પોકારીને કહ્યું, “યહોવા આમ કહે છે કે, ‘તમે યહોવાના વચન સામે બંડ કર્યું છે, ને તમારા ઈશ્વર યહોવાએ જે આજ્ઞા તમને ફરમાવી તે તમે પાળી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 તેણે યહૂદિયાના ઈશ્વરભક્તને પોકારીને કહ્યું, “પ્રભુ કહે છે કે તેં તેમની આજ્ઞા ઉથાપી છે અને તેમની આજ્ઞા પ્રમાણે કર્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 અને તેણે યહૂદિયાથી આવેલા ઈશ્વરભક્તને કહ્યું “યહોવાહ એવું કહે છે કે, તેં યહોવાહની આજ્ઞા પાળી નથી અને તને આપેલી આજ્ઞાનો અનાદર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 અને તેણે યહૂદાથી આવેલા દેવના માંણસને કહ્યું, “આ યહોવાની વાણી છે. તેં યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ છે અને તેણે કરેલાં હુકમો પાળ્યાં નથી,

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 13:21
19 Iomraidhean Croise  

ત્યારે તે બન્‍નેની આંખો ઊઘડી ગઈ, અને તેઓએ જાણ્યું કે “અમે નગ્ન છીએ. અને અંજીરીના પાતરાં સીવીને તેઓએ પોતાને માટે આચ્છાદાન બનાવ્યાં.


માટે ગાદે દાઉદ પાસે આવીને તેને ખબર આપીને કહ્યું, “તમારા દેશમાં સાત વર્ષ સુધી દુકાળ પડે? અથવા તો તમારા શત્રુઓ તમારી પાછળ પડે ને તમે ત્રણ માસ સુધી તેઓથી નાસતા ફરો? અથવા તો તમારા દેશમાં ત્રણ દિવસ સુધી મરકી ચાલે? હવે વિચાર કરો, ને જેમણે મને મોકલ્યો છે તેમને હું શો ઉત્તર આપું તેનો ખ્યાલ કરો.”


અને યહોવાનો કોપ ઉઝઝા પર સળગ્યો. અને ત્યાં ઈશ્વરે તેને તેના અપરાધને લીધે માર્યો; અને ત્યાં તે ઈશ્વરના કોશ આગળ મરણ પામ્યો.


કેમ કે યહોવાના વચનથી મને એવું કહેવામાં આવ્યું છે કે, ‘ત્યાં તારે રોટલી ખાવી નહિ ને પાણી પીવું નહિ, ને જે માર્ગે તું ગયો હોય તે પર પાછો વળતાં તારે ચાલવું નહિ.’”


તેઓ જમવા બેઠા હતા એટલામાં એમ થયું કે, એને પાછો લઈ આવનાર પ્રબોધક પાસે યહોવાનુ વચન આવ્યું.


પણ તમે પાછા આવ્યા, ને જે જગા વિષે તેમણે તમને કહ્યું હતું કે, ત્યાં રોટલી ન ખાતો તેમ પાણી ન પીતો તેમાં તમે રોટલી ખાધી છે ને પાણી પીધું છે; માટે તમારી લાશ તમારા પિતૃઓની કબરમાં જવા પામશે નહિ.’”


ત્યારે એણે તેને કહ્યું, “તેં યહોવાની આજ્ઞા માની નથી માટે, જો, તું મારી પાસેથી વિદાય થઈશ કે તરત એક સિંહ તને મારી નાખશે.” અને એની પાસેથી તે વિદાય થયો કે તરત તેને એક સિંહે પકડીને મારી નાખ્યો.


અને પોતા પર જે વીત્યું હતું, તે હામાને પોતાની પત્ની ઝેરેશને તથા પોતાના સર્વ મિત્રોને કહી સંભળાવ્યું, ત્યારે તેના મિત્રમંડળે તથા તેની પત્ની ઝેરેશે તેને કહ્યું, “મોર્દખાય કે, જેની આગળ તમારી પડતી થવા લાગી છે, તે જો યહૂદીઓના વંશનો હોય, તો તેની વિરુદ્ધ તમારું કંઈ ચાલવાનું નથી, પણ તેની આગળ નિશ્ચે તમારી પડતી થશે.”


તારી પોતાની દુષ્ટતા તને શિક્ષા કરશે, તથા તારાં બંડખોરીનાં કામો તને ઠપકો આપશે; માટે તારે સમજી લેવું કે, તેં યહોવા તારા ઈશ્વરને છોડી દીધા છે ને તેને તેમનું ભય નથી; આ તો ભૂંડું તથા કડવું છે, ” એમ પ્રભુ, એટલે સૈન્યોનો [ઈશ્વર] યહોવા, કહે છે.


અને મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ જે ફરમાવ્યું છે તે આ છે કે, જેઓ મારી પાસે આવે તેઓ મધ્યે હું પવિત્ર મનાઉં ને હું સર્વ લોકોની આગળ ગૌરવવાન મનાઉં.” અને હારુન છાનો રહ્યો.


અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું, “મારા પર વિશ્વાસ ન કરતાં ઇઝરાયલી લોકોની દષ્ટિમાં તમે મને પવિત્ર મનાવ્યો નહિ, માટે જે દેશ મેં આ મંડળીને આપ્યો છે, તેમાં તમે તેઓને પહોંચાડશો નહિ.”


હારુન પોતાના પૂર્વજોની સાથે મળી જશે; કારણ કે જે દેશ મેં ઇઝરાલી લોકોને આપ્યો છે તેમાં તે જવા પામશે નહિ, કેમ કે તમે મરીબાનાં પાણી પાસે મારા વચન વિરુદ્ધ બંડ કર્યું,


હું જેટલા પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું, માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.


તો યહોવાનું કહેવું તેં કેમ માન્યું નહિ, પણ લૂટ કરવા તૂડી પડ્યો, ને યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું?”


અને એમ થયું કે જ્યારે તેણે ઈશ્વરના કોશનું નામ દીધું ત્યારે [એલી] દરવાજાની બાજુ પાસેના આસન પરથી‍ ચત્તોપાટ પડી ગયો, તેની ગરદન ભાંગી ગઈ, ને તે મરણ પામ્યો; કેમ કે તે વૃદ્ધ તથા શરીરે ભારે હતો. તેણે ચાળીસ વર્ષ સુધી ઇઝરાયલીઓનો ન્યાય કર્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan